જે લોકોને સમયસર ભૂખ નથી લાગતી, જે લોકોને સમયસર પોષ્ટીક ભોજન લીધા પછી પણ બરાબર પાચન થતું નથી અને એના કારણે ચાર-પાંચ કલાક પછી પણ પેટ ભરેલું લાગતું હોય અને અરુચિ રહેતી હોય તેમના માટે આજની માહિતી ખૂબ ઉપયોગી સિઘ્હે.
આ માહિતીમાં આપણે ખોરાકનું સરસ રીતે પાચન કરી, સમયસર ભૂખ લાગે અને ભોજન પ્રત્યે અરૂચિ દુર થાય એ માટે ના અસરકારક એવા બે ઘરેલુ ઉપાયો વિશે જાણીશું. આપણે જ્યારે ખોરાક લઇએ ત્યારે તે હોજરીમાં જાય છે અને એ ખોરાકના પાચન માટે હોજરીની દીવાલમાંથી પાચક રસોનો સ્રાવ થાય છે જે ખોરાકનું પાચન કરે છે.
ત્યારે ખોરાક નાના આંતરડામાં જાય છે. જ્યાં પચેલા ખોરાકમાંથી પોષક તત્વો નું શોષણ થાય છે અને વધેલો ભાગ મોટા આંતરડામાં જાય છે. જો પાચન સારી રીતે ન થાય તો લીધેલો ખોરાક હોજરીમાં જ પડ્યો રહે છે તેથી પેટ ભરેલું લાગે છે અને લાંબો સમય હોજરીમાં પડ્યો રહેવાથી ખોરાકમાં આથો આવે છે.
જેથી ગેસ અને એસીડીટી ને કે વારંવાર ઓડકાર આવવાની તકલીફ ઊભી થાય છે. ખોરાકનું પાચન માટે હોજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ થાય છે .જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. પણ આ પાચક રસોનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થતો હોય તો ખોરાકનું પાચન બરાબર ન થાય અને અરુચિ એટલે જ ભૂખ ન લગાવી કે જમવાની ઈચ્છા થતી નથી.
હવે આપણે એવા સરળ ઉપચાર વિશે જાણીએ જે હોજરીમાં પાચક રસોમાં પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ કરી, પાચનમાં મદદ કરે છે અને તેનાથી ભૂખ પણ વધે છે. સૌ પ્રથમ એક પાકેલું લીંબુ લઇ તેને વચ્ચેથી કાપી ને બે ભાગ કરી લેવાના છે. હવે એક ભાગ એટલે કે ફળિયા ઉપર એક ચમચી સૂંઠનો પાઉડર છાંટવાનો છે.
ત્યારબાદ તેના ઉપર એક ચપટી કાળા મરી નો તાજો બનાવેલો પાઉડર છાંટવો. ત્યારબાદ એક ચમચી શેકેલા જીરાનો પાઉડર છાંટી દબાવી દેવું અને છેલ્લે બે ચપટી સંચળ અથવા તો સિંધાલુ નાખી તેને ચીપિયાથી પકડી ને ગેસ ની જ્યોત પાર સીધું જ ગરમ થવા મૂકો.
થોડું ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેને ચૂસવું. દાંત અંબાઈ જવાની તકલીફ હોય તો તેને નિચોવીને રસ કાઢી લેવો અને પી જવું. દરરોજ જમતા પહેલા આ પ્રયોગ કરવાથી ભૂખ ઉઘડે છે. સાથે લીધેલા ખોરાકનું એકદમ સારી રીતે પાચન પણ થાય છે. જેનાથી ગેસ અને એસિડિટીમાં પણ રાહત આપે છે.
જે લોકોને લીંબુ માફક નથી આવતું તેમના માટે બીજો એક પ્રયોગ છે. જેમાં સો ગ્રામ આદુને ખમણીને અથવા મિક્સરમાં પીસીને તેમાં સો ગ્રામ ઘી નાખી લાલ થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં પ્રોગ્રામ ગોળ નાખી ઘટ્ટ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવું.
આદુના ચાટણ સવાર-સાંજ એક-એક ચમચી ખાવાથી ભૂખ ઊઘડે છે અને પાચન પણ સારી રીતે થાય છે.
જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.