જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ મોબાઈલ નો ઉપયોગ વધી રહ્યો છે. મોબાઈલ આજે તો દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. આજના ઈન્ટરનેટ યુગમાં માત્ર વડીલો જ નહીં, પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
જયારે કોરોના આવ્યો હતો ત્યારે, બધી સ્કૂલોનું શિક્ષણ ઓનલાઇન કરી દેવામાં આવ્યું હતું અને તે જ સમયે લગભગ દરેક બાળક પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ આવી ગયું હતું. એમના ઘણા બાળકો શિક્ષણ ની સાથે સોપર્શિયલ મીડિયા તરફ વળી ગયા હતા.
અત્યારે બાળકો પાસે માત્ર પોતાના ફોન તો છે જ, પરંતુ તેની સાથે તેમના વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એકાઉન્ટ્સ પણ છે. અત્યારના સમયમાં સોશિયલ મીડિયામાં બાળકોના એકાઉન્ટ હોવું કોઈ મોટી વાત નથી.
માતાપિતા તરીકે તમને આમાં કોઈ નુકસાન નહીં દેખાતું હોય, પરંતુ તે તેમના માટે ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે. દરેક વસ્તુના તેના ફાયદા અને ગેરફાયદા હોય બંને હોય છે અને જો તમે માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ફાયદાઓ પર નજર ધ્યાન આપો છો તો એક માતાપિતા તરીકે તમારે બાળકો પર તેની નકારાત્મક અસરો પણ જાણી લેવી જોઈએ.
તો આજના આ લેખમાં અમે તમને આવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પણ તમારા બાળકને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સથી દૂર રાખવાનું જ સારું માનશો, તો ચાલો જાણીયે કેટલીક નકારાત્મક અસરો વિશે.
દેખાડો કરવાની વૃત્તિ : દરેક માણસ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેના સારા જીવનની છબી રજૂ કરવામાં માને છે. દરેક વ્યકતિ તેની વાસ્તવિક જીવનમાં કંઈક અલગ હોય છે અને તે સોશિયલ મીડિયામાં કંઈક અલગ જ દેખાય છે, તે માટે લોકો ફોટો અને વિડિઓ મુકતા હોય છે.
તેજ રીતે તમારું બાળક સોશિયલ મીડિયામાં બીજા બાળકોને જોતું હશે જેઓ ખૂબ ધનવાન છે અને ભવ્ય જિંદગી જીવી રહયા છે. આવી સ્થિતિમાં, તે બાળકની વેકેશનના ફોટા અને વિડિઓઝ જોઈને, તેના મનમાં નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ શકે છે અથવા તે દેખાડો કરવાની વૃત્તિ પણ અપનાવી શકે છે. તો આ બાળક માટે બિલકુલ સારું નથી.
ખરાબ કન્ટેન્ટ : આજના દિવસોમાં નાના માણસો રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે તે માટે લોકો ફોટો અને વિડિઓઝ અપલોડ કરતા હોય છે. આજના દિવસોમાં લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમામ પ્રકારની પોસ્ટ શેર કરે છે. આ સ્થિતિમાં, તમારું બાળક સોશિયલ મીડિયામાં શું જોઈ રહ્યું છે તે વિશે તમે અજાણ રહો છો.
કેટલીકવાર બાળકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એડલ્ટ કન્ટેન્ટ પણ જુએ છે, અને તેની બાળક પર વિપરીત અસર થાય છે. તેથી તમારા બાળકોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સથી દૂર રાખવાનો પ્રયાસ કરો અને તેમને અકાળે મોટા થતા અટકાવો. આ માટે તમે બાળકોને મોબાઈલ આપીને છોડી ના દો.
સમયનો બગાડ : આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની સૌથી મોટી નકારાત્મક અસર છે. જ્યારે બાળકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર હોય છે, ત્યારે તેઓ કલાકો ચેટિંગ કરવામાં, વીડિયો જોવામાં વિતાવે છે. આમાં તેમનો કેટલો સમય વેડફાય છે તેઓ જાણતા પણ નથી, કારણ કે આમાં તમારી પેઢીઓની પેઢી પતી જશે ત્યાં સુધી વિડિઓઝ ખતમ થવાના નથી.
બાળકોને સમયનું મૂલ્ય સમજાવો અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવું ખૂબ જ જરૂરી છે. બાળકો જે સમય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખર્ચીને બગાડે છે તેનો તેઓ તેમના અભ્યાસમાં ઉપયોગ કરી શકે છે અથવા તેઓ કંઈક નવું શીખીને તેમની સ્કિલ વધારી શકે છે. સમય લાગે છે ફ્રી છે, પરંતુ તે ફ્રી સમયને આજ સુધી કોઈ પાછો લાવી શક્યું નથી.
ગુંડાગીરી અને નકારાત્મક ટિપ્પણીઓ : આજના સમયમાં સોશિયલ મીડિયામાં ગુંડાગીરી અને નકારાત્મકતા ફેલાવવાનું એક શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે બાળક તેમના ફોટો, વિડિયો પોસ્ટ શેર કરે છે અને તેને વિવિધ પ્રકારની નકારાત્મક કમેન્ટ વાંચવા મળે છે ત્યારે તેના મનમાં હતાશા અને ઉદાસી પેદા થાય છે.
બાળકનું મગજ વિકસિત થઇ રહ્યું હોય છે અને તેની અસર તેના જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તેથી જો તમે ઇચ્છતા નથી કે તમારું બાળક ખરાબ સંગતમાં જાય અથવા બીજાની ગુંડાગીરી જોવે, તો તમે તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું બંધ કરાવી શકો છો. તમે તેમના માટે થોડા કઠોર બની શકો છો, પરંતુ નાની ઉંમરમાં બાળકોને કોઈપણ પ્રકારની નકારાત્મક અસરથી દૂર રાખવા જોઈએ.
જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો, તમારી આસપાસમાં રહેતા બીજા લોકોને પણ જણાવો. જો તમને આવી જ જીવનઉપયોગી માહિતી વાંચવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.