શરીર સારી રીતે કામ કરે તે માટે એનર્જીની જરૂર છે. આ એનર્જી ખોરાકમાંથી આવે છે. જ્યારે ખોરાકમાં જયારે ફેરફાર થાય છે ત્યારે તે ગ્લુકોઝમાં ફેરવાય છે અને શરીરને કામ કરવા માટે એનર્જી પ્રદાન કરે છે. જો કે, જો શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધી જાય છે, તો તે પણ તમને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે વધુ પડતી મીઠાઈઓ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. તમને ખબર નહીં હોય, પરંતુ આપણી ઘણી રોજિંદી આદતો છે, જે બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવીશું જે તમારા બ્લડ સુગર લેવલને અસર કરી શકે છે.
અડધા કલાકથી વધુ સમય સુધી બેસી રહેવું : બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, તમારે તમારી જીવનશૈલીને એક્ટિવ રાખવી જોઈએ. પરંતુ જો તમે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહો છો તો તેનાથી બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ વધી જાય છે. તેથી તમારે દર અડધા કલાકના વિરામમાં તમારી સીટ પરથી ઉઠવું જોઈએ અને થોડું ચાલવું જોઈએ.
કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ : આજના સમયમાં, લોકો તેમની સુગરની સંખ્યા ઘટાડવા માટે કૃત્રિમ સ્વીટનરનું સેવન કરે છે. પરંતુ નિયમિત ધોરણે કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરવાથી બ્લડ સુગરનું સ્તર વધવાનું જોખમ વધી જાય છે.
હકીકતમાં, કૃત્રિમ સ્વીટનર્સ ઇન્સ્યુલિન પ્રતિકાર અને બ્લડ સુગર લેવલના સ્તરને સ્થિર કરવાની શરીરની ક્ષમતા પર તેમની નકારાત્મક અસર કરે છે. તેથી, જો તમે મીઠાઈઓ ખાવા માંગતા હો, તો તમે વધુ હેલ્થી વિકલ્પો જેમ કે મધ અથવા ગોળનું સેવન કરી શકો છો.
નાસ્તો છોડવાની આદત : મોટાભાગના લોકો સવારમાં ઓફિસ જવામાં ખૂબ જ ઉતાવળમાં હોય છે. જેના કારણે તેઓ તેમનો સવારનો નાસ્તો કરવાનું છોડી દે છે. જો કે, નાસ્તો છોડવો ઘણી રીતે સારો માનવામાં આવતો નથી.
આ આદત માત્ર તમારા ચયાપચયને ધીમું કરતી નથી અને વજનમાં પણ વધારો કરે છે. બીજી તરફ, નાસ્તો છોડવાથી બ્લડ સુગર લેવલ વધે છે. તેથી, જો તમે તમારા બ્લસ્ડ સુગર સ્તરને નિયંત્રિત કરવા માંગતા હોય તો તમારે સકારે જાગ્યા પછી 40 મિનિટની અંદર કંઈક ખાવું જોઈએ.
ઉચ્ચ સેચ્યુરેટિડ ખોરાક ખાવું : જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસની વાત આવે છે, ત્યારે ઉચ્ચ સેચ્યુરેટિડ ખોરાક પણ તમારા સુગર લેવલને વધારી શકે છે. યુરોપિયન જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં 2017માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં પણ આ વાત સાબિત થઈ છે. જો તમારે ચરબીયુક્ત ખોરાક લેવા માંગતા હોય તો તમારે હેલ્દી ફૈટ્સ જેમ કે નટ્સ, એવોકાડો અથવા સૅલ્મોન વગેરે ખાવું જોઈએ.
ખૂબ તણાવ લેવો : આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણોસર તણાવમાં રહે છે. સામાન્ય રીતે કહેવાય છે કે માનસિક સ્વાસ્થ્ય પર તણાવની ખૂબ જ ખરાબ અસર પડે છે. વધુ પડતો સ્ટ્રેસ લેવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે. તેથી તમારે તણાવ ઘટાડવાના ઉપાયો અપનાવવા જોઈએ.
તો હવે તમે પણ આ આદતોથી થોડું અંતર રાખો અને તમારા બ્લડ સુગર લેવલને અચાનક વધતા અટકાવી શકો છો. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે આવા જ વધુ લેખો વાંચવા જોડાયેલા રહો.