bamboo water health benefits
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અત્યારના સમયમાં પાણીની બોટલને લઈને ખાવાપીવાની દરેક વસ્તુ સુધી, દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. પ્લાસ્ટિક આપણ માટે કેટલું નુકશાનકારક છે એ આપણે બધા જાણીએ જ છીએ, એટલા માટે પ્લાસ્ટિકને બદલે એવી વૈકલ્પિક વસ્તુઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય.

આ જોતા પ્લાસ્ટિકની બોટલોને બદલે વાંસની બોટલોનો ઉપયોગ વધી રહ્યો છે. વાંસ નો એક એવું સંસાધન છે કે જેનો એક વાર ઉપાયોગ કર્યા પછી પણ તેનો ફરીઓથી ઉપયોગ થઇ શકે શકે છે, તેનું નિયમિતપણે ઉત્પાદન કરી શકાય છે. પ્લાસ્ટિકની સરખામણીમાં તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને બાયોડિગ્રેડેબલ છે.

જ્યારે પ્લાસ્ટિકનું વિઘટન થવામાં 1000 વર્ષથી વધુ સમય લાગે છે, ત્યારે વાંસ સંપૂર્ણપણે કુદરતી તત્વ છે. આજના સમયમાં વાંસની ખૂબીઓ જોઈને તેને ‘ગ્રીન ગોલ્ડ’ કહેવામાં આવે છે.

હવે જાણીએ કે વાંસ વિષે નિષ્ણાતો શું કહે છે: ઘણા અભ્યાસોમાં વાંસને શરીર માટે ઉપયોગી ગણાવ્યો છે. ખાસ કરીને વાંસ હૃદયને સ્વસ્થ રાખવા, શ્વાસ સંબંધી રોગોથી બચવા અને પેટના રોગોને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટના અલ્સરમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

હવે જાણીએ કે વાંસ કેમ શ્રેષ્ઠ વિકલ્પ છે: વાંસને ખાતર વગર ઉગાડી શકાય છે. વાંસ કુદરતી રીતે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ છે. વાંસ 3-5 વર્ષમાં લણણી માટે તૈયાર થાય છે. વાંસ ખૂબ જ મજબૂત હોય છે. વાંસની બોટલ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે

વાંસની બોટલમાં પાણી પીવાથી શરીરને વિટામિન B6, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, ઝિંક, વિટામિન B2, પ્રોટીન, આઇસોલ્યુસિન અને આયર્ન જેવા પોષક તત્વો મળે છે. વાંસ સદીઓથી શુદ્ધતા સાથે સંકળાયેલું છે. વાંસની બોટલમાં પાણી પીવાથી કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતું નથી.

હવે જાણીએ કે વાંસ ની બોટલ માં પાણી પીવાથી થતા ફાયદા: લાંબા સમય સુધી યુવાન દેખાઓ: વાંસની બોટલમાં પાણી પીવાથી દરેક મહિલાઓ અને પુરુષ લાંબા સમય સુધી યુવાન દેખાશે. તેનું કારણ એ છે કે વાંસમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે.

આ ઘટકો આપણી ત્વચાને જુવાન દેખાવ આપે છે અને કોષોના વિનાશની પ્રક્રિયાને ધીમું કરે છે. જો વાંસની બોટલમાં રાખેલ પાણીનો ઉપયોગ ચહેરો ધોવા માટે કરવામાં આવે તો તેનાથી ચહેરો સુંદર બને છે .

સ્વસ્થ દેખાશો: વાંસની બોટલમાં રાખેલા પાણીનો ઉપયોગ કરવાથી શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધે છે. ત્વચા અને વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે આ તત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, તેમાં સિલિકાનું પ્રમાણ ખૂબ વધારે છે અને તે કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.

મહિલાઓના હાડકા મજબૂત રહેશે: ઘણીવાર મહિલાઓ નબળા હાડકાંને કારણે ઘણી સમસ્યાઓથી પીડાય છે. આમાં ઓસ્ટીયોપોરોસીસ, ઘૂંટણનો દુખાવો, કરોડરજ્જુના દુખાવા, કમરનો દુખાવો જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય છે, પરંતુ જો વાંસની બોટલમાં પાણી પીવામાં આવે તો શરીરના હાડકાં મજબૂત બને છે. વાંસમાં હાજર સિલિકા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે: જે મહિલાઓનું કોલેસ્ટ્રોલ વધઘટ થતું હોય અથવા જેમનું કોલેસ્ટ્રોલ ઘણું વધારે હોય તેવી મહિલાઓ માટે વાંસની બોટલમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરને હાર્ટ એટેક અને અન્ય અનેક કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચાવી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે: હવામાનમાં બદલાવને કારણે ઘણી વખત મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાંસની બોટલમાં રાખેલ પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ મળે છે. તેમાં લેક્ટોન્સ, પોલિફેનોલ્સ, ગ્લાયકોસાઇટ્સ જેવા ફ્લેવોનોઇડ્સ હોય છે, જે શરીરને શરદી અને તાવ જેવા તત્વોથી બચાવવામાં મદદ કરે છે.

વાંસના આ ફાયદા જાણ્યા પછી, તમારે ઓછામાં ઓછી એક વાર વાંસની બોટલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. જો તમને અમારી માહિતીપસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા