આયુર્વેદનું સંજીવની અને ઔષધીય ગુણોનો ભંડાર છે એલોવેરા અને તેનો ઉપયોગ ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તમે લોકોના મોઢેથી અથવા ક્યાંક બુકમાંથી જાણ્યું જ હશે અથવા તેના વિશે આવી ઘણી વાતો સાંભળી હશે. એલોવેરા એક ઔષધીય છોડ છે જેના ફાયદા આજે દરેક લોકો જાણે જ છે.
સ્વામી રામદેવ પણ એલોવેરાને આયુર્વેદની સંજીવની માને છે. સ્કિન કેરથી લઈને વાળની સુંદરતા વધારવામાં અને ઘા રૂઝાવવાથી લઈને પેટની સમસ્યાઓ સુધી, એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જ્યુસ પીવાથી શરીરમાં થનારી પોષકતત્વોની ઉણપને પૂરી કરી શકાય છે.
તેમાં એમિનો એસિડની માત્રા ભરપૂર હોય છે અને વિટામિન 12ની હાજરીને કારણે ઇમ્યુનીટી મજબૂત રહે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શું એલોવેરા સ્વાસ્થ્ય માટે ખરેખર સારું છે? શું આપણે સ્વસ્થ રહેવા માટે એલોવેરા જ્યુસ પીવો જોઈએ?
આવા કેટલાક પ્રશ્નોના જવાબો છે કે એલોવેરા આપણને ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે, તે એન્ટી-ઓક્સિડન્ટ છે, જે ઇમ્યુનીટી મજબૂત બનાવીને શરીરમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. તેમાં રહેલા ફાઈટોન્યુટ્રિઅન્ટ્સને કારણે તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવામાં રાહત આપે છે : જો તમે સાંધાના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો તાજા એલોવેરા જેલ લઈને તમારા સાંધા પર દુખાવો થાય છે તે જગ્યા પર લગાવો. તમને દુખાવામાંથી જલ્દી રાહત મળશે. તેથી જ્યારે તમને સાંધાનો દુખાવો લાગે ત્યારે એલોવેરા જેલ જરૂર લગાવો .
ઘા ભરવા માટે : એલોવેરાથી નાના મોટા ઘા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓથી ઝડપથી મટી જાય છે. એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ સિવાય તેમાં મિનરલ્સ વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ત્વચાની બળતરા અને લાલ ચકામામાં રાહત મળે છે.
મોટાપાથી છુટકારો મેળવવા : જો તમે પણ વર્કઆઉટ કરીને અને ડાયટ ચાર્ટ ફોલો કરીને કંટાળી ગયા છો અને વજન ઓછું નથી થયું તો એલોવેરા જેલ લો. આ દવા તમને કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરશે, આ માટે રોજ એલોવેરા જ્યુસ પીવો, તેનાથી એનર્જી લેવલ વધે છે અને વજન કંટ્રોલમાં રહે છે.
આંખોની જલન દૂર કરવા : આજકાલ કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી કામ કરવાથી અને સતત ટીવી જોવાથી કે પૂરતી ઉંઘ ન લેવાથી આંખની સમસ્યા થાય છે. તો આવી સ્થિતિમાં એલોવેરા જેલ આંખો પર લગાવવાથી આંખોને આરામ મળે છે અને જલનથી પણ છુટકારો મળશે.
પાચન સુધારવા માટે : એલોવેરા જ્યુસ પીવાથી પેટના ઘણા રોગો દૂર રાખી શકાય છે, એવી જ રીતે તે પાચનને પણ મજબૂત બનાવે છે. તેનું રોજ સેવન કરવાથી અપચો, અલ્સર અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ દૂર રહે છે.
સ્ટ્રેચ માર્ક દૂર કરો : મોટાપા અને ગર્ભાવસ્થાના કારણે મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સ થઇ જાય છે જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે તો આવી સ્થિતિમાં એલોવેરા જેલ ઉપયોગી સાબિત થાય છે. સ્ટ્રેચ માર્કસને હળવા કરવા માટે દરરોજ સવારે એલોવેરા જેલથી મસાજ કરવાથી તમારા સ્ટ્રેચ માર્ક્સને ઘણી હદ સુધી ઘટાડે છે.
સાઇનસને રાખે દૂર : સાઇનસની સમસ્યા પુરૂષો કરતાં મહિલાઓમાં વધારે હોય છે અને શિયાળામાં આ સમસ્યા ઘણી હદ સુધી વધી જાય છે. તો આવી સ્થિતિમાં દવા લેવી તમારી મજબૂરી બની જાય છે. પરંતુ જો તમે એલોવેરાનું સેવન કરો છો તો તમે સાઇનસની સમસ્યાને દૂર રાખી શકો છો.
અમને આશા છે કે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને આવી જ માહિતી ઘરે બેઠા જાણવા અને વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, કારણ કે અહીંયા તમને કિચન ટિપ્સ, હેલ્થ ટિપ્સ, યોગા ટિપ્સ અને આહાર સબંધીત માહિતી મળતી રહેશે.