ઉનાળામાં વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 પીણાં પીવાનું શરુ કરો ઝડપથી વજન ઘટશે

weight loss drinks in summer
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં, આપણે ઘણી બધી કેલરી ખાઈએ છીએ અને ધીમે ધીમે વજન વધી જાય છે, પરંતુ ઉનાળો આવતાની સાથે આ વધેલું વજન ઘટાડવાનું મન થવાનું લાગે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો વધુ પડતી કસરત કર્વક લાગે છે અને ડાઈટ ફોલો કરવા લાગે છે, જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે વજન ઓછું કરી શકે.

શું તમે જાણો છો કે તમારા આહારમાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સનો સમાવેશ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો? હા, આવા 6 ઉનાળુ પીણાં છે, જેમાં કેલરી ઓછી હશે અને તે હેલ્ધી અને ટેસ્ટી પણ હશે. આ તમારા સ્વાદની સાથે તમારી વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

લાઇફસ્ટાઇલ કોચ અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સ્નેહલ અલસુલેએ ઇન્સ્ટાગ્રામ પર આવા પીણાં વિશે શેર કર્યું છે. આ ઉનાળાના હેલ્દી પીણાંમાં કેલરી ઓછી હોય છે, હેલ્ધી, ટેસ્ટી અને પેકેજ્ડ અથવા કાર્બોનેટેડ પીણાં કરતાં વધુ સારા હોય છે.

નાળિયેર પાણી : નાળિયેર પાણીમાં પોટેશિયમ અને ઉચ્ચ બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે, જે શરીરમાં મેટાબોલિક રેટમાં સુધારો કરે છે, સ્નાયુઓને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તેથી, દિવસમાં 1 થી વધુ વાર નારિયેળ પાણી પીવાથી શરીર તાજું રહેશે અને વજન ઘટાડવામાં મદદ કરશે.

શેરડીનો રસ : આમ વર્કઆઉટ પછી હાઇડ્રેશન માટે જરૂરી મહત્વપૂર્ણ ખનિજો પણ છે. આ ખનિજોમાં કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, આયર્ન અને પોટેશિયમનો સમાવેશ થાય છે. તેથી, શેરડીનો રસ વર્કઆઉટ પછી એનર્જી માટે ઉત્તમ વિકલ્પ છે. શેરડીનો રસ વજન ઘટાડવા માટે નથી, પરંતુ તેના ફાયદા ઘણા છે. તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેથી તમે વધારે ખાવાથી બચી શકો છો.

છાશ : છાશ પ્રોટીન, વિટામિન્સ અને ઘણા ખનિજોથી ભરપૂર છે પરંતુ કેલરી અને ચરબી ઓછી છે. છાશ પીવાથી આપણે હાઇડ્રેટેડ અને ઊર્જાવાન રહીએ છીએ. તે આપણને ભરપૂર અનુભવ કરાવે છે, આમ જંક ફૂડના બિનજરૂરી સેવનને ઘટાડે છે. જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ એક સારું પીણું છે.

તરબૂચ: તરબૂચમાં 90% વજન પાણી હોય છે, જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તો તે ખાવા માટેનું એક શ્રેષ્ઠ ફળ છે. 100 ગ્રામ સર્વિંગમાં માત્ર 30 કેલરી હોય છે. તે આર્જીનિન નામના એમિનો એસિડનો પણ એક મહાન સ્ત્રોત છે, જે ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.

ફુદીનાનું પાણી: ફુદીનાના પાન હેલ્ધી રીતે વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફુદીનાના પાન પાચનને પ્રોત્સાહન આપે છે અને ચયાપચયને વેગ આપે છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. ફુદીનાની ચા વજન ઘટાડવાને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ પ્રેરણાદાયક કેલરી-મુક્ત પીણું છે.

હવે તમે પણ આ પીણાંને તમારા આહારમાં સમાવેશ કરો અને વજન ઘટાડવામાં મદદ મેળવો. ઉનાળામાં તમને ઠંડક રાખવા માટે પણ આ પીણાં ખૂબ ઉપયોગી થશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.