best parenting tips for indian parents
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માતાપિતા એ પોતાનામાં સૌથી અઘરી જવાબદારી છે. બધા માતા-પિતા તેમના બાળકોની જરૂરિયાતો પૂરી કરીને તેમના બાળકોને ખુશ રાખવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રયાસો કરે છે. બાળકોના જીવનમાં સફળ થાય તે માટે દરેક પરિસ્થતિમાં ટેકો આપે છે. તે બાળકોને તેમની નિષ્ફળતા સમયે ટેકો આપે છે.

તેમને નૈતિક મૂલ્યો શીખવીને, તેઓ તેમને સમાજ પ્રત્યે જવાબદાર બનાવવાનો પ્રયાસ કરે છે. માતા-પિતા ભલે ગમે તેટલી કોશિશ કરે, પરંતુ કેટલીક બાબતોને લઈને તેઓ તેમના બાળકોને પરફેક્ટ બનાવી શકતા નથી.

જો જોવામાં આવે તો માતાપિતા આટલા બધા પ્રયત્નો કર્યા પછી પણ તેઓ એક પરફેક્ટ માતા-પિતા બનાવામાં થોડી ભૂલ થઇ જાય છે. પરંતુ આ લેખમાં જણાવેલી ટીપ્સની મદદથી, તમે વધુ સારા વાલીપણાનાં કેટલાક ગુણો શીખી શકો છો.

બાળકો માટે રોલ મોડલ બનો : આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈને ઝડપથી શીખે છે. માતાપિતા તરીકે, એ મહત્વનું છે કે તમે પણ એવા જ બનો, જેવા તમે તમારા બાળકોને બનાવવા માંગો છો. બાળકોની સામે આદર થી વાત કરો, પોઝિટિવ વલણ રાખો, બીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો. ધ્યાનમાં રાખો કે બાળકો માતાપિતાની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરે છે.

તમારા પ્રેમને મહેસુસ કરાવો : બાળકો ખૂબ જ માસુમ હોય છે, તેમને પ્રેમની ખુબ જ જરૂર હોય છે. બાળકોને સમયાંતરે તમારા પ્રેમનો અહેસાસ કરાવતા રહો. ક્યારેક તેમને ગળે મળીને, ક્યારેક તેમને ચુંબન કરીને અને ક્યારેક તેમના વખાણ કરીને, તેમના પર તમારો પ્રેમ વરસાવતા રહો.

આમ કરવાથી બાળકોમાં સારા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે તેમને શાંત, સહનશીલ અને દયાળુ બનાવે છે. તેથી હંમેશા બાળકોને લાડ કરતા રહો જેથી તેઓ એવા બની જાય જે તમે ખરેખર તેમને બનાવવા માંગો છો.

તમારા સંબંધને સમય આપો : ઘણીવાર જવાબદારીઓને લીધે, માતાપિતા તેમના સંબંધોને ભૂલી જાય છે. ધ્યાનમાં રાખો કે તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોને મજબૂત રાખો. માતા-પિતા વચ્ચેના સંબંધોમાંથી બાળકો પણ જીવનમાં ઘણું શીખે છે.

આ ચિત્રો તેમના મનમાં જીવનભર છપાઈ જાય છે. તેથી જ માતાપિતાએ હેલ્દી સંબંધ જાળવવો જોઈએ જેથી બાળક કૌટુંબિક સંબંધોનું મૂલ્ય સમજી શકે. માતાપિતા બાળકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જ્યારે આ બંને અલગ પડે છે ત્યારે બાળકોને પણ ઘણું સહન કરવું પડે છે.

બાળકો પ્રત્યે તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો : મોટાભાગના માતા-પિતા એવું ઈચ્છે છે કે તેમના બાળકો ઓલરાઉન્ડર બને. તેઓ ભણવામાં સારું પ્રદર્શન કરે, જવાબદાર વ્યક્તિ બને, તેમનામાં સારી ટેવોનો વિકાસ થાય વગેરે વગેરે. પરંતુ શું તમે જવાબદાર માતાપિતા બનવાની ભૂમિકા ભજવી રહ્યા છો ખરા?

હા, બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવા તમારે પણ બાળકોને સમય આપવો ખુબ જ જરૂરી છે. માતાપિતાએ તેમના બાળકો સાથે દરરોજ ચોક્કસ સમય પસાર કરવો જોઈએ. જેથી તમે બાળકોને લાયક બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.

તો આ હતી 3 મુખ્ય બાબતો જે દરેક માતાપિતાએ ધ્યાનમાં લેવું જોઈએ. આ એવી બાબતો છે જે બાળકો માટે બધું કરવા છતાં આ આપણે ભૂલી જઈએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો