khajur na ladva banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે શિયાળો આવે છે ત્યારે તે તેની ઠંડા પવનો સાથે અનેક રોગોનો ભંડાર પણ લાવે છે. આ સમય દરમિયાન શરદી, ફ્લૂ અને ઉધરસ શરુ થઇ જાય છે. આવી સ્થિતિમાં, સલાહ આપવામાં આવે છે કે તમે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે અને તમને સ્વસ્થ રાખે.

જ્યાં સુધી શરદી અને ફ્લૂની વાત છે તો આજે અમે તમને લાડુની એવી રેસિપી જણાવીશું જે તેનાથી છુટકારો મેળવવામાં મદદ તો કરશે, સાથે સાથે હેલ્ધી પણ રાખશે. આજે અમે તમને 2 પ્રકારના લાડુની રેસિપી જણાવીશું. જે સૂંઠ ગોળના લાડુ અને ડ્રાયફ્રૂટમાંથી બનાવવામાં આવે છે.

તેમના એન્ટી ઈફ્લેમેટરી ગુણ તમને ફ્લૂ, શરદી અને ઉધરસનો સામનો કરવામાં મદદ કરે છે, અને તેમની તાસીર ગરમ હોવાથી તમારા શરીરમાં રાહત પણ લાવે છે. તેથી જ આ રોગપ્રતિકારક શક્તિ વધારતા લાડુ તમને ફ્લૂથી બચવામાં મદદ કરે છે. આવો જાણીએ આ 2 પ્રકારના લાડુ બનાવવાની રીત.

સૂંઠ અને અને ગોળના લાડુ : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સૂકા આદુ અને ગોળથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં. તે તમને શિયાળામાં ગરમ ​​રહેવામાં મદદ કરે છે. સામગ્રી – 25 ગ્રામ સૂંઠ, 250 ગ્રામ ગોળ, 2 ચમચી છીણેલું નારિયેળ, 1 ચમચી ખસખસ, 50 ગ્રામ ગુંદ, 1 ચમચી હળદર પાવડર અને 50 ગ્રામ દેશી ઘી.

બનાવવાની રીત : સૌપ્રથમ ગુંદરના નાના-નાના ટુકડા કરી લો અને તેને મિક્સરમાં નાખીને પીસી લો. હવે એક કડાઈમાં ઘી મુકો અને પહેલા ગુંદને નાખીને શેકી લો. જ્યારે ગુંદ ફૂલી જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો. આ પછી કઢાઈમાં બાકી રહેલા ઘીમાં ખસખસ નાખી થોડી વાર શેકી લો.

ત્યાર બાદ તેમાં ગોળ અને સૂંઠ નાખીને ધીમી આંચ પર 3-4 મિનિટ સુધી સાંતળો. ગુંદને ક્રશ કરીને આ મિશ્રણમાં નાખો. જો તમે ઇચ્છો તો તેમાં શેકેલો ઘઉંનો લોટ અને ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. બધી વસ્તુઓ સારી રીતે શેક્યા પછી ગેસ બંધ કરી દો.

મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે ઉપર છીણેલું નારિયેળ નાખો. પછી હાથમાં ઘી લઈ તેને ગોળ આકારમાં લાડુ બનાવીને પ્લેટમાં રાખો. તમારા સૂંઠ અને ગોળના લાડુ તૈયાર છે. જ્યારે તમને શરદી, ઉધરસ હોય ત્યારે તેનું સેવન કરો. ફક્ત ધ્યાનમાં રાખો કે તેને થોડી માત્રામાં જ ખાઓ.

ખજૂરના લાડુ : ખજૂર શરીરને ગરમ રાખવાની સાથે એનર્જી પણ આપે છે. ઘરે બનાવેલા બદામ અને ખજૂરના લાડુ તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. સામગ્રી – 1/2 કપ ઘઉંનો લોટ, 200 ગ્રામ ખજૂર, 2 ચમચી છીણેલું નારિયેળ, 1 ચમચી ઘી, 2 ચમચી બદામ, 1 ચમચી કિસમિસ, 1 ચમચી કાજુ, 1 ચમચી પિસ્તા, 1 ચમચી મખાના સમારેલા.

બનાવવાની રીત : પહેલા ખજૂરને સાફ કરો. તેનો પલ્પ કાઢીને બાજુ પર રાખો. હવે એક પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. પછી તેમાં નારિયેળ અને બધા ડ્રાય ફ્રૂટ્સ નાખીને 1-2 મિનિટ માટે ફ્રાય કરો. પછી ડ્રાય ફ્રૂટ્સને પ્લેટમાં કાઢી લો.

હવે એ જ કડાઈમાં ઘી ઉમેરો અને લોટ નાખો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. બાજુમાં, ખજૂરના પલ્પને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. પછી તેને ઘી સાથે કડાઈમાં મૂકીને પકાવો. એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો. જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે તેને હાથથી લાડુ બનાવી લો.

જોયું, ઘરે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ બનાવવાનું કેટલું સરળ છે. તમે તેને આ રીતે બાનવીને એક બોક્સમાં સ્ટોર કરો. જ્યારે પણ તમને શરદી થાય ત્યારે તેનું સેવન કરો. તમને આ રેસીપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા