how to drink milk in the morning
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાંને મજબૂત કરવાથી હાડકાની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. બાળક હોય કે વડીલ હોય કે વૃદ્ધ દરેકને દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે.

આટલું જ નહીં તમારે કોઈપણ ઋતુમાં દૂધ પીવાનું ક્યારેય બંધ ના કરવું જોઈએ. પરંતુ તમારે ઋતુ પ્રમાણે દૂધ પીવાની રીત પણ બદલવાની જરૂર છે. ઘણીવાર કેટલાક લોકો ઉનાળા કે વરસાદના દિવસોમાં દૂધ પીવાનું બંધ કરે છે. તો તમારે બંધ કરવાની જરૂર નથી.

જો તમે ઋતુ પ્રમાણે યોગ્ય રીતે દૂધનું સેવન કરો છો તો તે દરેક ઋતુમાં તમને ફાયદો કરે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઋતુ પ્રમાણે દૂધનું સેવન કેવી રીતે કરવું જોઈએ જેથી તે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે.

જો તમે દિવસની શરૂઆતમાં દૂધ પીવો તો : તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ દૂધથી કરવી સારું માનવામાં આવે છે. આ તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે. આ માટે શિયાળાની ઋતુમાં તમે ગરમ દૂધ પી શકો છો, ઉનાળામાં તમે ગરમ દૂધને બદલે ઠંડુ દૂધ અથવા મિલ્કશેક પી શકો છો.

જો કે, ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય પણ ખાલી પેટ દૂધ ના પીવું જોઈએ. સારું રહેશે કે તમે દૂધ પીતા પહેલા કંઈક હલકું ખાઓ અને પછી દૂધ પીવાની આદત બનાવો. ઉદાહરણ તરીકે, તમે થોડા ડ્રાયફ્રુટ લઈ શકો છો અને પછી દૂધ પી શકો છો.

શિયાળામાં : જો હવામાન ઠંડુ હોય તો ગરમ દૂધનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. તમે દૂધમાં હળદર કે આદુ ઉમેરીને પણ સેવન કરી શકો છો. આ વસ્તુઓ તમને ઠંડીના દિવસોમાં ગરમીનો અહેસાસ કરાવે છે અને મોસમી રોગોથી પણ બચાવે છે.

ઉનાળામાં : ઉનાળામાં દૂધ પીવું જરૂરી છે. જ્યારે શરીર સક્રિય હોય અથવા પરસેવો આવવાથી ખોવાઈ ગયેલા સોડિયમની પુર્તિ માટે દૂધ મદદ કરે છે. જો તમે વજનને લઈને પરેશાન છો તો તમે ફેટ ફ્રી અથવા સ્કિમ મિલ્કનો ઠંડો ગ્લાસ પી શકો છો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.

ચોમાસામાં : ઘણા લોકો ચોમાસામાં દૂધ ન પીવાની ભલામણ કરતા હોય છે. પરંતુ આ સિઝનમાં કાચું દૂધ પીવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં વરસાદની ઋતુમાં પશુઓને આપવામાં આવતો લીલો ઘાસચારો બેક્ટેરિયા અને કીટાણુઓનું ઘર બની જાય છે જેના કારણે તે દૂધની સારી ગુણવત્તા પર અસર પડે છે.

તેથી વરસાદી ઋતુમાં દૂધનું સેવન કરતા પહેલા દૂધને સારી રીતે ઉકાળવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ સિઝનમાં તમે હળદરવાળું દૂધ, કેસરનું દૂધ, બદામનું દૂધનું પણ સેવન કરી શકો છો.

જો તમે કસરત કરો છો તો, વર્કઆઉટ પછી અડધો કલાક પછી દૂધ પીવાનો યોગ્ય સમય છે. તે તમારા શરીરને પોષણ આપવા સાથે વર્કઆઉટ દરમિયાન ખોવાઈ ગયેલા તમામ જરૂરી પોષણની પુર્તિ કરે છે. જો તમને ઉનાળામાં કસરત કરતી વખતે ડિહાઈડ્રેશનનો અનુભવ થતો હોય તો ઠંડું દૂધ પીવું સારું માનવામાં આવે છે.

ઠંડુ દૂધ પીવાથી તમારા શરીરમાં પાણીની ઉણપણને પણ દૂર કરી શકાય છે. તો હવે હવામાનનું ધ્યાન રાખીને આ રીતે દૂધનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા