how to remove bathroom drainage block
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાથરૂમને સાફ કરવું મહેનતવાળું કામ છે. પરંતુ ગમે તેવી સારી સફાઈ કરી લો તો પણ બાથરૂમની ગટર ભરાઈ જાય છે. તેનું કારણ આપણા કરતા નાની નાની ભૂલો. ગટર ભરાઈ જવાને કારણે આખા બાથરૂમમાં પાણી ભરાવા લાગે છે. દરેક વખતે આવું થાય તો, આ સમસ્યાને કારણે પરેશાન થઇ જઈએ છીએ.

પરંતુ જો તમે ઈચ્છો છો કે બાથરૂમની ગટર ક્યારેય બ્લોક ના થાય, તો તેના માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે આ આર્ટીકલમાં અમે તમને એવી વાતો જણાવીશું જેનું ધ્યાન રાખશો તો ગટર ક્યારેય ભરાશે નહીં. અને ગટરની પાઈપને સાફ કરવાની રીત પણ જાણીશું.

તૂટેલા વાળ દૂર કરો : બાથરૂમની ગટરની પાઇપ ભરાઈ જવાનું એક કારણ વાળ પણ છે. ઘણીવાર નહાતી વખતે વાળ તૂટી જાય છે અને તે ગટરમાં ફસાઈ જાય છે. જેના કારણે ગટર બ્લોક થઈ જાય છે અને પાણી પાછું આવે છે.

તેથી વાળને ગટરમાં ના જાય તેની ખાસ કાળજી લો. આ માટે તમારે સ્નાન કર્યા પછી તરત જ વાળને ડસ્ટબિનમાં ફેંકી દેવાની ટેવ પાડો અથવા જો તમે ઈચ્છો તો તૂટેલા વાળને ફેંકી દેવા માટે તમે બાથરૂમમાં એક નાનું બોક્સ રાખી શકો છો. આનાથી ડ્રેન બ્લોક થવાની સમસ્યા દૂર થશે.

શેમ્પૂના પાઉચને ફેંકશો નહીં : શેમ્પૂ પાઉચથી પણ ગટર બંધ થઇ શકે છે. એટલા માટે તમારે ક્યારેય પાઉચને ગટરમાં ફેંકવું જોઈએ નહીં. પાઉચનો એક નાનો ટુકડો પણ આ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલા માટે તમારે પાઉચના બદલે બોટલવાળા શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

બોટલવાળા શેમ્પુનો એક ફાયદો એ છે કે તમારે વિચારવું નહીં પડે કે ન્હાયા પછી શેમ્પૂના પાઉચ ફેંકી દેવા પડશે. આ સિવાય પાઉચ ફેંકવા માટે તમે બાથરૂમમાં એક નાનું બોક્સ પણ રાખી શકો છો. જેમાં તમે દરેક વસ્તુને ફેંકી શકો છો.

ઢાંકણ ખુલ્લું ના રાખો : ઘણીવાર એવું થાય છે કે અમુક સમય પછી ગટરનું ઢાંકણું ઢીલું પડી જાય છે. જેના કારણે કોઈપણ મોટી વસ્તુ સરળતાથી ગટરમાં પડી શકે છે અથવા તેની અંદર ફસાઈ શકે છે. અને પછી બાથરૂમની ગટર ભરાઈ જાય છે.

ગટર સાફ રાખો : જો તમે ઈચ્છો છો કે તમારા બાથરૂમની ગટર ક્યારેય ભરાઈ ન જાય તો તમારે સાફ રાખવું જરૂરી છે. આ માટે અમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો. ખાવાનો સોડા એસિડિક હોય છે, જે કોઈપણ જામી ગયેલા અથવા સ્થિર અવશેષોને નરમ કરશે , જેનાથી ગટર બ્લોક થશે નહીં. ગટર સાફ કરવા માટે તેમાં ખાવાનો સોડા નાખો અને પછી ઉપરથી ગરમ પાણી નાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો આવું કરવાનો ટ્રાય કરો.

આ બાબતો ધ્યાન રાખો : અઠવાડિયામાં એકવાર ગટર બેકિંગ સોડાથી સાફ કરો, તેનાથી કચરો જામશે નહીં. કોઈપણ પ્રકારનો કચરો ગટરમાં ના જવા દો. ગટર ભરાઈ ન જાય તે માટે અઠવાડિયામાં બે વાર તેમાં ગરમ ​​પાણી રેડવું.

આશા છે કે તમને અમારો આ લેખ સરસ લાગ્યો હશે. આવી જ દરરોજ ઉપયોગમાં આવે તેવી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા