કામ કર્યા વગર આખો દિવસ થાકનો અનુભવ કરો છો તો જીવનશૈલીમાં કરો આ પાંચ બદલાવ બજારમાં મળતી આ 5 વસ્તુઓનું સેવન કરશો તો તરત જ થાક ઉતરી જશે
ઘણી વખત એવું બને છે કે કામ કરીને ઘરે આવીએ ત્યારે એવું લાગે છે કે શરીરમાં સૌ એનર્જી જ નથી રહી. જો તમે પણ કામ કરતી વખતે ક્યારેય થાક અનુભવો છો તો તુરંત એનર્જી મેળવવા માટે, તમે તમારા આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ તે 5 ફૂડ્સ કયા છે.
નિષ્ણાતોના મતે કેળા સૌને પસંદ હોય છે. તમને તે બજારમાં પણ સસ્તા મળે છે. એટલે કે તેને દરેક વ્યક્તિ ખરીદી શકે છે. કેળામાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરનો થાક દૂર કરે છે અને નબળાઈ પણ દૂર કરે છે.
જો તમને અચાનક થાક અથવા ચક્કર આવે તો તમે એક ગ્લાસ ઠંડુ લીંબુ શરબત પી શકો છો. તમે લીંબુ પાણીમાં એક ચપટી મીઠું અને ખાંડ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન જળવાઈ રહેશે અને તમે દિવસભર એનર્જીથી ભરપૂર અનુભવશો.
તુલસી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા લોકો દિવસમાં બે થી ત્રણ પાન ખાતા જોયા હશે. તુલસીના પાનને ચા માં ઉમેરીને બનાવવાથી પણ નબળાઈ, થાક, માથાનો દુખાવોથી રાહત મળે છે.
કિસમિસ શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. તમે તેને દૂધમાં ઉકાળીને પણ લઈ શકો છો અથવા સીધી પણ ખાઈ શકો છો. તેને ખાવાથી આયર્ન પણ ભરપૂર માત્રામાં શરીરમાં પહોંચે છે. તેમજ જો કોઈના શરીરમાં લોહીની ઉણપ હોય તો તેને ખાવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.
નિષ્ણાતોનું માનવું છે કે સફરજન ખાવાથી શરીરમાં ઈન્સ્ટન્ટ તાકાત આવે છે. તેની સાથે જ તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. આ સાથે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
બદામમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને વિટામિન-બી હોય છે જે શરીરમાં તાકાત જાળવી રાખે છે. બદામને આખી દુનિયામાં એક હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઈન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે તમે દરરોજ 5-6 બદામ ખાઈ શકો છો.
તો હવે જયારે પણ તમને થાક અને નબળાઈ નો અનુભવ થાય છે ત્યારે તમે આ વસ્તુઓને ખાઈને તુરંત એનર્જી મેળવી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ માહિતી મફતમાં મળતી રહેશે.


Pingback: આખો દિવસ થાક લાગતો હોય તો 3 કારણો હોઈ શકે છે, આ સુપરફૂડ્સ મદદ કરશે » Rasoi Ni Duniya