કુલર ખરીદતા પહેલા આ 10 વસ્તુ જરૂર જાણો કે તેને ખરીદવાની સાચી રીત કઈ છે
અત્યારે ઉનાળાનો સમય છે અને હવે ધીમે ધીમે ગરમી વધારે પડી રહી છે અને જેમાં ઘરની બહાર નીકળવું અને ઘરની અંદર બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. ગરમી એટલી વધી ગઈ છે કે ખબર જ નથી પડતી કે શું કરવું. આવી કડકડતી ગરમીમાં કુલર ભારતીય ઘરોની સૌથી મોટી જરૂરિયાત બની જાય છે.
ભારતમાં, જ્યાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે ત્યારે કૂલર જ એક મહત્વપૂર્ણ ગેજેટ આપણને મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં કુલર કેવી રીતે ખરીદવું? હકીકતમાં, આપણે આવી વસ્તુઓ ખરીદતી વખતે આપણી જરૂરિયાતને ભૂલી જઈએ છીએ અને આપણે ખૂબ મોટું, ખૂબ નાનું અથવા એવું કુલર ખરીદીને લાવીએ લાવીએ છીએ જે આપણા રૂમ કે ઘર પ્રમાણે યોગ્ય નથી.
તો આવી સ્થિતિમાં કેમ આપણે કેટલીક એવી ખાસ વાતો જાણી વિશે જાણીએ જે આપણા માટે કૂલર ખરીદવાની માર્ગદર્શિકા બની જાય. તો ચાલો જાણીયે કે કુલર ખરીદતા પહેલા કઈ ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સૌ પ્રથમ યોગ્ય પ્રકાર પસંદ કરો : તમે કુલર સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખ્યું હશે. જેમ કે, વ્યક્તિગત અથવા રૂમ કૂલર અથવા ડેઝર્ટ કૂલર લેવું તે તમારા રૂમના કદ અને તેની જગ્યા પર આધારિત હોય છે.
ફક્ત સારા પ્રકારનું કૂલર જ તમારા રૂમને ઠંડુ કરી શકશે. સરળ ભાષામાં સમજવું હોય તો, જો તમારો રૂમ ઘણો મોટો છે તો ડેઝર્ટ કૂલર પસંદ કરો (300 ચોરસ ફૂટથી મોટું) અને જો તમારો રૂમ તેનાથી નાનો હોય તો વ્યપર્સનલ કૂલર પસંદ કરો. તમારું કુલર ખરીદવાનો આ સાચો રસ્તો છે.
રૂમની સાઇઝની સાથે કૂલરની જગ્યા પણ નક્કી કરો : ઘણા લોકોના ઘરના રૂમની ડિઝાઇન એવી છે કે બહાર કૂલર રાખવાની જગ્યા નથી હોતી. આવા રૂમમાં ડેઝર્ટ કૂલર્સ રાખી શકાતા નથી કારણ કે તે અંદરના તાપમાનને ઠંડું નહીં કરે પરંતુ તેને ભેજયુક્ત કરશે. હંમેશા એવા કુલરની પસંદગી કરો કે જે તમારા રૂમની સજાવટ અનુસાર સેટ થઇ જાય.
સૌથી મોટું કુલર ખરીદવું ફાયદાકારક નથી, પરંતુ જો તમે કૂલરને રૂમની અંદર રાખવા માંગતા હોય તો પર્સનલ કૂલર અથવા ટાવર કૂલર શ્રેષ્ઠ રહેશે. જો તમારોરૂમ મોટો છે, તો 40 લીટરથી મોટી પાણીની ટાંકીવાળું કુલર લો અને મધ્યમ કદના રૂમ માટે 25 લીટર અને નાના રૂમ માટે 15 લીટરનું કુલર લો. રૂમ જેટલો મોટો હશે તેટલી મોટી કૂલરની ટાંકી સારી રહેશે.
કુલરમાં કેટલી વીજળી વપરાય છે? કૂલરના સેલ્સમેનને એક પ્રશ્ન હંમેશા પૂછવો જોઈએ કે આ કુલરને ચલાવવા માટે કેટલી વીજળી વપરાય છે અને તે ઈન્વર્ટરથી ચાલે છે કે નહીં. જો તમારું કુલર વધારે વીજળી વાપરે છે તો તે પાવર કટમાં ઇન્વર્ટર સાથે નહીં ચાલી શકશે. આ સાથે તમારું વીજળીનું બિલ પણ વધારે આવશે.
વિશેષતાઓનું ખૂબ ધ્યાન રાખો : તમારે કૂલરની કેટલીક મૂળભૂત વિશેષતાઓ વિશે પૂછવું જોઈએ જે તમારી ઊંઘમાં ખલેલ ના પહોંચાડે જેમ કે,
ઑટો-ફિલ ફંક્શન છે કે નહીં : ઘણા કૂલર્સ હવે ઑટો-ફિલ ફંક્શન સાથે આવે છે જેમાં વારંવાર પાણી ભરવાની જરૂર પડતી નથી. આવા કુલર વધારે મોંઘા હોય છે, પરંતુ વારંવાર ભરવાથી અને ઓછા પાણીને કારણે મોટરને નુકસાન થતા બચાવે છે. કેટલો અવાજ કરે છે કુલર : નાગપુરી કૂલર અથવા ટીનવાળા કૂલર વધુ અવાજ કરે છે અને તમારે એકવાર જઈને ચેક કરી લેવું જોઈએ.
કૂલિંગ પેડ્સ: કૂલિંગ પેડ્સના ઘણાં પ્રકારના આવે છે. ખસ ખસ વાળા પેડ્સ અલગ પ્રકારના હોય છે અને તેમને દર વર્ષે બદલવા પડે છે. હનીકોમ્બ મેશના અલગ પ્રકારના હોય છે, તેમને વારંવાર બદલવાની જરૂર પડતી નથી. ત્રીજા હોય છે, વુલ વુડ પેડ્સ, જેને વધારે મેંન્ટેનર્સની જરૂર પડે છે.
આઈસ પેડ : હવે ઘણા કૂલરમાં આઈસ ચેમ્બરની સુવિધા મળી રહી છે, આ કુલર તરત જ પાણીને ઠંડુ કરે છે, પરંતુ જો તમને તેની જરૂર ન હોય તો આ સુવિધાવાળા કુલર લેવાની જરૂર નથી. આ પણ લગભગ સામાન્ય કૂલરની જેમ કામ કરે છે.
રિમોટ કંટ્રોલઃ હવે રિમોટ કંટ્રોલ અને મૉસ્કિટો ફિલ્ટરવાળા કૂલર આવી ગયા છે અને જો તમારા ઘરમાં મચ્છરોની સંખ્યા વધારે છે તો આ કૂલર અનુકૂળ છે કે નહીં તે પણ ચેક કરી લો.
તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી જરૂરિયાત મુજબ કુલર પસંદ કરો. ઘણી વખત લોકો વધારે ફીચર્સ જોઈને કુલર ખરીદી લેતા હોય છે અને તેમને એટલું જ મોંઘુ પડે છે જેટલામાં એસી પડતું હોય છે. આ વિચાર યોગ્ય નથી.
તમારે ફક્ત કુલર પર વધારે પડતો ખર્ચ ના કરવો જોઈએ. જો કે તમારે હની કોમ્બ મેશ અને આવા બીજા ફીચર્સવાળા કૂલર પસંદ કરવા જોઈએ જેથી વારંવાર મેઈન્ટેનન્સની જરૂર ના પડે. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.


Pingback: વાસ્તુ ટિપ્સઃ ઘરમાં કૂલરને આ દિશામાં રાખો, ઘરમાં રહેશે હંમેશા સુખ અને સમૃદ્ધિ » Rasoiniduniya