આપણા દેશમાં લગ્નને લઈને કેટલી બધી રસમો પ્રચલિત છે. આ બધાનું પોત-પોતાનું અલગ મહત્વ છે અને તેની સાથે કોઈને કોઈ માન્યતા જોડાયેલી હોય છે જે સદીઓથી ચાલી આવે છે. દુલ્હનની હલ્દીથી લઈને વિદાય સુધીની તમામ વિધિઓનું પોતપોતાનું એક અલગ મહત્વ છે.
લગ્નની આવી વિધિઓમાંની એક છે કન્યાનો નવા ઘરમાં પ્રવેશ. વરરાજાના ઘરમાં કન્યાનો પ્રવેશ ખૂબ જ ખાસ હોય છે અને તેની સાથે જોડાયેલી ઘણી વિધિઓ છે જેનો હિંદુ ધર્મમાં અલગ-અલગ મતલબ હોય છે.
કન્યાના ઘરેથી વિદાયની રસમ પછી, સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ એ તેના નવા ઘરમાં નવી કન્યાનો પ્રવેશ માનવામાં આવે છે. વિદાયમાં ચોખા ઉછાળીને પોતાના માતૃગૃહની સમૃદ્ધિની કામના રાખતી કન્યા જ્યારે પહેલીવાર વરરાજાના ઘરમાં પ્રવેશે છે, ત્યારે તેના પગથી ચોખાની કલશ નીચે પાડવાની સાથે કુમકુમથી ભરેલા વાસણમાં પગ મૂકીને કંકુના પગલાં પાડે છે.
ઘરની નવી વહુ કુમકુમથી પગના નિશાન કેમ બનાવે છે? હિંદુ લગ્નોમાં, તેના નવા ઘરમાં કન્યાનો પ્રવેશ શુભ માનવામાં આવે છે અને તે કુમકુમથી ભરેલી થાળીમાં પગ મૂકીને પ્રવેશ કરે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન સમયે નવી કન્યા દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને કુમકુમના નિશાન સાથે ઘરમાં પ્રવેશ કરવાથી કન્યા સાથે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે.
લાલ રંગ ખૂબ જ શુભ અને લક્ષ્મીજીના આગમનનો રંગ માનવામાં આવે છે. તેથી જ કહેવાય છે કે જ્યારે કુમકુમવાળી થાળીમાં પગ મૂકીને વહુ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે .
કન્યાના પ્રવેશ સાથે સંકળાયેલી ધાર્મિક રસમો : નવી વહુના ગૃહપ્રવેશ દરમિયાન ઘણી બધી ધાર્મિક વિધિઓ હોય છે, જેમાં વરની માતા નવવધુને સૌથી પહેલા તિલક કરે છે. આ પછી, કન્યા કુમકુમથી ભરેલી પ્લેટમાં જમણા પગથી ચોખા કલશ નીચે પાડીને, એક કુમકુમ ભરેલી થાળીમાં પગ મૂકીને આગળ વધે છે અને પગના નિશાન બનાવીને અંદર આવે છે.
આ તમામ વિધિઓનું અલગ-અલગ મહત્વ હોય છે અને તે કન્યાના ઘરમાં પ્રવેશ માટે પણ શુભ માનવામાં આવે છે. આ બધા રિવાજોનું પાલન કરવું એ ઘરની સમૃદ્ધિ માટે શુભ સંકેત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવાથી પરિણીત યુગલના જીવનમાં કુશળતા બનાવી રાખવામાં મદદ મળે છે.
કન્યાના ઘરની પ્રવેશ દરમિયાન ચોખાના કલશને નીચે પાડવાની વિધિ : જ્યારે કન્યા પ્રથમ વખત વરરાજાના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તેના જમણા પગથી ચોખાથી ભરેલી કળશને જમાના પગથી પાડે છે. આ વિધિમાં કલશને એવી રીતે નાખવામાં આવે છે કે ચોખા ઘરની અંદર પડે. એવી માન્યતા છે કે નવી કન્યા દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા સ્વરૂપ છે, જેના કારણે તેમના પ્રવેશથી ઘરમાં ભોજન અને પૈસાની ક્યારેય કમી નથી આવતી.
આ સાથે, નવી કન્યા નવા ઘરના ઘણા નવા રીતિ રિવાજોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે, જે આ ધાર્મિક વિધિ સાથે સંકળાયેલી છે. ચોખાથી ભરેલા વાસણને હંમેશા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે દુલ્હન પોતાના જમણા પગથી ઘરની અંદર ચોખાથી ભરેલા વાસણને ધકેલે છે, ત્યારે તે ઘરની સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
લગ્નની અનેક વિધિઓમાં નવી વહુના પ્રવેશની આ વિધિ ખરેખર ખૂબ જ ખાસ હોય છે અને તેને ઘરની સુખ-સમૃદ્ધિ માટે મુખ્ય માનવામાં આવે છે. આ માહિતીથી આજસુધી ઘણા લોકો આજના હતા. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.