અકાળે ચહેરા પર ફાઈન લાઈન્સ અને કરચલીઓ દેખાવા લાગી છે તો બદામનો આ રીતે ઉપયોગ કરો

badam face pack in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેમની ત્વચા કોઈપણ ઉંમરે યુવાન દેખાય અને તેઓ બ્યુટી પાર્લરમાં પણ ખુબ જ ખર્ચો કરે છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ ફાઈન લાઈન્સ અને કરચલીઓ વગેરે આવવાનું શરુ થઇ જાય છે.

જો કે મહિલાઓ ત્વચાને યુવાન દેખાવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ લે છે પરંતુ તેમાં તફાવત કામચલાઉ આવે છે. આ માટે તેમને ઘણા પૈસા પણ ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કુદરતી ઉપાયો કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચા પર કાયમી ચમક લાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

જો તમે પણ તમારી ત્વચાને જુવાન રાખવા માંગો છો તો બદામનો ઉપયોગ કરવો જોઈએ. બદામમાં વિટામીન E ભરપૂર હોય છે, જે તમારી ત્વચાને સૂર્યથી બચાવવાની સાથે શરીરમાં કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા મુલાયમ અને જુવાન દેખાય છે. તો ચાલો જાણીયે કેવી રીતે બદામનો ઉપયોગ કરવો.

1. બદામ અને કેસર : જો તમે ત્વચાને યુવાન બનાવવા માંગો છો અને તેના રંગમાં પણ સુધારો કરવા માંગો છો તો તમે કેસર અને બદામનો એકસાથે ઉપયોગ કરી શકો છો. આ પેક ચહેરાનો રંગ અને વૃદ્ધત્વ માટે ખૂબ જ સારું છે. જરૂરી સામગ્રી : 3-4 બદામ પાવડર, કેસરના 2 દોરા અને કાચું દૂધ

વિધિ : સૌથી પહેલા 3-4 બદામને પીસીને પાવડર બનાવો. હવે તેમાં કેસરના દોરા અને કાચું દૂધ નાખી મિક્સ કરીને 2-3 મિનિટ રહેવા દો. હવે એને સાફ ચહેરા પર લગાવીને લગભગ 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

2. બદામ અને મસૂર દાળ : તમે બદામને મસૂરની દાળમાં મિક્સ કાઇને એક એન્ટી-એજિંગ પેક બનાવી શકો છો. તે ત્વચાને યુવાન બનાવવાની સાથે ત્વચાના મૃત કોષોને પણ દૂર કરે છે અને અસમાન ત્વચાને પણ સમાન કરવામાં મદદ કરે છે. આ માટે તમારે 3 વસ્તુની જરૂર પડશે, જેમ ત્રણથી ચાર બદામ, એક ચમચી મસૂરની દાળ અને કાચું દૂધ.

આ પેક બનાવવા માટે ત્રણથી ચાર બદામ અને મસૂરની દાળને પીસીને પાવડર બનાવો. હવે આ પાવડરને કાચા દૂધમાં પલાળીને 2 મિનિટ માટે છોડી દો. હવે ચહેરાને સારી રીતે સાફ કરીને આ મિશ્રણને ચહેરા પર લગાવીને દસ-પંદર મિનિટ છોડી દો. હવે તેને ચહેરા પર મસાજ કરવાની સાથે ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તે એક પેકની સાથે સાથે સ્ક્રબ તરીકે પણ કામ કરશે.

3. બદામ અને કાચું દૂધ : જો તમારી પાસે કેસર કે મસૂરની દાળ નથી તો તમે બદામ અને કાચા દૂધનો પણ પેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. આ માટે ફક્ત 2 સામગ્રીની જરૂર પડશે. બે કે ત્રણ બદામ અને કાચું દૂધ અથવા મલાઈ.

વિધિ : આ માટે બદામને પીસીને મલાઈ અથવા કાચા દૂધમાં મિક્સ કરીને, લગભગ પાંચ મિનિટ પછી તેને ચહેરા પર લગાવીને 10 મિનિટ ચહેરા પર લગાવેલું રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

ખાસ નોંધ – જો તમારી ત્વચા ઓઈલી છે તો કાચા દૂધનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા શુષ્ક છે તો તેવી સ્ત્રીઓએ મલાઈને પ્રાધાન્ય આપવું જોઈએ. જો તમને ખીલ અને પિમ્પલ્સ હોય તો તમે તેમાં થોડી હળદર પણ ઉમેરો.

તો હવે તમે પણ બ્યુટી ટ્રીટમેન્ટમાં ખર્ચો કર્યા વગર આ રીતે તમારી ત્વચાને યુવાન અને સુંદર રાખી શકો છો. જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો, આવી જ બ્યુટી સબંધિત માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.