આ કેટલીક ખરાબ આદતો રક્ત પરિભ્રમણને અસર કરે છે, અંગ કામ ના કરવાનું કારણ બની શકે છે

bad habits affect blood circulation
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ક્યારેક શારીરિક તપાસ માટે ડોક્ટર પાસે ગયા હશો અને તે દરમિયાન તમે ઘણી વાર ડૉટરને કહેતા સાંભળ્યું હશે, કે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય ના હોવાને કારણે આ સમસ્યા થઈ રહી છે. આપણા આખા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે રક્ત પરિભ્રમણ ખુબ જ જરૂરી છે.

આખા શરીરમાં રક્ત ધમનીઓ દ્વારા રક્ત ફરે છે. તે યોગ્ય રીતે કામ કરે તે શરીરના દરેક અંગો માટે જરૂરી છે અને જો કોઈ કારણોસર રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય અથવા ધમનીઓમાં વચ્ચે કોઈ અવરોધ આવે તો તે શરીરમાં ઘણી સમસ્યાઓ થઇ શકે છે.

બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થવાને કારણે નખ નબળા પડવા, વાળ ખરવા, હથેળીઓ અને પગ ઠંડા પડવા અથવા સુન્ન થઇ જવા અને ડાયાબિટીસની સ્થિતિમાં ઘાવ જલદી થી ના ભરાવો વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.

આ જ બધા કારણ છે કે શરીરમાં લોહીના પરિભ્રમણને વધુ સારી રીતે જાળવી રાખવા પર ધ્યાન આપવું જરૂરી છે. જોકે આપણી કેટલીક ખરાબ આદતો છે જે રક્ત પરિભ્રમણને અસર કરી શકે છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે, તો આવો જાણીએ તેના વિશે.

ઓછું પાણી પીવાથી થઇ શકે છે સમસ્યા : પુખ્ત વયના લોકોને દરરોજ 3 થઈ 4 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં પાણીની ઉણપથી રક્ત પરિભ્રમણને અસર તો થાય જ છે પણ તેની સાથે સાથે બીજી પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે. તેથી સમયાંતરે પાણી પીતા રહો, તે તમને તમારા રક્ત પરિભ્રમણને સારું રાખવામાં મદદ કરશે.

સતત બેસી રહેવાની આદત છે નુકસાનકારક : ટેક્નોલોજી જેમ વધી રહી છે તેમ બધા કામ લેપટોપ અથવા કોમ્પ્યુટર પર થવા લાગ્યા છે. જેથી કરીને કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાની આદત પડી ગઈ છે, જે શરીર માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. આ આદતને કારણે સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ અસર કરી શકે છે. આ ખાસ કરીને પગમાં લોહીના પ્રવાહને અવરોધે છે.

જો તમારું કામ એવું હોય કે જેમાં બેસી રહીને કામ કરવાનું છે તો , તો દર અડધા કલાકે બ્રેક લો, પછી તમારી સીટ પરથી ઉભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરો, થોડું ચાલો અને હાથ પગ ખુલ્લા કરો અથવા ઊભા રહીને કોઈ બીજું કામ કરો. તે તમારા શરીરની માંસપેશીઓને લવચીક બનાવવાની સાથે યોગ્ય પરિભ્રમણ જાળવવામાં પણ તમારી મદદ કરે છે.

બ્લડ પ્રેશર અને શુગરને કંટ્રોલમાં રાખો : બ્લડપ્રેશર અને શુગર બંનેને કંટ્રોલમાં રાખવું જરૂરી છે તેમ છતાં કેટલાક લોકો આ બંને બાબતોમાં ઘણીવાર બેદરકારી દાખવે છે. અનિયંત્રિત સ્થિતિમાં આ બંને સમસ્યાઓ રક્ત પરિભ્રમણમાં અવરોધ પેદા કરી શકે છે.

તેથી ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ અને જે પણ પદ્ધતિ કહેવામાં આવી છે તે ચાલુ રાખો, આ સિવાય નિયમિતપણે ચેકઅપ કરાવો અને સ્વસ્થ જીવનશૈલી જીવો.

ધૂમ્રપાનથી હંમેશા દૂર રહો : ધૂમ્રપાનમાં મુખ્ય ઘટક નિકોટિન હોય છે. તે લોહીને જાડું તો કરે છે પણ તેની સાથે સાથે ધમનીઓની દિવાલોને પણ નુકસાન પહોંચાડે છે. ધુમ્રપાનને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકતો નથી. તેથી જો તમે રક્ત પરિભ્રમણને સારી રીતે રાખવા માંગતા હોય તો તરત જ સિગારેટ છોડો અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો.

આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો : લોહીનું પરિભ્રમણ સારું રાખવા માટે ઊંડા શ્વાસ લેવાની કસરત અથવા યોગા કરો. શક્ય હોય ત્યાં ભીડવાળી જગ્યા કરતા સુધી ખુલ્લા વાતાવરણમાં રહેવાની ટેવ પાડો. ફેફસાંમાં જેટલી સારી માત્રામાં ઓક્સિજન મળશે, રક્ત પરિભ્રમણ તેટલું જ સારું રહેશે. વધારે ફળો અને શાકભાજીને તમારા આહારમાં સમાવેશ કરો, માંસનું પ્રમાણ ઓછું કરો. વધુ પડતા મીઠું, તેલ- મસાલાથી દૂર રહો.

જો તમને પણ આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, તમને અહીંયા બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ અને હોમમાં ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.