આ 8 ઉપાય કરી લો, રાત્રે પથારીમાં પડતા જ સારી ઊંઘ આવી જશે અને અનિંદ્રાની સમસ્યા પણ દૂર થઇ જશે

ઊંઘ ના આવે તો શું કરવું જોઈએ
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયના જીવનમાં રાત્રે નથી આવતી સામાન્ય વસ્તુ છે, કારણ કે ઊંઘ ના આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે પરિવારમાં ઊંચ નીચ, જે થવાનું નથી તેને વિચારીને દુઃખી થવું વગેરે વગેરે. અનિદ્રાની સમસ્યા એટલે માત્ર રાત્રે ઊંઘ ના આવવી, એવું નથી.

પરંતુ રાત્રે વચ્ચે વારંવાર ઉંઘ બગડવી કે સવાર પડ્યા પહેલા આંખ ખુલી જવી, વગેરેને પણ અનિદ્રાની બીમારી કહેવાય છે. આ સિવાય જો તમે તણાવમાં હોય, હતાશા, ચિંતા કરતા હોય તો પણ ઊંઘમાં ખલેલ પહોંચે છે. જો કે મોટાભાગના લોકોને મોડી રાત સુધી ઊંઘ ના આવવાનું કારણ તણાવ અને ડિપ્રેશન જ હોય છે.

આ સિવાય પર્યાવરણ બદલાવાથી પણ ઊંઘ પર અસર પડે છે. આજુ બાજુના વાતાવરણમાં ઘોંઘાટ, રાત્રે લાઈટ ચાલુ હોય, વધુ પડતી ગરમી કે ઠંડી હોય કે અજાણ્યા વાતાવરણ પણ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. જે લોકોને પણ આ સમસ્યા છે તે લોકો સવારે જગ્યા પચધી પણ સુસ્તી, થાક અને માથાનો દુખાવોનો અનુભવ કરતા હોય છે અને તેમની કામ કરવાની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે.

તો આજે આપણે અનિંદ્રા ની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે માટે નીચે જણાવેલ કેટલાક ઉપાયો કરી શકો છો. તમે ગંઠોડાનો પાવડર બનાવીને રાખો અને તેને દરરોજ સૂતા પહેલા અડધી ચમચી ગોળનોપવદર મિક્સ કરીને ખાઈ લો અને પછી ઉપરથી ગરમ દૂધ પીને સુઈ જાઓ. તમને એકદમ ઘસઘસાટ ઊંઘ આવી જશે. બીજા દિવસે તમે જાગશો તો ફ્રેશ રહેશો.

હવે આ ઉપાયમાં, તમારે ચાર જાયફળ લેવાના છે અને તેનો પાવડર બનાવી લેવાનો છે. હવે આ પાવડરની 16 પુડીઓ બનાવી લેવાની છે. હવે તમારે દરરોજ સૂતા પહેલા એક પુડ઼ીને પાણી સાથે પી જવાની છે. તેનાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જશે અને તમને રાત્રે સારી ઊંઘ આવશે.

કોકમને ચટણીની જેમ પીસીને તેમાં પાણી ઉમેરીને કોઈ કપડાથી અથવા ગરણીથી ગાળી લો. હવે તેમાં થોડી ખાંડ ઉમેરો અને તેનો શરબત બનાવી લો. જો આ શરબતને ઓછામાં ઓછા 15 દિવસ સુધી નિયમિત પીવામાં આવે તો તમારી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

કોઈ એક વાસણમાં એક લિટર પાણીને સારી રીતે ઉકાળો અને પછી તેને ગેસ પરથી ઉતારીને તેમાં અડધો કપ છીણેલી ડુંગળી નાખીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. હવે જ્યારે તે પાણી ઠંડુ થઇ જાય ત્યારે તેને ગરણીની મદદથી ગાળી લો. આ પાણીની એક ચમચી ભરીને તેમાં પાંચ ટીપા મધ મિક્સ કરીને બાળકોને આપવાથી તેમને સારી ઊંઘ આવે છે.

ડુંગરીનું અથાણું ખાવાથી પણ ઊંઘની સમસ્યા દૂર થાય છે. આ માટે ડુંગળીમાં મસાલો ભરીને અથાણું બનાવો. આ અથાણું 15 દિવસ સુધી ખાઈ શકાય તે પ્રમાણે બનાવો. દર 15 દિવસે તાજું અથાણું બનાવીને ખાઓ. આ અથાણું ખાવાથી થાક દૂર થાય છે અને પેટ પણ સાફ થાય છે. સારી ઊંઘ પણ આવે છે

રાત્રે પથારીમાં જતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે. મુઠ્ઠીભર ચેરી ખાવાથી અથવા રાત્રે સૂતા પહેલા ચેરીનો જ્યુસ પીવાથી પણ સારી ઊંઘ મેળવવામાં મદદ મળે છે. રાત્રે જમવામાં ભારે ખોરાક ખાવાનું ટાળો.

રાત્રે પથારીમાં સુવા જાઓ ત્યારે તણાવ અને ચિંતાને દૂર કરવા માટે મનમાં સારી કવિતાઓ ગાઓ અથવા જે પણ ભગવાનમાં માનતા હોય તેમનું સ્મરણ કરો. સારી ઊંઘ માટે સવારે હળવી કસરત પણ કરવી જોઈએ અને રાત્રે જમ્યા પછી થોડો સમય ચાલવા જાઓ. સાંજ પછીના સમયમાં સિગારેટ, ચા, કોફી વગેરેથી દૂર રહો. દિવસમાં ના સુવો.

આ ઉપાયમાં એક પાકેલું કોળું લો અને તેની છાલ કાઢી લો અને તેને કાપીને બીજ અને પલ્પ અલગ કરો. હવે કોળાના મોટા ટુકડાને પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે તે નરમ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને કપડા પર રેડીને પાણી નીતારી લો.

હવે બાફેલા બમણા ટુકડાની ખાંડની ચાસણી બનાવો અને તેમાં તમારી ઈચ્છા મુજબ કેસર અને ઈલાયચી ઉમેરી શકો છો. હવે જો તમે આ મુરબ્બાનું નિયમિત સેવન કરશો તો અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને રાત્રે ગાઢ ઊંઘ આવે છે.

સારી ઊંઘ મેળવવી સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને શારીરિક વિકૃતિઓ સામે રક્ષણ મળે છે. દિવસમાં સખત મહેનત કરવાથી શરીરની શક્તિ ઓછી થઇ જાય છે તો રાત્રે સારી ઉંઘ લેવાથી શરીર રીપેર થાય છે અને આરામ મળે છે.

જો રાત્રે સારી ઊંઘ મળે છે તો બીજા દિવસ માટે કામ કરવા એનર્જી મળે છે. આ બધું જ સારું ઊંઘનું સૌથી મોટું રહસ્ય છે. તેથી દરેક વ્યક્તિએ રાત્રે પૂરતી ઊંઘ લેવી જ જોઈએ.