શિયાળામાં 3 મહિના સુધી દરરોજ સવારે 2 ચમચી આ ફળનો રસ પીવો, આખું વર્ષ સ્વસ્થ રહેશો

amla juice benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની ઋતુ આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. હવે તમે વિચારતા હશો કે અમે આવું કેમ કહી રહ્યા છીએ પણ આપણે બંધ જાણીયે છીએ કે મોટાભાગના રોગો શિયાળામાં જ થાય છે. સામાન્ય શરદી હોય કે મોટી સમસ્યા સાંધાના દુખાવા વગેરે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે અમે આવું એટલે કહી રહ્યા છીએ કારણ કે શિયાળાની ઋતુમાં તમને એવી ઘણી બધી હેલ્ધી વસ્તુઓ મળે છે.

જો તમે આ વસ્તુઓનું સેવન કરો તો તે તમે પણ સ્વસ્થ રહી શકો છો. આ વસ્તુઓમાં લીલા શાકભાજીથી લઈને ફળો વગેરે પણ ખાસ કરીને આમળાનો સમાવેશ થાય છે.  જો શિયાળાના 3 મહિના સુધી તેનું સેવન કરવામાં આવે તો તમે આખું વર્ષ સ્વસ્થ રહી શકો છો.

જી હા આમળા એક એવું ફળ છે જે તેના ઔષધીય ગુણોને કારણે ખૂબ જ પ્રખ્યાત છે અને દરેક વ્યક્તિએ તેના જ્યુસનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓના આહારમાં તેનું વિશેષ સ્થાન હોવું જોઈએ કારણ કે તેમાં ફોસ્ફરસ, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કેરોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો ભરપૂર મળી આવે છે.

કદાચ આ જ કારણથી જ આમળાને 100 રોગોની દવા કહેવાય છે અને આમળાને અમૃત સાથે સરખાવવામાં આવે છે. ખાટા હોવાને કારણે દરેક વ્યક્તિને આમળા ખાવાનું પસંદ નથી કરતુ. પરંતુ તમે તેનો રસ કાઢીને પી શકો છો અને તેનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે.

આમળાનો રસ આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે કારણ કે દરરોજ નવશેકા પાણીમાં માત્ર 2 ચમચી આમળાનો રસ પીવાથી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. આમળાનો રસ વિટામિન સીથી ભરપૂર હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે શિયાળાની ઋતુમાં થતી શરદી અને ઉધરસને અટકાવે છે.

આ સિવાય આમળામાં હાજર એન્ટીઑકિસડન્ટ ગુણો શિયાળામાં પ્રદૂષણની અસરોથી રક્ષણ આપે છે. તેમાં વિટામિન E અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોવાથી ત્વચાને કોમળ અને ચમકદાર રાખે છે. આ સિવાય તમને વજનને નિયંત્રિત કરવામાં પણ આમળાનો જ્યુસ ફાયદાકારક છે.

હાડકાને મજબૂત બનાવે છે : જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણાં હાડકાં નાજુક અને જમોર બનતા જાય છે. પરંતુ તમે નિયમિત આમળાનો રસ પીવો છો તો તમારા હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો. આ રસને નિયમિતપણે પીવાથી ઓસ્ટિયોક્લાસ્ટ્સ થાય છે જે કોષો અને હાડકાં તોડવા માટે જવાબદાર છે અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

યુવાન ત્વચા માટે : જો તમે ચહેરા પર કુદરતી ચમક અને જુવાન ત્વચા ઇચ્છતા હોય તો દરરોજ આમળાના રસનું સેવન કરો અને જુઓ કે તમારી ત્વચા પર કેવી ચમક આવે છે. તેના એન્ટીઑકિસડન્ટ ગુણોને કારણે આ રસ ત્વચાની વધવાની ઉંમરને ધીમું કરે છે.

વૃદ્ધત્વના અન્ય ચિહ્નો જેવા કે ચહેરા પર કરચલીઓ, ફાઇન લાઇન્સ અને ઉંમરના પ્રમાણે થતા ડાઘને થતા અટકાવે છે. તેના સેવનથી ત્વચામાં એક કુદરતી ચમક આવે છે. આમળા શરીરને અંદરથી ડિટોક્સ કરે છે અને તમને તાજી, યુવાન, સ્વસ્થ અને ચમકતી ત્વચા આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે : આમળામાં રહેલું વિટામિન સી તમને બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે. આમળાનો રસ પીવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેના કારણે આપણે બીમારીઓથી દૂર રહીએ છીએ. આટલું જ નહીં આમળા શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરીને તમે શરદી-ઉધરસ, અલ્સર અને પેટના ઈન્ફેક્શનથી દૂર રાખે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે ત્યારે કડવી વસ્તુઓ હંમેશા કામ આવે છે. મોટાપા ધીમી અથવા સુસ્ત ચયાપચયને કારણે ઘણી વખત વધે છે પરંતુ આમળાનો રસ પીવાથી તમારા પાચનમાંથી મુક્ત રેડિકલ અને ઝેરી પદાર્થોને બહાર કાઢીને તમારા ચયાપચયને સ્વસ્થ અને સક્રિય રાખવામાં મદદ કરે છે. જે વજન વધવાને કારણે એટલે પેટનું ફૂલવું અને ભારેપણુંની સમસ્યાઓથી રાહત આપે છે જે ઘણીવાર વ્યક્તિને જાડાપણું મહેસુસ કરાવે છે.

પીરિયડ્સમાં ફાયદાકારક : આમળામાં રહેલા કેટલાક મિનરલ્સ અને વિટામિન્સ પીરિયડ્સમાં થતા ખેંચાણને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય મહિલાઓને પીરિયડ્સમાં ઘણી બધી સમસ્યા જેમ કે અનિયમિત પીરિયડ્સ, પેટ અને કમરમાં દુખાવો, વધુ પડતો રક્તસ્ત્રાવ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સ્થિતિમાં આમળાનો રસ ખૂબ ફાયદાકારક છે. જો દરરોજ આમળાનો રસ પીવામાં આવે તો તેમાં રહેલા વિટામીન અને મિનરલ્સ પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી છુટકારો આપી શકે છે.

આટલું જ નહીં આમળાનો રસ પીવાના બીજા પણ ઘણા ફાયદા છે. તે તમારા વાળ, હૃદય, ડાયાબિટીસ અને આંખો માટે પણ ફાયદાકારક છે. આમળાનો રસ પીવાના આટલા બધા ફાયદાઓ જાણીને કદાચ તમે પણ આજે જ તેનું સેવન કરવાનું ચાલુ કરી દેશો.