કોલ્ડ્રિંક્સ પીવાથી આપણા શરીરમાં શું થાય છે તે જાણીને ચોંકી જશો

કોલ્ડ્રિંક્સ એક એવી વસ્તુ છે જે આપણે અવાર નવાર પીતા હોઇએ છીએ. આપણે ઉનાળામાં કે કોઈ નાં ઘરે મહેમાન તરીકે ગયા હોય તો તમને કોલ્ડ્રિંક્સ આપતા હોય છે. પણ તમેં જાણતા નહિ હોય કે આ કોલ્ડ્રિંક્સ તમારા માટે કેટલી નુકશાન કારક સાબિત થાય છે.  કોલ્ડ્રિંક્સ કોઈ પણ કંપનીની હોય કે કોઈ પણ પ્રકારની હોય પરંતુ આપણા શરીર માટે હાનિકારક જ હોય છે.

તેમ છતાં પણ કોલ્ડ્રિંક્સ નું સેવન આજકાલ ઝડપથી વધી રહ્યું છે. ટીવી પર દેખાડવામાં આવતી જાહેરાત અને પોતાની આજુબાજુમાં કોલ્ડ્રિંક્સ પીવાવાળી વ્યક્તિઓને જોઈને, કોઈપણ વ્યક્તિના મનમાં કોલ્ડ્રિંક્સ પીવાની ઈચ્છા થઈ જાય છે અને મોટાભાગે લોકો ગરમીની ઋતુમાં પોતાની તરસ છીપાવવા અને શરીરને ઠંડક આપવા માટે પિતા હોય છે.

પરંતુ કોલ્ડ્રિંક્સમાં કાર્બોહાઈડ્રેટ વોટર, સુગર, હાર્મફૂલ એસિડ અને આર્ટિફિશિયલ કલર ખૂબ જ માત્રામાં હોય છે. જે આપણા શરીરને ઠંડક આપવાના બદલે પેટમાં એસિડ ની માત્રા અને સુગર લેવલ ઝડપથી વધારી દે છે. જે લોકો કોલ્ડ્રિંક્સ પીવે છે તે લોકોને ખબર પણ નથી હોતી કે તેમના સ્વાસ્થ્યમાં થયેલી તકલીફોનું કારણ માત્ર ને માત્ર કોલ્ડ્રિંક્સ પણ હોઈ શકે છે.

આટલા ખરાબ તત્વ તેમાં હોવાથી તે પીવાના પાંચ મિનિટમાં જ પોતાની અસર આપણા શરીરમાં કરવા લાગે છે. ચાલો  જાણીએ કોલ્ડ્રિંક્સ પીવાતા એક કલાકમાં આપણા શરીરમાં શું થાય છે. કોલ્ડ્રિંક્સ પીવું એ ખાંડ ખાવા બરાબર જ હોય છે. કેમકે ૩૦૦થી ૩૫૦ ml ની એક બોટલમાં ૩૦ થી ૪૦ ગ્રામ શુગર હોય છે.

તેથી આપણે જ્યારે એક ગ્લાસ કોલ્ડ્રિંક્સ પીએ છીએ ત્યારે માત્ર પાંચથી દસ મિનિટમાં ૧૦-૧૨ ચમચી સુગર આપણા શરીરમાં જાય છે. જે આપણા શરીરમાં ગ્લૂકોઝને માત્ર એટલો વધારે છે એટલું જ આપણે એક દિવસ માટે જરૂરી હોય છે. સામાન્ય રીતે આટલી ગળી વસ્તુ આપણે ખાઈ શકતા નથી કારણ કે એક સાથે આટલું ગળ્યું ખાવાથી તરત જ પેટ ભરેલું લાગવા માંડે છે.

જો આપણે એક સાથે દસ ચમચી ખાંડ ખાઈએ તો શરીરમાં ગભરામણ થાય છે અને ઉલટી કરવાનું મન થાય છે. પરંતુ કોલ્ડ્રિંક્સ મા આટલી ખાંડ હોવા છતાં આપણને એવું કંઈ નથી થતું, કેમ કે કોલ્ડ્રિંક્સમાં ખૂબ વધારે માત્રામાં ફોસ્ફરિક એસિડ ભેળવેલું હોય છે. જે તેનું ગળપણ ઓછું કરવાનું કામ કરે છે.

કોલ્ડ્રિંક્સ પીવાના ૧૫-૨૦ મિનિટ પછી આપણા શરીરમાં શુગરની માત્રા ખૂબ જ ઝડપથી વધી જાય છે. જેનું પાચન કરવા માટે ઇન્સ્યુલિન નો પ્રવાહ પણ વધી જાય છે. એક સાથે થતી આ પ્રક્રિયાને આપણું લીવર સંભાળી શકતું નથી તેથી આપણું શરીર વધેલા સુગરને બચાવવાના બદલે ચરબીમાં રૂપાંતર કરવા લાગે છે.

કોલ્ડ્રિંક્સ માં સિગારેટ, ચા અને કોફી ની જેમ કેફિન પણ હોય છે. જે કોલ્ડ્રિંક્સ પીવાના ૩૦-૪૦ મિનિટ પછી આપણા શરીરમાં પૂરેપૂરું ભળી જાય છે. કેફીનના કારણે કોલ્ડ્રિંક્સ પીવાથી પણ ઊંઘ ઊડી જાય છે અને આળસ ગાયબ થઈ જાય છે અને આપણા મગજને પહેલાં કરતાં વધારે સ્ફૂર્તિ લાગે છે. આ પીવાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર પણ વધી જાય છે જેને કંટ્રોલ કરવા માટે આપનું લેવલ વધારે માત્રામાં શુગર છોડવા લાગે છે.

કોલ્ડ્રિંક્સ પીવાના ૫૦ મિનિટ પછી આપણા શરીરમાં મગજ ખુશ રાખવા વાળું કેમિકલ્સ ડોપામાઇનની માત્રા ખૂબ જ વધવા લાગે છે જેનાથી આપણને એક પ્રકારની ખુશીનો અહેસાસ થાય છે. આ ખુશી એ પ્રકારની છે જે આપણને કોઈ વ્યસન કે નશો કરવાથી થાય છે. તેથી આપણું મગજ વારંવાર એ વસ્તુ પીવા માટે મજબૂર કર્યા કરે છે અને ધીરે ધીરે તેની આદત પડી જાય છે.

કોલ્ડ્રિંક્સ પીવાના એક કલાક પછી તેમાં રહેલું ફોસ્ફરીક એસિડ પોતાની અસર કરવાનું ચાલુ કરી દે છે અને શરીરમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ એક ઝીંક જેવા જરૂરી પોષક તત્વોને આપણા શરીરમાં આંતરડામાં ધકેલવા લાગે છે.  જેના કારણે કોલ્ડ્રિંક્સ પીવાના એક કલાક પછી પેશાબ કરવા જવું જ પડે છે અને તેથી આપણા શરીરમાંથી જરૂર કરતા વધારે માત્રામાં પાણી બહાર નીકળી જાય છે.

કોલ્ડ્રિંક્સ માં કેફીન અને ફોસ્ફરિક એસિડ ની માત્રા વધારે હોવાથી તેને પીવાથી આપણા શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વોની ઉણપ થવા લાગે છે અને તેના કારણે હાડકાં અને માસપેશીઓ કમજોર પડવા લાગે છે. પોષક તત્વોમાં એક સાથે આટલી બધી ઉણપ થવાના કારણે એક કલાક પછી આપણું શરીર થાકેલું અનુભવાય છે અને શરીરમાં પાણી સુકાઈ જવાના કારણે આપણું શરીર હાઇડ્રેટ થઇ જાય છે.

થોડું વિચારો તરસ છીપાવવા વાળી કોલ્ડ્રિંક્સ કેવી રીતે આપણા શરીરને સૂકવી નાખે છે. કોલ્ડ્રિંક્સ થી લઈને સોફ્ટ ડ્રીંકસ બનાવવામાં કોઈપણ પ્રકારના પ્રાકૃતિક ફળોનો ઉપયોગ નથી થતો. તેથી જ પોષક તત્વો ની દ્રષ્ટિએ જોઈએ તો તેની અંદર એવું કઈજ નથી જે આપણા શરીરને ફાયદો કરે.

દાંત અને હાડકા ની કમજોરી, ડાયાબિટીસ, પેટમાં અલ્સર, એસિડિટી, ફેટી લીવર અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ કોલ્ડ્રિંક્સનું સેવન કરવાથી થઇ શકે છે.તેમ છતાં ઘણા લોકો તેને શોખથી પીવે છે. અને જે લોકોને તેની આદત પડી જાય છે તે કોલ્ડ્રિંક્સ વગર નથી રહી શકતા.

કોલ્ડ્રિંક્સ ખરીદવું એ બીમારી ખરીદવા બરાબર જ છે. તેને સિગરેટ અને ચા કોફીની જેમ એક હાનિકારક પદાર્થ ગણવો જોઈએ. કેમ કે એનાથી આપણા શરીરની સાથે સાથે મગજ પર પણ ખરાબ અસર પડે છે. જે લોકો શરાબ સાથે કોલ્ડ્રિંક્સ લેછે તે લોકોને લીવર સીરોસીસ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. કારણ કે કોલ્ડ્રિંક્સ માં રહેલા કેમિકલ્સ શરાબ ની અસર ને વધારે છે.

દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે પોતાની પસંદગીની વસ્તુ ખાય. પરંતુ સ્વાદમાં સારી લાગતી વસ્તુ આપણા શરીર માટે કેટલી સારી છે તે જાણવું ખૂબ જરૂરી હોય છે. અને વધારે માત્રામાં ખાવા માટે યોગ્ય વસ્તુ ની પસંદગી કરવી ખૂબ જરૂરી હોય છે. તેથી કોશિશ કરીએ પીવા માટે ફળોનો રસ અને દૂધ જેવી વસ્તુઓનું સેવન કરીએ. ચા-કોફી અને કોલ્ડ્રિંક્સ બની શકે તો બંધ કરીએ.

અહિયાં જણાવેલી માહિતી ઈન્ટરનેટ અને પુસ્તકોને આધીન છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા પહેલા તેની ચોક્કસ માહિતી લઈ લેવી જરૂરી છે.