bharela marcha nu athanu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે.

ભરેલા લાલ મરચાનું અથાણું શિયાળાની ઋતુમાં બનાવીને આખું વર્ષ ખાઈ શકાય છે. તેને બનારસી લાલ મરચાંનું અથાણું કહો કે પંજાબી લાલ મરચાંનું ભરેલું અથાણું, આ અથાણું જોઈને જ મોંમાં ચટપટો તીખો સ્વાદ આવવા લાગે છે.

આ લેખમાં જણાવેલી કેટલીક ટિપ્સને અપનાવીને તમે પણ સ્વાદિષ્ટ સમારેલા લાલ મરચાનું અથાણું ઘરે બનાવી શકશો.આ થાણામાં મુખ્ય સામગ્રી તરીકે આખા તાજા જાડા લાલ મરચાં, સરસોનું તેલ ઉપરાંત પરંપરાગત મસાલા જેવા કે વરિયાળી, રાઈ, હિંગ, મીઠું અને આમચૂર પાવડરની જરૂર પડે છે.

આ અથાણું તમે કોઈપણ વાનગી સાથે ખાઈ શકો છો, તે તમારી જમવાની થાળીની સુંદરતા અને સ્વાદ બંનેમાં વધારો કરશે. આખું વર્ષ ચાલી શકે તેવું આ લાલ મરચાનું અથાણું ઘરે કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી અમે શેર કરી રહયા છીએ, જેમાં કઈ કઈ સામગ્રીના માપ સાથે અને કેટલીક ઉપયોગી ટીપ્સ આપવામાં આવેલી છે.

સામગ્રી : જાડું લાલ મરચું – 500 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, વરિયાળી 4 ચમચી, ધાણા – 4 ચમચી, મેથીના દાણા – 1 ચમચી, કલોંજી – 1 ચમચી, હીંગ – 1/4 ચમચી, હળદર પાવડર – 2 ચમચી, ગરમ મસાલો – 1 ચમચી, આમચુર પાવડર – 4 ચમચી અને સરસોનું તેલ – 1 કપ.

બનાવવાની રીત : સૌ પ્રથમ તમે મરચાંને ધોઈને સાફ કરો, પછી છરીની મદદથી તેમાં મસાલાઓ ભરી શકાય તે માટે મરચાની વચ્ચે ચીરો બનાવો. હવે સૂકા મસાલા જેવા કે, મેથીના દાણા, વરિયાળી અને ધાણાને પેનમાં શેકીને પ્લેટમાં કાઢી લો.

શેકેલા મસાલા જયારે ઠંડા થઇ જાય પછી તેને મિક્સરમાં બરછટ પીસી લો અને એક મોટા બાઉલમાં કાઢી લો. બરછટ પીસેલા મસાલામાં હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું ઉમેરો. તો આ અથાણાનો સૂકો મસાલો તૈયાર છે.

હવે એક તપેલી અથવા પેન લો અને તેમાં સરસોનું તેલ નાખીને ગરમ કરો અને તેલને ગરમ કરીને તેલને ઠંડુ થવા દો. તેલ ઠંડુ થાય એટલે સંસારસોના તેલને અથાણાંના મસાલામાં ઉમેરીને મસાલો તૈયાર કરો અને તેલ વધે તેને બાજુમાં મૂકી દો.

હવે અથાણા માટે ચીરા કરેલા મરચામાં સરસોનું તેલ મિક્સ કરેલો મસાલો સારી રીતે ભરો, ધ્યાન રાખો કે મરચામાં મસાલો બરાબર અંદર સુધી ભરાઈ જાય. હવે એક પછી એક બધા મરચાંમાં મસાલો ભરી લો અને તેને એક ડબ્બામાં ભરી લો. હવે વધેલું સરસોનું ગરમ તેલને ડબ્બામાં જ નાખો.

તમારું સ્વાદિષ્ટ ભરેલા લાલ મરચાનું અથાણું તૈયાર છે, હવે ભરેલા ડબ્બાને 2-3 દિવસ સુધી તડકામાં રાખો, ત્યારબાદ સ્વાદિષ્ટ મરચાનું અથાણું તમે ખાઈ શકો છો.

અથાણાંને સ્ટોર કરવાની ઉપયોગી ટીપ્સ : આ મરચાના અથાણાને હંમેશા તેલમાં બોળીને રાખો, અથાણું લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. મરચાના અથાણાને લાંબા સમય સુધી ના બગડે તે માટે અથાણાને મહિનામાં એકવાર તડકો ખવડાવો.

અથાણામાં ઉપયોગ કરેલું સરસોના તેલને ગરમ કરવાથી તેલની અશુદ્ધિઓ અને ભેજ દૂર થાય છે. મરચાના અથાણાના મસાલામાં તમે 1 લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, તેનાથી અથાણામાં થોડી ખટાશ આવે છે, જેનાથી અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

આશા છે કે તમને આ લાલ મરચાનું અથાણુંની રેસિપી ગમી હશે. તો તમે પણ જરૂર બનાવજો. આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો .

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આખું વર્ષ ચાલે તેવું, લાલ મરચાનું તીખું અને ચટાકેદાર અથાણું બનાવવાની રીત”

Comments are closed.