૫ બારેમાસ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ – Best Cooking tips in gujarati

0
496
Best Cooking tips in gujarati

આજે તમને જણાવીશું એવી નાની નાની કિચન ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ.

૧- આપણે રવા / સુજીમાંથી ઘણા પ્રકારના બ્રેકફાસ્ટ બનાવતાં હોઈએ છીએ. આ રવો/ સુજી જો થોડા દિવસ ઘરે રહે તો તેમાં જીવાત પડી જાય છે. તો તેના માટે રવો/સુજી ને ઘરે લાવો ત્યારે તેને ધીમા તાપે ૪-૫ મીનીટ સુધી શેકી લેવાનો છે. શેકેલા રવા ને બરણીમાં ભરીને રાખવાથી લાંબા સમય સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તેમા જીવાત પડતી નથી.

૨- જ્યારે શાક બનાવતાં હોય ત્યારે પેન મા પહેલા મસાલા એડ કરી લો. હવે તેમાં સમારેલા ભીંડા ને એડ કરી હલાવી દો. હવે આજ સમયે તેમાં આમચૂર પાઉડર એડ કરી દો.આ આમચૂર પાઉડર એડ કરવાથી ભીંડાનું શાક ચિકાસ વાળું બનશે નહિ અને તેનો કલર પણ સારો આવશે.

૩- રોટલી, પુરી કે પરોઠા બનાવતાં હોય તો તે કડક થઈ જતા હોય છે કે બરાબર સોફ્ટ નથી બનતા, તો તેના માટે જ્યારે તમે લોટ બાંધતા હોય ત્યારે તેમાં જેટલુ પાણીની જરૂર પડે તેટલા પ્રમાણ મા તમારે અડધું દુધ અને અડધા પાણીનો ઉપયોગ કરી ને લોટ બાંધી લેવો. ૧૦ મીનીટ પછી તેમાંથી રોટલી, પુરી કે પરાઠા બનાવવા જેથી તે કડક બનશે નહી.

૪- જ્યારે તમે ફ્રીઝ માં ડુંગળી, લસણ કે કોઈ પ્રકાર ની વાનગી મુકો છો, તો તેમાંથી વાસ આવતી હોય છે. તો આ વાસ ને દુર કરવા માટે એક પેપર નો કાગળ લઈ તેનો ગોળો બનાવી તેને પાણીથી ભીનો કરી લો. હવે આ ગોળાને ફ્રીઝ મા ૨-૩ કલાક મુકી દો. ૨-૩ કલાક પછી તેને બહાર કાઢશો તો ફ્રીઝ મા રહેલી વાસ દૂર થઈ જસે.( તમ કોલસાનો પણ ઉપયોગ કરી શકો છો.)

૫- આપરે પ્રેશર કૂકર માં દાળ મુકી હોય તો તેની સીટી વાગતા તે ઉભરાતું હોય છે. તો એ નાં ઉભરાય તેની માટે જ્યારે કુકર મા દાળ સાથે પાણી એડ કરી હળદળ, મીઠું નાખો છો ત્યારે ૧ ચમચી ઘી તેમાં એડ કરવું અને કુકર ની સીટી હોય ત્યાં અંદર નાં ભાગે પણ ઘી લગાવી દેવુ. આમ કરવાથી સીટી વાગશે ત્યારે તે ઉભરાશે નહિ.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.