દરરોજ સવારે 30 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસી રહેવાથી શરીરમાં થાય છે આ ફેરફારો

દરરોજ સવારે સૂર્યના કિરણો સાથે નવા દિવસની શરઆત થાય છે. નવો દિવસ પોતાની સાથે નવી આશાઓ અને નવી તકો લઈને આવતો હોય છે. તડકો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે. છોડ પણ પોતાનો ખોરાક બનાવે છે અને સૂર્યના પ્રકાશમાં પોતાનો વિકાસ કરે છે.

આપણે બધા જાણીએ છીએ કે આપણને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. પરંતુ આ સિવાય જો આપણે સવારે 30 મિનિટ સૂર્યપ્રકાશ લઈએ, સૂર્યસ્નાન કરીએ તો આપણા શરીરને તેનાથી ઘણા બધા ફાયદા મળી શકે છે.

સવારનો સૂર્યપ્રકાશ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ મુનમુન ગનેરીવાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે સવારે 30 મિનિટ સુધી સૂર્યપ્રકાશ કેમ લેવો જરૂરી છે અને તેના શું ફાયદા છે. આવો જાણીએ..

સૂર્યપ્રકાશને કારણે હોર્મોનલ ફેરફારો થાય છે: આપણા શરીરમાં ઘણા હોર્મોન્સ જોવા મળે છે. આપણું શરીર સરળ રીતે કાર્ય કરે તે માટે શરીરમાં હોર્મોનલ સંતુલન જળવાઈ રહે તે ખુબ જરૂરી છે. શરીરમાં કોઈ પણ હોર્મોનનું ખૂબ ઓછું અથવા વધુ પડતું પ્રમાણ આપણા માટે સમસ્યા ઊભી કરી શકે છે.

હોર્મોનલ સંતુલનમાં સૂર્યપ્રકાશ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણે દરરોજ સવારે 30 મિનિટ સૂર્યપ્રકાશ લઈએ, તો તે આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોન ઘટાડે છે અને મેલાટોનિન હોર્મોન વધે છે. તે રાત્રે સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે અને મૂડ પણ સુધારે છે.

કોર્ટિસોલ હોર્મોન શું છે? કોર્ટિસોલ હોર્મોનને સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે . શરીરમાં તેનું સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. આપણા શરીરમાં એડ્રેનલ ગ્રંથીઓ આ હોર્મોન ઉત્પન્ન કરે છે. તેના વધારાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તે આપણા મૂડને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે.

આ સિવાય બ્લડ પ્રેશર, મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા હોય છે. સવારે આપણા શરીરમાં તેનું ઉત્પાદન વધુ થાય છે. આવી સ્થિતિમાં, સવારે સૂર્યપ્રકાશ લેવાથી તે ઓછું થાય છે.

મેલાટોનિન હોર્મોન શું છે? મેલાટોનિન હોર્મોન આપણી ઊંઘની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. નિષ્ણાતોના મતે, જો આપણે દરરોજ સવારે અડધો કલાક સૂર્યપ્રકાશમાં બેસીએ તો તે આપણા શરીરમાં મેલાટોનિનનું સ્તર વધારે છે. તે સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.