યુરિક એસિડ શું છે, તેના લક્ષણો કયા છે અને શરીરમાં યુરિક એસિડ લેવલને ઓછું કરવા માટે ખોરાક

uric acid level reducing food
Image credit- freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે પણ સાંભળ્યું જ હશે કે યાર મારા શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી ગયું છે. આનું કારણ ખરાબ જીવનશૈલીથી લઈને દવાઓનું વધુ પડતું સેવન હોઈ શકે છે. દારૂ અને ધૂમ્રપાન કરનારા લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય છે.

જો તમે પણ આ સમસ્યાનો શિકાર બન્યા છો, તો તમારે તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક વસ્તુઓ ખાવાથી આ સમસ્યાને ઓછી કરી શકાય છે. આવો જાણીએ યુરિક એસિડનું લેવલ ઘટાડવા માટે શું ખાવું અને પીવું જોઈએ.

યુરિક એસિડ શું છે? યુરિક એસિડ એક કુદરતી કેમિકલ છે જે આપણા શરીરમાં જોવા મળે છે. કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવાનું કામ કરે છે, ત્યારબાદ તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર આવે છે. જ્યારે કિડની તેને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે ત્યારે શરીરમાં એસિડનું પ્રમાણ વધવા લાગે છે. જેના કારણે બીજી ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

વધતા યુરિક એસિડના સામાન્ય લક્ષણો : જ્યારે શરીરમાં યુરિક એસિડ વધે છે, ત્યારે તેનાથી શરીરમાં દર્દ થવા લાગે છે. ખાસ કરીને હાથ અને પગના હાડકામાં દુખાવો થાય છે. કેટલીકવાર આ દર્દ સહન કરવો મુશ્કેલ હોય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ સામાન્ય કરતાં વધુ થઈ જાય છે, ત્યારે તે બળતરા પેદા કરી શકે છે. જેના કારણે સ્નાયુઓમાં સોજો આવે છે. જેના કારણે સાંધામાં દુખાવો થાય છે.

વિટામિન સી થી ભરપૂર વસ્તુ ખાઓ : શરીરમાં યુરિક એસિડનું સ્તર ઓછું કરવા માટે તમારે તમારા આહારમાં વિટામિન-સીથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તેવા ફળો ખાઓ જેમાં વિટામિન સી વધુ હોય. કેટલાક અભ્યાસો મુજબ દરરોજ 50 મિલિગ્રામ વિટામિન સી યુરિક એસિડનું સ્તર ઘટાડવા માટે પૂરતું છે. નારંગી અને લીંબુનો રસ આના માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે

પાણી પીવો : શરીરમાં પાણીની ઉણપને કારણે પણ અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. કહેવાય છે કે પાણી પીવાથી અડધી બીમારીઓ ઓછી થઈ જાય છે. શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવા માટે પાણીથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી.

શું તમારા શરીરમાં યુરિક એસિડ વધ્યું છે? શું તમે આ માટે દવાઓ લો છો? પરંતુ હજુ પણ સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે? આવી સ્થિતિમાં તમારે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. આ સિવાય તમે જ્યુસ પણ પી શકો છો. બજારમાં મળતા જ્યુસને બદલે ઘરે જ જ્યુસ બનાવવાનો પ્રયાસ કરો. પાણી અને જ્યુસ બંને યુરિક એસિડ ઘટાડવા માટે ફાયદાકારક છે .

ફાઇબર સમૃદ્ધ ખોરાક ખાઓ : શું તમારા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી ગયું છે? આ માટે તમારે દવા ખાવાની જરૂર નથી. તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં ફાઈબર મળે. ઓટ્સ, આખા અનાજ, બ્રોકોલી, કોળું અને અજમો ફાઈબરના શ્રેષ્ઠ સ્ત્રોત છે.

તેથી તમે આ બધી વસ્તુઓને કોઈને કોઈ સ્વરૂપે ખાઈ શકો છો અને યુરિક એસિડના લેવલને ઘટાડી શકો છો. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને આવા જ વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.