ન તો માવો કે ન તો ખાંડની ચાસણી, ચણાની દાળની બરફી બનાવવાની પરફેક્ટ રીત

ચણાની દાળ બરફી ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ મીઠાઈ છે. તેને બનાવવા માટે તમારે માવા કે ચાસણીની જરૂર નથી. જો તમે ચણાની દાળને પહેલેથી પલાળેલી હોય અને તમે થોડી સરળ મીઠાઈ બનાવવા માંગો છો, તો તમે આ મીઠાઈને માત્ર થોડી સામગ્રીમાં બનાવી શકો છો. આ મીઠાઈની સૌથી ખાસ વાત એ છે કે તે ઝડપથી બગડશે નહીં, એકવાર તમે તેને બનાવી લો તો તમે તેને એક અઠવાડિયા સુધી ખાઈ શકો છો.

મારા પર વિશ્વાસ કરો, આ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, જો તમે મહેમાનોને આ મીઠાઈ પીરસશો તો તેઓ માનશે નહીં કે આ ચણાની દાળમાંથી બનેલી મીઠાઈ છે. નીચે આપેલ રેસિપીને ધ્યાનથી વાંચો અને તમારે આ રીતે બરફી બનાવવાનો પ્રયાસ કરવો જ જોઈએ.

સામગ્રી

  • પલાળેલી ચણાની દાળ – 1 કપ
  • ગરમ કરેલું દૂધ – 1 કપ
  • દૂધ મલાઈ – 2 ચમચી
  • ખાંડ – 150 ગ્રામ
  • ઈલાયચી પાવડર – 1/2 ટીસ્પૂન
  • ફૂડ કલર (વૈકલ્પિક) પીળો રંગ
  • દેશી ઘી – 1 ચમચી
  • કેટલાક ડ્રાયફ્રુટ

બરફી બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાની દાળને 4 થી 5 કલાક પલાળીને રાખો જેથી દાળ સારી રીતે ફૂલી જાય. દાળ ફૂલી જાય પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. હવે એક કઢાઈને ગેસ પર મૂકો અને તેમાં પલાળેલી ચણાની દાળ અને એક કપ દૂધ ઉમેરો, પછી કઢાઈને ઢાંકણથી ઢાંકી દો અને દાળને 10 થી 12 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.

દાળ રાંધ્યા પછી ગેસ બંધ કરીને તેને ઠંડી થવા માટે રાખો. આ પછી આખી દાળને મિક્સર જારમાં નાખીને જીણી પીસી લો.

આ પણ વાંચો: માવા કે મિલ્ક પાવડર વગર માત્ર 10 મિનિટમાં સોજીની સોફ્ટ બરફી બનાવવાની રીત

હવે એજ કઢાઈમાં,દાળ અને મલાઈની પેસ્ટ બે તૃતીયાંશ કપ ખાંડ નાખીને મધ્યમ તાપ પર બરફીને 8 થી 10 મિનિટ સુધી સરખી રીતે હલાવતા રાંધો. ધ્યાન રાખો કે બરફીને સરખી રીતે હલાવતા રહો જેથી તે કઢાઈનાં તળિયે બળી ન જાય.

આ પછી બરફીમાં અડધી ચમચી પીળો ફૂડ કલર, અડધી ચમચી ઈલાયચી પાવડર મિક્સ કરો. આ પછી, બરફીમાં 2 ચમચી દેશી ઘી ઉમેરો અને બરફીને વધુ 3 થી 4 મિનિટ માટે એટલે કે જ્યાં સુધી બરફી કઢાઇની તળિયેથી છૂટી ન પડે ત્યાં સુધી પકાવો.બરફી રાંધ્યા પછી હવે તમારા હાથમાં થોડી બરફી લો અને એક બોલ બનાવો અને ચેક કરો કે બરફી તમારા હાથ પર ચોંટતી નથી તો બરફી તૈયાર છે.

હવે બરફી સેટ કરવા માટે, મોલ્ડ અથવા પ્લેટને બટર પેપર અને તેલથી ગ્રીસ કરો. પછી તેમાં બરફી નાંખો અને તેને સરખી રીતે સેટ કરો, ત્યાર બાદ ઉપર કેટલાક ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ (કાજુ બદામ પિસ્તા) થી ગાર્નિશ કરો.

હવે બરફીને પંખાની હવામાં 15 થી 20 મિનિટ સુધી રાખો જેથી કરીને બરફી જામી જાય. બરફી સેટ થઈ ગયા પછી તેને તમારી પસંદગી મુજબ છરીથી નાના ટુકડા કરી લો. તો ચણાની દાળની સ્વાદિષ્ટ બરફી તૈયાર છે તમે બરફી તરત જ ખાઈ શકો છો અથવા તો એક અઠવાડિયા સુધી તેનો સ્વાદ માણી શકો છો અને જો ઘરે મહેમાનો આવ્યા હોય તો તમે તેમને પણ આ બરફી પીરસી શકો છો.