યોગ એ એક સર્વગ્રાહી વિજ્ઞાન છે જે શરીરને જીવંત રાખે છે, રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને ત્વચામાં ગ્લો લાવે છે. યોગાસનોમાં, આપણે શરીરને વિવિધ રીતે વળાંક આપીએ છીએ, આગળ અને પાછળ વાળીએ છીએ, જેના કારણે આંતરિક અવયવોની માલિશ થાય છે અને આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે.
પ્રાણાયામ ઓક્સિજનનો પુરવઠો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ચહેરાની ચમક વધારે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. તો ચાલો જાણીયે કે કયા યોગાસનો કરવાથી ત્વચાની કરચલીઓ ઓછી થઇ શકે છે
ઉંમર જાળવી રાખવાના યોગાસનો: વૃદ્ધત્વના સંકેતોને રોકવા અને હેલ્દી અને ચમકતી ત્વચા મેળવવા માટે નીચેના આસનો કરવા જોઈએ . દરેક આસનને 30 સેકન્ડ સુધી રોકીને રાખો અને 5 વાર પુનરાવર્તન કરો. જો તમને શીર્ષાસન ન કરી શકતા હોય તો તમે હલાસન પણ કરી શકો છો.
ઉષ્ટ્રાસન :
આ માટે, સાદડી પર ઘૂંટણ રાખીને બેસી જાઓ. હાથને હિપ્સ પર રાખો. પીઠ પાછળ ઝુકાવો.
હાથ સીધા ન થાય ત્યાં સુધી હથેળીઓને પગ ઉપર સ્લાઇડ કરો. ગરદનને વાળશો નહીં પણ તેને સીધી રાખો. શ્વાસ બહાર કાઢો અને ધીમે ધીમે પ્રારંભિક મુદ્રામાં પાછા આવો.
હલાસન :
આ માટે, તમારી પીઠ પર સૂઈ જાઓ. બંને હથેળીઓને શરીરની બાજુમાં ફ્લોર પર મૂકો. પેટના સ્નાયુઓનો ઉપયોગ કરીને, પગને 90 ડિગ્રી સુધી ઉપર ઉઠાવો. હથેળીઓને ફ્લોર પર નિશ્ચિતપણે દબાવો અને પગને માથાની પાછળ રાખો. ફ્લોર પરથી પીઠની નીચેનો ભાગ ઉપાડો જેથી પગની આંગળીઓ માથાની પાછળની જમીનને સ્પર્શે. હથેળીઓ ફ્લોર પર સપાટ રાખી શકાય છે, પરંતુ હાથને કોણીથી વાળી શકાય છે અને હથેળીઓથી પીઠને ટેકો પણ આપી શકાય છે.
પાદહસ્તાસન
https://twitter.com/AnandAr71074732/status/1465865382867005441?s=20
આ માટે, સીધા ઊભા રહો. શ્વાસ બહાર કાઢો અને શરીરના ઉપરના ભાગને ધીમેથી વાળો.
માથું નીચું કરો અને ખભા અને ગરદનને આરામથી રાખો. માથું પગ પાસે લાવો. માથાના કપાળ સાથે ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. આ માટે લવચીકતાની જરૂર છે. જો શરૂઆત કરી રહ્યા હોય તો જ્યાં સુધી તમને અનુકૂળ હોય ત્યાં સુધી જ જાઓ.
જ્યારે આગળ નમો, ત્યારે કમરથી નહીં પણ હિપના સાંધામાંથી માથું લઇ જવાનો પ્રયાસ કરો.
હથેળીઓને પગની બંને બાજુ રાખો. કસરત દરમિયાન પગ અને ઘૂંટણને સીધા રાખવાનો પ્રયાસ કરો. શરૂઆતમાં, ઘૂંટણને સહેજ વાળવું પડશે. જેમ જેમ પ્રેક્ટિસ કરો તેમ ધીમે ધીમે ઘૂંટણને સીધા કરો અને જાંઘ સાથે છાતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
શીર્ષાસન
સાવધાની : કૃપા કરીને શિર્ષાસન જેવા યોગાસનો નિષ્ણાતની દેખરેખ હેઠળ કરો. પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ ઉંધા આસન અને પેટ પર દબાણ આવે તેવા આસનો ન કરવા. જો તમે હાઈ કે લો બીપીથી પરેશાન છો તો આ આસન ન કરો. જો તમને તમારા હાથ, કાંડા વગેરે પર કોઈ ઈજા હોય તો કાળજીપૂર્વક કરો.
તમે પણ આ યોગાસનો કરીને ત્વચાની કરચલીઓ ઓછી કરી શકો છો અને તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. જો તમે પણ ફિટનેસને લગતી કોઈ માહિતી ઈચ્છતા હોવ તો લેખની નીચે કોમેન્ટ કરીને જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.