કાનમાં સંભળાતું નથી તો હવે મશીન લાગવાની જરૂર નહીં પડે, કરી લો બહેરાશ દૂર કરવાના 15 ઘરેલુ ઉપાય

bahera thavu gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે કાન હવા શબ્દવાહી સ્ત્રોતોને બંધ કરી દે છે ત્યારે વ્યક્તિ બહેરાશ આવવાની શરૂઆત થઇ જાય છે. આ બહેરા થવાની બીમારીમાં સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અથવા કોઈ વ્યક્તિ કોઈપણ વાતને સંપૂર્ણપણે સાંભળી નથી શકતો.

આપણે બધા સાંભળી ના શકતા વ્યક્તિને બહેરા કહીએ છીએ, પરંતુ બહેરાશના પણ ત્રણ પ્રકારના હોય છે. એક જેમને મોટા અવાજે સંભળાય છે, બીજા પ્રકારમાં જેમને અડધું સંભળાય છે અને અડધું સાંભળી નથી શકતા અને ત્રીજામાં, જે બિલકુલ નથી સાંભળી નથી શકતા. વૃદ્ધ લોકોને ઉંમરની સાથે બહેરાશ આવે છે તેને ઠીક કરવું ખૂબ મુશ્કેલ કામ છે.

બહેરાશ આવવાના ઘણા કારણો હોઈ શકે છે કાનના મધ્યમાં અથવા અંદરના ભાગમાં સોજા આવવાના કારણે અથવા જીવ જંતુઓ ઘુસી જવાથી પણ બહેરાશ આવી શકે છે. આ સિવાય અનેક રોગોના પરિણામે પણ બહેરાશ થવાની પણ શક્યતા હોય છે. આ રોગોમાં ઓરી, ટાઈફોઈડ, સિફિલિસ વગેરે.

બહેરાશ પણ આનુવંશિક પણ હોય છે, જે ચારથી છ મહિના પછી બાળકમાં દેખાવા લાગે છે. કાનમાં પાણી ભરાઈ જવાથી બહેરાશની સારવાર કરવામાં ના આવે તો બહેરાશ આવી શકે છે. જીવનમાં કોઈ આઘાત, ભયંકર ગંભીર વિસ્ફોટ અથવા વધારે અવાજમાં વાગતા સ્પીકરોને કારણે પણ બહેરાશ આવી શકે છે.

જ્યારે તમારા ઘરમાં કોઈ નાનું બાળક દોઢ વર્ષનું થઇ ગયું છે અને તે બાળક માતા અને પિતા જેવા સાદા શબ્દો નથી બોલી શકતું તો તમારે કાનના ડોક્ટર એટલે ઇએનટી ડૉક્ટર પાસે બાળકની બહેરાશની તપાસ કરાવવી જોઈએ, કારણ કે ઘણી વખત બહેરાશને કારણે બાળકની વાત સાંભળી નથી શકતું ને કોઈ પ્રતિક્રિયા નથી આપી શકતું, આ કારણ પણ હોઈ શકે છે કે બાળક બોલી શકતું નથી.

આજે આ લેખમાં બહેરાશ દૂર કરવાના કેટલાકે ઉપાયો વિશે જણાવવા જઈ રહયા છીએ. જો તમને બહેરાશ નો અનુભવ થાય છે તો તમે અઠવાડીયામાં એક વાર કાનમાં શુદ્ધ સરસવનું તેલ નવશેકું ગરમ કરીને નાખવાથી ફાયદો થાય છે અને બહેરાશ દૂર થાય છે.

હવે સરસોનું તેલ, મધ અને તાજા મૂળાનો રસ લો. આ ત્રણેયને સરખા ભાગમાં લઈને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણના બે થી ચાર ટીપાં દિવસમાં ચાર વખત કાનમાં નાખવાથી સાંભળવાની શક્તિમાં વધારો થાય છે અને બહેરાશ દૂર થાય છે.

બહેરાશની શરૂઆતની સ્થિતિમાં નિયમિતપણે થોડાક દિવસો સુધી તુલસીના પાનનો રસને હળવો ગરમ કરીને કાનમાં નાખવાથી ફાયદો થાય છે. સૂંઠ, ગોળ અને ઘી ને મિક્સ કરીને ખાવાથી પણ કંઈ બહેરાશ દૂર થાય છે અને કાનમાં જે છન છન અવાજ આવતો હોય તે પણ બંધ થઇ જાય છે.

આ સિવાય કાનમાં સરસોના તેલના 2 થી 3 ટિપ્પસ નાખવાથી પણ કાનની સાંભળવાની તકલીફ મટે છે. આદુના રસ અને મધમાં થોડું મીઠું ઉમેરીને કાનમાં 2થી 3 ટીપાં નાખવાથી ફાયદો થશે.બહેરાશમાં નિયમિતપણે રાત્રે સૂતી વખતે કાનમાં તજનું તેલ નાખવાથી થોડા દિવસોમાં ફાયદો થશે.

લસણની 4 થી 5 કળીઓને ફૂટી નાખો, એક ચમચી ઓલિવ ઓઇલ ( જૈતૂનનું તેલ) અને અડધી ચમચી ડુંગળીનો રસને મિક્સ કરીને આ મિશ્રણના 3-4 ટીપા બંને કાનમાં નાખીને રૂ લગાવી લો. દૂધમાં થોડી હિંગ મિક્સ કરીને કાનમાં થોડા ટીપાં નાખવાથી પણ બહેરાશમાં ફાયદો થાય છે.

25 ગ્રામ ગોળમાં એક ચમચી સૂંઠ પાવડર મિક્સ કરીને નિયમિત સેવન કરવાથી બહેરાશ મટે છે અને આ લગભગ ચાર મહિના સુધી કરવાનું છે. દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર અને એક ચમચી મધ નાખીને દિવસમાં બે વખત પીવાથી સાંભળવાની ક્ષમતામાં વધારો થાય છે.

સરસોના તેલમાં થોડા ધાણાના દાણા ઉમેરીને પકાવો અને જ્યારે અડધું રહી જાય ત્યારે તેને ગાળીને કાનમાં બે ટીપાં નાખવાથી લાભ થાય છે.તો તમે પણ બહેરાશને દૂર કરવા માટે આ નુસખાઓને અજમાવી શકો છો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી સાથે જોડાયેલા રહો. ખુબ ખુબ આભાર.