બેડરૂમ કોઈપણ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. આ ઘરનો તે રૂમ છે જ્યાં તમે માત્ર સૂતા નથી, પરંતુ આ રૂમમાં તમે આરામની લાગણી પણ અનુભવો છો. એટલા માટે એ જરૂરી છે કે તમે બેડરૂમની સફાઈ પર પણ ઘરના બીજા ભાગોની જેમ ખાસ ધ્યાન આપો.
જો કે દરોજના કામકાજના દિવસોમાં બેડરૂમમાં સારી રીતે સફાઈ કરવી તમારા માટે મુશ્કેલ કામ હશે, કારણ કે સારી રીતે પૂરતો સ્સામાંય પણ મહિલાઓને મળતો નથી હોતો. પરંતુ જ્યારે લોકો ઘરે હોય છે અને તમારી પાસે પણ સમય હોય છે તો બેડરૂમ સાફ કરવો તમારા માટે સારો વિચાર બની શકે છે.
જો કે, બેડરૂમની સફાઈ દરેક મહિલાને કંટાળાજનક અને થકવી નાખનારી લાગે છે. પરંતુ જો તમે તમારા બેડરૂમની સફાઈ સ્ટેપ બાય સ્ટેપ કરો છો તો તેમાં તમને સમય લાગી શકે છે, પરંતુ તમને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય. તો આજે અમે તમને બેડરૂમની સફાઈ માટેની કેટલીક સરળ રીતો વિશે જણાવીશું.
પહેલા તૈયારી કરો : જ્યારે તમે નક્કી જ કરી લીધું છે કે આજે તમે બેડરૂમની સફાઈ કરવાના છો, તો સૌથી પહેલા નાના પગલાઓથી શરૂઆત કરો અને કેટલીક જરૂરી તૈયારીઓ કરો. ઉદાહરણ તરીકે, જો કપડાં આમતેમ પડેલા છે તો સ્વચ્છ કપડાને અલમારીમાં અને ગંદા કપડાને વોશિંગ મશીનમાં મૂકો.
જો ફ્લોર પર થોડો કચરો અથવા ઢોળાયેલ વસ્તુઓ હોય તો તે કચરો કચરાપેટીમાં નાખો. એ જ રીતે રૂમને સાફ કરવા માટે સ્વચ્છ કપડું અને ક્લીનર અને બીજી સફાઈ માટેની જરૂરી વસ્તુઓને તમારી સાથે જ રાખો, જેથી તમારે વારંવાર બહાર ના જવું પડે.
રક્ષણ પણ જરૂરી છે : બેડરૂમની સફાઈ કરતી વખતે બીજી વસ્તુઓનું સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, તમારે ધ્યાન રાખવું પડશે કે સફાઈ દરમિયાન તમારો પલંગ અથવા બેડ, કબાટ વગેરે ગંદા ન થાય. આ માટે તમે બેડ, અલમારી, ડ્રેસિંગ ટેબલ પર એક ચાદર નાખીને તેને સંપૂર્ણપણે ઢાંકી દો.
આ રીતે શરૂ કરો : બેડરૂમની સફાઈની શરૂઆત પંખા અને બારીઓ વગેરેથી કરવી જોઈએ. પહેલા સૂકી ડસ્ટિંગ કરો અને પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. પાણીના કારણે તમારો રૂમ સાફ ઓછો અને વધારે અવ્યવસ્થિત લાગે છે, જેના કારણે બેડરૂમ સાફ કરવું મુશ્કેલ કામ થઈ જશે.
સ્પ્રેનો ઉપયોગ : બેડરૂમના ફર્નિચર અને ફ્લોરમાં ઘણા ડાઘા પડી ગયા હોય તો, તે ડાઘ સાફ કરવા માટે તમે ઓલ પર્પઝ ક્લીનરનો ઉપયોગ કરો. જો કે તેમને સાફ કરવા માટે સ્પ્રેની મદદ લો. પહેલા ડાઘવાળી જગ્યા પર સ્પ્રે કરો અને પછી સ્વચ્છ કપડાથી સાફ કરો.
અલમારીની સફાઈ : સામાન્ય રીતે જોવામાં આવે છે કે મહિલાઓ રૂમની સફાઈ કર્યા પછી ફ્લોરની ક્લિનિંગ કરે છે. આ પછી તેઓ અલમારી અને ડ્રેસિંગ ટેબલ ગોઠવે છે. જેના કારણે તેમાંથી ફરીથી કચરો અને ગંદકી નીકળે છે અને પછી રૂમ ફરીથી ગંદો થઈ જાય છે.
તેથી રૂમના પંખા, બારીઓ અને ફર્નિચર સાફ કર્યા પછી, ફર્નિચરમાં વસ્તુઓને પહેલા ગોઠવો. વધારાની વસ્તુઓને હાથો હાથ દૂર કરો. બધી સફાઈ કર્યા પછી જ ફ્લોર સાફ કરો. હવે તમારો બેડરૂમ સારી રીતે અને સંપૂર્ણપણે સ્વચ્છ છે.
તો તમે પણ ફ્રી સમયનો સદુપયોગ કરીને તમારા બેડરૂમની સાથે ઘરની સફાઈ આ રીતે કરી શકો છો. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને હોમ્સ ટિપ્સ વિષે આવી માહિતી મળતી રહેશે.