હોટલમાં જાઓ તો ભૂલથી પણ આ વસ્તુ ખાશો નહીં અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખીને તમને આ વસ્તુ આપવામાં આવી શકે છે. હોટેલમાં જમવાના શોખીન છો તો જરૂર જાણો
આજનો સમય પહેલા કરતા એકદમ બદલાઈ ગયો છો. આજના સમયમાં ઘરના ભોજન કરતા બહારનું જમવાનું વધુ પસંદ કરવામાં આવે છે. આજના મોટાભાગના લોકો હોટલમાં જમવાના શોખીન હોય છે. ઘણા લોકો તો અઠવાડિયામાં એકવાર બહાર જમવા જતા હોય છે.
બહાર જમવા જવું એ ખોટું નથી પરંતુ જો તમે વારંવાર બહારનું ભોજન કરો છો તો એ તમારા માટે નુકશાનકારક સાબિત થાય છે. અમુક કારણોસર કે ના છૂટકે તમે હોટેલમાં જાઓ છો તો તે બરાબર છે. જયારે પણ તમે હોટેલમાં જમવા જાઓ ત્યારે તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે.
હોટેલમાં બધી જ વાનગી સાથે સાથે બધા જ શાક મળી રહે છે જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, ઈટાલિયન, મેક્સિકન વગેરેનો સમાવેશ થાય છે. જે લોકોને જે વસ્તુ વધારે ભાવે તે વસ્તુ લોકો વધુ ખાતા હોય છે. પરંતુ હોટેલમાં તમારે ગ્રેવી વાળા ખોરાક ખાતા ચેતવાનું છે.
ગ્રેવી ઘણા બધા પ્રકારની હોય છે. ગ્રેવી ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ જયારે તમે હોટેલમાં ગ્રેવી વાળા ખોરાકનો ઓર્ડર આપો છો ત્યારે તમને થોડાક જ સમયમાં સબ્જી બનાવીને આપવામાં આવે છે. પરંતુ ઘણી વાર આ ગ્રેવી તાજી હોતી નથી. તાજી ગ્રેવી બનાવતા ઘણો સમય લાગે છે. જો તમે ઘરે ગ્રેવી બનાવતા હશો તો તમે જાણતા જ હશો.
સબ્જીમાં ઉપયોગ કરવામાં આવેલી ગ્રેવી ઘણી વાર ઘણા દિવસો પહેલા બનાવેલી હોય છે. આ ગ્રેવી અઠવાડીયા સુધી ફ્રીજમાં મુકી રાખી અને ગરમ કરીને ઉપયોગ કરવામાં આવતી હોય છે. ફ્રીજમાં ગ્રેવીને રાખવાથી તેના સ્વાદમાં તમને વધુ ફેર જોવા મળતો નથી.
આ સાથે ગ્રેવી બનાવવા માટે જુદા જુદા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેટલાક તાજા શાકભાજી સાથે સડેલા કે બગડેલી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે જોવા મળે છે કે જે શાકભાજી ની ગુણવત્તા ઓછી હોય છે તેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
જો લાંબા સમય સુધી ગ્રેવીને ફ્રીજમાં રાખવામાં આવે તો ગ્રેવીમાં પણ એસીડીક પ્રક્રિયા થાય છે અને તેમાંથી એસીડ ઉત્પન્ન થાય છે. આ એસિડના લીધે આપણા શરીરમાં જરૂરી આલ્ક્લીન અને એસીડીકની પ્રક્રિયા જળવાતી નથી.
જો વાસી ગ્રેવી ખાવામાં આવે તો આપણી હોજરીને નુકશાન થઇ શકે છે. આપણને જીભના સ્વાદ માટે ગ્રેવી ખાઈ તો લઈએ છીએ પરંતુ હોજરીને તેનો સામનો કરવો પડે છે. જેનાથી હોજરીને તકલીફ પડે છે. માટે ઘરની બહાર ખાવામાં આવતા ગ્રેવી વાલા શાક શરીરમાં ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે.
જો તમારે તમારા શરીરને નુકશાન કર્યા વગર ગ્રેવી વાળું શાક ખાવું છે તો તમે ઘરેજ ગ્રેવી વાળું શાક બનાવીને ખાઈ શકો છો. જો શક્ય હોય તો બહાર ખાવાનું ટાળવું જોઈએ અને બધી વસ્તુ ઘરે બનાવીને ગરમ ગરમ ખાવાની ટેવ પાડવી જોઈએ. ઘરે બનાવીને ખાવાથી શરીરને નુકશાન થવાથી બચાવી શકીએ છીએ.
તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આ માહિતીને આગળ મોકલો જેથી બીજા લોકો પણ જાણી શકે. આવી જ માહિતી સાથે કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ વગેરે જેવી માહિતી મેળવવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.