આપણે બધા કેળા ખાધા પછી તેની છાલને ફેંકી દઈએ છીએ, પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ ત્વચાને કુદરતી ચમક આપવા માટે કરી શકો છો. જી હા, તમે તે સાચું સાંભળ્યું! કેળાની છાલમાં પોષક તત્ત્વો અને ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે તમે કેળાની છાલનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા માટે કરી શકો છો. અમને આ વિશે માહિતી જુહી પરમારના ઇન્સ્ટાગ્રામ જોયા પછી ખબર પડી હતી.
શું તમે પણ કેળા ખાધા પછી તેની છાલને નકામી ગણીને ફેંકી દો છો? તો જાણી લો કે પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર કેળું સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે, તેની છાલ તમારી ત્વચા માટે તેના કરતાં વધુ ફાયદાકારક છે.
ટીવી એક્ટ્રેસ જુહી પરમારે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર કેળાની છાલના ઉપયોગ વિશે જણાવ્યું હતું. તેના ઉપયોગથી ન માત્ર ત્વચામાં ચમક આવે છે પરંતુ ડાઘ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય, તેનો ઉપયોગ કરીને, તમે ખીલ અને કરચલીઓથી પણ છુટકારો મેળવી શકો છો. તમારે પણ આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોવી હોય તો મેં કમેન્ટ બોક્સ માં મુકેલી છે.
કેળાની છાલના ફાયદાઓનું વર્ણન કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, #Sundayampering સાથે પાછી ફરી છું. આ વખતે હું કેળાની છાલ, હળદર અને મધના ચમત્કારિક ફાયદાઓ વિશે શેર કરી રહી છું. હવે જયારે પણ તમે કેળું ખાશો, ત્યારે તેની છાલને ફેંકી દો નહીં. ચાલો જાણીએ કે કેવી રીતે ગ્લોઈંગ અને ડાઘ રહિત ત્વચા મેળવવા માટે આ ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે.
સામગ્રી : કેળાની છાલ 1, હળદર ચપટી અને મધ જરૂર મુજબ.
વિધિ : કેળાની છાલમાં એક ચપટી હળદર અને મધ મિક્સ કરો. પછી થોડીવાર આનાથી ચહેરા પર મસાજ કરો. થોડીવાર પછી પાણીથી ધોઈ લો. વધારે સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં બે વાર તેનો જરૂર ઉપયોગ કરો.
કેળાની છાલના ફાયદા : ફળની જેમ ગુણોથી ભરપૂર હોય છે તેવી જ રીતે કેળાની છાલ પણ ઘણા ગુણોથી ભરપૂર છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેળાની છાલ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ત્વચાને ઘણા ફાયદાઓ પ્રદાન કરી શકે છે જેમ કે સૂર્યના નુકસાન અને મુક્ત રેડિકલ સામે રક્ષણ.
આ સિવાય, તે તમારી ત્વચાને ચમકદાર બનાવે છે, બળતરાને શાંત કરે છે અને ફાઇન લાઇન્સ પણ ઘટાડે છે. તે ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે જે ખરજવું જેવી સમસ્યાઓનો ઉપચાર કરી શકે છે. વધુમાં, તે પોટેશિયમ અને ભેજથી સમૃદ્ધ છે જે શુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે. તે વિટામિન A, ઝીંક અને મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વોથી પણ સમૃદ્ધ છે જે એન્ટી ઈફ્લેમેટરી હોય છે.
હળદર : એન્ટિબાયોટિક, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હળદર ત્વચા પરના ડાઘ ઘટાડવામાં મદદ કરે છે. જો તમને ખીલની સમસ્યા હોય તો તે પણ હળદરથી દૂર કરી શકાય છે.
મધ : મધમાં મોઇશ્ચરાઇઝિંગ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી તે ત્વચા માટે વરદાન સમાન છે. તેનાથી ત્વચા સુકાઈ જતી નથી અને મધ છિદ્રોમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનું કામ કરે છે. આ એક કુદરતી મોઈશ્ચર છે.
તો તમે પણ આ રીતે કેળાની છાલનો ઉપયોગ કરીને ત્વચાને ચમકદાર બનાવી શકો છો. જો કે, આ પેક સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા એક નાનો ટેસ્ટ કરો. જેથી જો તમને કોઈ વસ્તુથી એલર્જી હોય તો જાણી શકાય.આવી જ બ્યુટી સબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.