એસિડિટી એક એવી સમસ્યા છે કે દરેક વ્યક્તિ ક્યારેક તેની ઝપેટમાં આવૈ જ જાય છે. ખાલી પેટે મસાલેદાર ખોરાક, ચા અને કોફીનું સેવન અને તળેલા ખોરાકના સેવનથી એસિડિટી થાય છે. આ ઉપરાંત જ્યારે ભોજનનો સમય ચોક્કસ ન હોય ત્યારે પણ વ્યક્તિ એસિડિટીનો શિકાર બને છે.
સ્વાસ્થ્યની આ સમસ્યામાં ગળાના નીચેના ભાગમાં જેને મેડિકલ ભાષામાં અન્નનળી કહેવામાં આવે છે, તેમાં બળતરા અને પીડાનો સામનો કરવો પડે છે. ડોક્ટર્સનું કહેવું છે કે એસિડિટીના કારણે પેટમાં એટલું એસિડ બને છે કે રેઝર બ્લેડને કાટ કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે કલ્પના કરી શકો છો કે પેટના નાજુક અંગોને કેટલું નુકસાન થયું હશે.
જો તમે એસિડિટીથી બચવા માંગતા હોવ તો તમારે તમારી જીવનશૈલીને નિયમિત બનાવવી જરૂરી છે. તમારે તમારા આહારમાં સુધારો કરવાની અને વર્કઆઉટ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. આજે અમે તમને એસિડિટીથી બચવા માટેના આવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જે ખરેખર ખૂબ જ ફાયદાકારક છે.
જો તમને વારંવાર એસિડિટી થવાની સંભાવના હોય, તો તમારે ચા અને કોફી જેવા કેફીનયુક્ત પદાર્થોનું સેવન ટાળવું જોઈએ. 1) ખાલી પેટે 1 સફરજન ખાઓ: એસિડિટીના દર્દીઓ માટે ખાલી પેટ સફરજન ખાવું ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપાય તમે એક દિવસ અજમાવી જુઓ અને પરિણામ તમે જાતે જોઈ શકશો.
સફરજનમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, પોષક તત્વો, પોલિફીનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે જે પેટમાં એસિડ બનવાથી રોકે છે. જો તમને સફરજન ન ગમતું હોય તો તમે તેને નાના-નાના ટુકડા કરીને દહીં સાથે ખાઈ શકો છો. સમયાંતરે એક વાર ખાવાનું રાખો, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું કે ભૂખ્યા હોય ત્યારે કંઈ ન ખાવું એ પણ સીધું એસિડિટીને આમંત્રણ આપે છે.
એટલા માટે તમારે દર 2 થી 3 કલાકે કંઈક ખાવું જોઈએ. જો તમે બહાર જાઓ છો, તો તમારી બેગમાં ફળો, સલાડ અથવા શેકેલા ચણા અને મખાના જેવી વસ્તુઓ રાખો. તમને જાનવબી દઈએ કે જ્યારે પેટ ભરાઈ જાય છે, ત્યારે એસિડ ઉત્પન્ન થતો નથી.
2) ફુદીનો કે વરિયાળી નાખીને પાણી પીવો: એસિડિટી ન થાય તે માટે આપણે દરેક પગલા પર સાવચેત રહેવાની જરૂર છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારે ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી જ પીવું જોઈએ. જ્યારે ફુદીનાની સિઝન હોય ત્યારે ઉકાળેલા પાણીમાં થોડાં ફુદીનાના પાન ઉમેરો અને પાણી ઠંડું થાય પછી ધીમે-ધીમે પીવો.
આ સિવાય વરિયાળીને પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી તેને ગાળીને પી લો. આ પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. 3) મૂળા તરત રાહત આપે છે: મૂળા એક એવી વસ્તુ છે જે એસિડિટીથી તરત રાહત આપે છે. જો તમને એસિડિટી થઈ રહી હોય તો તમે સંચળ અને કાળા મરી નાખીને મૂળા ખાઓ, તમને થોડી જ વારમાં આરામ મળશે.
જો તમે ઈચ્છો તો મૂળામાં ત્રિફળા પાવડર ઉમેરીને ખાઈ શકો છો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.