એસીડીટી જિંદગીમાં થશે જ નહિ બસ ખાલી આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

acidity ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર વધતી ઉંમર અને બેઠાડુ જીવનમાં મહિલાઓ એસિડિટીની સમસ્યા થાય છે. રોજના કામની દોડધામમાં અને ખરાબ આહારને કારણે પણ એસિડિટી થઇ જાય છે. એસિડિટી થવાના ઘણા કારણો છે જેમ કે કબજિયાતની સમસ્યા, દારૂ પીવો, સિગારેટ પીવી, ચરબીયુક્ત ખોરાક ખાવો, સોડા વગેરે જેવી વસ્તુઓથી એસિડિટીની સમસ્યા થાય છે.

ખાવા પીવામાં ખલેલ પહોંચવું જેમ કે અતિશય આહાર ખાઈ લેવો અથવા ખાલી પેટને કારણે પણ એસિડિટી થઈ શકે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓને પણ એસિડિટીની સમસ્યા રહેતી હોય છે. એસિડિટી થવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. એસિડિટી વધી જવાથી મહિલાઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો જલ્દી જ તમને આ સમસ્યામાંથી છુટકારો મળી જશે. એક રિસર્ચ મુજબ ફ્રાય અને સ્પાઈસી ફૂડ ખાવાથી શરીરમાં તાપમાન વધી જાય છે જેનાથી બળતરા થાય છે. આ જ કારણ છે કે આ બધા ફૂડ એસિડિટીનું કારણ બની શકે છે.

અહીંયા ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે તો તેથી બધાને અલગ સમસ્યાઓ થઈ શકે છે અને તેથી જરૂરી છે કે તમે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમારી દિનચર્યા અને જીવનશૈલીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરો.

1 એક્ટિવ લાઇફસ્ટાઇલ અપનાવો : જો તમે તમારા રોજિંદા જીવનમાં સક્રિય રહો તો તમે એસિડિટી પર ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છો. સવારે ચાલવા જવું, વ્યાયામ કરવું, નાના મોટા કામ તમારી ફિજિકલ એક્ટિવિટીને જાળવી રાખે છે જેના કારણે તમારી પાચન પ્રક્રિયા સારી રહે છે. જો તમે આખો દિવસ બેસીને કામ કરો છો તો તમારા માટે સવાર અને સાંજ સક્રિય રહેવું ખૂબ જરૂરી છે. આનથી તમે એસિડિટીથી બચી શકો છો.

2 તળેલા ખોરાકથી દૂર રહો : તળેલી વસ્તુઓ, મસાલેદાર અને વધારે મીઠાવાળી અથવા ખાટા ખાદ્યપદાર્થો જેમ કે અથાણું જેવી વસ્તુઓ સરળતાથી પચતી નથી. જો તમારો મોટાભાગનો સમય ઘરે બેસીને કામ કરવામાં પસાર થાય છે તો આ બધી વસ્તુઓ ખાવાથી તમને વધારે તકલીફ થશે.

આ સ્થિતિમાં થોડી માત્રામાં તેલ-મસાલાવાળી વસ્તુઓ તમારા માટે સારી છે, જે તમારા પેટને પચવામાં વધારે મુશ્કેલ નહીં બનાવે. જ્યારે પણ તમે તળેલો ખોરાક ખાઓ છો તે પછી પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી ખોરાક લેતા રહો. આનાથી તમારી પાચન પ્રક્રિયા સારી રહેશે.

3 એસિડિટીમાં આ ખોરાક ખાવાથી મળશે રાહત : જો એસિડિટી વધારે પડતી વધી ગઈ છે તો તમારે રાહત મેળવવા માટે તમારા ભોજનમાં તુવેર, જવ, ઘઉં, કોળું, પરવળ, પાકેલા કેળા, પપૈયા, આમળા, દાડમ, દૂધ, મધ અને ખાંડ જેવી વસ્તુઓ લેવી જોઈએ. એ વાત પર ધ્યાન આપો કે તમે કોઈ પણ વાતમાં વધારે પરેશાન તો નથી થઈ રહ્યા ને. કોઈ પણ વાતની ચિંતા અને તણાવથી પણ તમારી સમસ્યા વધી શકે છે.

4 સવારનો નાસ્તો કરવાનું ના ભૂલો : ઘણીવાર મહિલાઓ ઘરના કામોને લીધે સવારે નાસ્તો મોડો કરે છે અથવા ખાલી પેટ રહે છે. જેના કારણે એસિડિટી થાય છે. સવારે નાસ્તો યોગ્ય સમયે કરવાનો પ્રયત્ન કરો જેથી દિવસભર તમારું એનર્જી લેવલ જળવાઈ રહે અને તમને એસિડિટીથી પણ છુટકારો મળી જશે.

5 યોગથી એસિડિટીમાં રાહત મળશે : એસિડિટીથી રાહત મેળવવા માટે એક સાથે વધારે પડતો ખોરાક ના ખાવો જોઈએ. જમ્યા પછી થોડું ચાલવાનું રાખો, તેનાથી રાહત મેળવવા માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે.

પવનમુક્તાસન, વજ્રાસન, નૌકાસન, સૂર્ય નમસ્કાર, શવાસન, ભુજંગાસન, ભ્રામરી પ્રાણાયામ તણાવથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક યોગાસન છે. જો તમને આ તમને ગમ્યો છે તો આવા જ વધારે લેખો વાંચવા માટે રોયનીદુનિયા સાથે જોડાયેલા રહો.