પગમાં દુખાવો અને નસો ફૂલેલી દેખાય છે તો તમારી આ 4 આદતોને આજે જ બદલો

These bad habits can harm the leg
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે રીતે આંખ, કાન, નાક અને મોં મહત્વના અંગો છે, એવી જ રીતે પગ પણ મહત્વના અંગોમાંનું એક છે. પગ આપણા શરીરનો એક એવો ભાગ છે, જે તમારું બધું જ વજન ઉઠાવે છે. આવી સ્થિતિમાં, ચહેરાની જેટલી કાળજી રાખો છો તેટલી જ કાળજી પગની રાખવી ખુબ જરૂરી છે.

એવું જોવા મળે છે કે લોકો તેમના આખા સ્વાસ્થ્યનું ધ્યાન તો રાખે છે, પરંતુ તેઓ પગ પર ધ્યાન આપતા નથી. આ સિવાય, ક્યારેક આપણે અજાણતામાં કેટલીક એવી આદતો અપનાવી લઈએ છીએ, જે તમારા પગ માટે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ઉદાહરણ તરીકે, લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી તમારું વજન તો વધે જ છે, પરંતુ તેનાથી પગને પણ નુકસાન થાય છે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવીશું, જે તમારા પગને વધુ નુકસાન કરે છે.

આખો દિવસ બેસી રહેવાની ટેવ : આજના સમયમાં લોકો લાંબા સમય સુધી ટેબલ પર એક જગ્યાએ બેસીને કામ કરે છે. આ આદતને લોકો એવું માને છે, તેનાથી માત્ર વજન જ વધે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા પગને પણ નુકસાન પહોંચાડી શકે છે.

હકીકતમાં, જ્યારે તમે લાંબા સમય સુધી બેસી રહો છો તો આના કારણે તમારું રક્ત પરિભ્રમણ ખૂબ જ ધીમુ થઈ જાય છે. જેના કારણે પગમાં તારણ પદાર્થો જમા થાય છે અને તમને પગની નસો ફૂલેલી દેખાવા લાગે છે. આ પગની ઘૂંટીમાં સોજો અને લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. તેથી, રક્ત પરિભ્રમણને સુધારવા માટે, કામની વચ્ચે દર એક કલાકે નાનો બ્રેક લો અને થોડું ચાલો.

વારંવાર પગ ક્રોસ કરીને બેસવું : કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ જ્યારે પણ બેસે છે ત્યારે પગને બીજા પગ પર ચડાવી ને બેસે છે. જો તમે કોઈવાર જ આ રીતે બેસતા હોય તો કોઈ સમસ્યા થતી નથી.

પરંતુ જ્યારે તમે તમારા પગને લાંબા સમય સુધી ક્રોસ કરીને બેસો છો, ત્યારે તેનાથી નસો પર વધારે દબાણ પડે છે. આ નસ ઉપસેલી હોય તેનું કારણ બની શકે છે. તેથી જો કોઈને પહેલેથી જ ફૂલેલી નસો દેખાય છે તો તેમને ઓછામાં ઓછું આ રીતે બેસવાનો પ્રયાસ કરવો જોઈએ.

ધૂમ્રપાનની આદત : ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તે બધા જાણે છે. સિગારેટમાં રહેલું નિકોટિન રક્તવાહિનીઓને સાંકડી કરી શકે છે, જેના કારણે સાંધા સહિત પગ સુધી ઓક્સિજન અને મહત્વપૂર્ણ પોષક તત્વોને પહોંચતા અટકાવે છે. એવું જોવામાં આવ્યું છે કે ધૂમ્રપાનથી ઓસ્ટીયોપોરોસીસ સહિત હાડકાં નબળા કરી શકે છે.

જરૂરિયાત કરતા વધુ પડતી કસરત કરવાની ટેવ : સ્વસ્થ રહેવા માટે વર્કઆઉટ જરૂરી છે. પરંતુ વધુ પડતી કસરત પગને નુકસાન પહોંચાડે છે. વધુ પડતી કસરત સ્નાયુઓ અને સાંધાઓ પર વધારાનું દબાણ લાવે છે. જે લોકો નિયમિતપણે જરૂરિયાત કરતા વધુ કસરત કરે છે અને આરામ નથી કરતા તેમને પગમાં દુખાવો વધી જાય છે.

તો હવે તમે પણ આજે જ આ આદતોથી બચો અને તમારા પગના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો. જો તમને માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.