સ્વચ્છ રહેવું અને હળવાશ અનુભવવું કોને પસંદ નથી. પોતાને ડિટોક્સ કરવું અને તમારી જાતને સકારાત્મક રાખવી એ ક્યાંકને ક્યાંક ઘણા લોકો માટે એક ધ્યેય બની ગયો છે, પછી ભલે તેઓ તેને મોટેથી સ્વીકારે કે ન સ્વીકારે.
પરંતુ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સ્વસ્થ મન અને સંતુલિત શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? જો તમારા મનમાં પણ આ જ સવાલ હોય તો અમે તમારા માટે 10 ટિપ્સ લઈને આવ્યા છીએ, જે તમને શરીરની અંદરની ગંદકીને સાફ કરવામાં મદદ કરશે.
1. મેડિટેશન અને સ્ટીમ બાથ : દરરોજ થોડો સમય ધ્યાન (મેડિટેશન) કરીને તમારા મન, શરીર અને આત્માને આરામ આપો. દર અઠવાડિયે સ્ટીમ બાથ લેવાનો પ્રયાસ કરો. તે તમારા અનુનાસિક માર્ગને પણ સાફ કરે છે અને તમારા શરીરમાંથી તમામ ઝેરી તત્વોને બહાર કાઢે છે.
2. એક્સ્ફોલિયેશન : ખાંડ અને નાળિયેર તેલથી સ્ક્રબ કરવા ઉપરાંત, તે મહત્વનું છે કે તમે ડ્રાય બ્રશિંગ પણ કરો. તે તમારા શરીરના રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે અને ત્વચાના મૃત કોષોને પણ દૂર કરે છે. તમારે આ શુષ્ક, કુદરતી ફાઇબર બ્રશથી કરવું જોઈએ.
3. ભરપૂર ઊંઘ લો : આ દિવસોમાં જે લોકો લેપટોપ, ફોન અથવા કોઈપણ સ્ક્રીનની સામે બેસે છે તેઓ સારી રીતે જાણે છે કે ઊંઘની ઉણપ શું હોય છે. જો આપણા શરીરને પૂરતો આરામ નથી મળતો તો તે આપણને નકારાત્મક વ્યક્તિ બનવાની સાથે-સાથે ચિડિયો પણ બનાવે છે. પૂરતી ઊંઘ લેવાથી આપણું શરીર બીજા દિવસ માટે ફરી સક્રિય બને છે.
4. વર્કઆઉટ : આખો દિવસ એક જગ્યાએ બેસીને ન રહો. તમારે સમયાંતરે હલનચલન કરવું જોઈએ, ચાલવા જવું જોઈએ, થોડું વર્કઆઉટ કરવું જોઈએ, આ તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, તણાવ દૂર કરે છે અને તમને એક્ટિવ રાખે છે.
5. ઓર્ગેનિક ખોરાક : શરીરની અંદરની ગંદકીને સાફ કરવા માટે આપણા પૂર્વજોની જેમ જંતુનાશક મુક્ત ખોરાક ખાવાની જરૂર છે. તે મહત્વનું છે કે આપણું શરીર કેમિકલયુક્ત અને ઇન્જેક્ટેડ ખોરાકનું સેવન ન કરે. તેથી ઓર્ગેનિક ખોરાક પર જણાવો પ્રયાસ કરો.
6. ગ્રીન ટી / હર્બલ ટી : તણાવ ઓછો કરીને શરીરને ડિટોક્સ કરી શકો છો. ગ્રીન ટી અને હર્બલ ટી તમારા શરીર માટે અદ્ભુત વસ્તુ છે. તેમાં એન્ટીઑકિસડન્ટો હોય છે, જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે ઘણી કેલરી ઘટાડે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે .
7. પાણીનું સેવન : પાણી પીવું જરૂરી છે કારણ કે તે શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે, ઝેરી પદાર્થોને દૂર કરે છે, તમારી ત્વચાને ચમકદાર રાખે છે અને પાચનમાં મદદ કરે છે.
8. ખાંડનું સેવન : ખાંડ ખૂબ જ ચરબીયુક્ત અને બિનઆરોગ્યપ્રદ છે. જો તમે ઘણી બધી ખાંડનું સેવન કરો છો તો તમારે જાણવું જ જોઇએ કે તે વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને તમારા સ્વાદુપિંડ પર દબાણ લાવે છે. જો શક્ય હોય તો, ખાંડને સંપૂર્ણપણે છોડી દેવાનો પ્રયાસ કરો.
9. સ્મૂધી : જો તમને કાચા શાકભાજી અને ફળો બિલકુલ પસંદ ણથી તો તેને મિક્સર જારમાં નાખીને તેની સ્મૂધી બનાવો. દિવસમાં એકવાર તેનું સેવન કરો અને તમે ડિટોક્સ, હાઇડ્રેટેડ અને તમારા વિશે સારું મહેસુસ કરશો.
આ બધી ટિપ્સ અજમાવીને તમે પણ તમારા શરીરને અંદરથી સાફ કરી શકો છો. આવી વધુ માહિતી માટે મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.