મસાલા પીનટ ચાટ બનાવવાની રીત

શું તમે પણ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પીનટ ચાટ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને મસાલા પીનટ ચાટ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

મગફળી – 300 ગ્રામ
સમારેલી ડુંગળી – 2
સમારેલી કાકડી – 1
સમારેલા ટામેટાં – 2
સમારેલા લીલા મરચા – 3 થી 4
સમારેલી કોથમીર
ચાટ મસાલો – 2 ચમચી
કાશ્મીરી લાલ મરચું પાવડર – 1/2 ચમચી
કાળું મીઠું – 1/2 ચમચી
સ્વાદ મુજબ મીઠું
લીંબુનો રસ – 2 ચમચી

મસાલા પીનટ ચાટ

  • હેલ્ધી અને ટેસ્ટી પીનટ ચાટ બનાવવા માટે ગેસ પર એક પેન મૂકો, તેમાં તેલ ઉમેરીને ગરમ કરો. તેલ મગફળી ડૂબે એટલું જ હોવું જોઈએ. જ્યારે તેલ થોડું ગરમ ​​થઈ જાય, ત્યારે તેમાં 300 ગ્રામ મગફળી નાખીને મધ્યમ આંચ પર સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે તળો. મગફળી સોનેરી થઈ જાય પછી ગેસ બંધ કરો અને તળેલી મગફળીને પ્લેટમાં કાઢી લો.
  • એક પહોળો બાઉલ લો, તેમાં 5 ચમચી બારીક સમારેલી ડુંગળી, 3 ચમચી બારીક સમારેલા ટામેટા (ઉપયોગ કરતા પહેલા બીજ કાઢી લો), 5 ચમચી બારીક સમારેલી કાકડી, બારીક સમારેલ લીલું મરચું અને બારીક સમારેલી કોથમીર ઉમેરો.
  • 2 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી કાળું મીઠું, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
  • હવે શેકેલી મગફળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • હવે તમારી મસાલા પીનટ ચાટ તૈયાર છે.

જો તમને અમારી રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પીનટ ચાટ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.