ટામેટામાં ફક્ત આ 1 વસ્તુ ઉમેરીને બનાવો ફેસપેક તમારા ગાલ પણ ટામેટા જેવા લાલ થઇ જશે

જયારે પણ તમે કોઈ લગ્નમાં કે કોઈપણ પ્રસંગમાં જાઓ છો ત્યારે તમે પણ ઇચ્છતા હશો કે તમારો ચહેરો સૌથી અલગ હોવો જોઈએ, તમારી ત્વચા સૌથી સુંદર દેખાતી હોવી જોઈએ અને તમે પણ બધાથી સુંદર દેખાતા હોવા જોઈએ.

આ માટે તમે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરતા હશો અને અને ઘરેલું ઉપચાર પણ અજમાવતા હશો. જો તમે પણ આ બધા ઉપયો કરીને થઇ ગયા હશો તો હવે તમારા ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાતા ટામેટાં તરફ પણ એક ધ્યાન આપો.

લાલ દેખાતા ટામેટાં ખાવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે, અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો મળે છે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને જો તમે સુંદરતા વધારવા માટે આ ટામેટાંનો ઉપયોગ કરશો તો તમારા રંગમાં પણ નિખાર આવશે.

ટામેટાંથી મળતી ચમક તમારા ચહેરાને લાંબા સમય સુધી ચમકદાર રાખશે કારણ કે તેના પ્રાકૃતિક તત્વો તમારી ત્વચાને પોષણ આપવામાં તેમજ ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ ટામેટાંથી બનતા આ ફેસ પેક વિશે.

1. ટામેટા અને ખાંડનો ફેસ પેક અને સ્ક્રબ : ત્વચાને સાફ કરવા માટે અને તેનો ભેજ જાળવી રાખવા માટે તમે ટામેટાને મેશ કરીને તેનો રસ કાઢી લો. આ રસમાં એક ચમચી ખાંડ ઉમેરો અને પછી આ મિશ્રણને તમારા ચહેરા પર હળવા હાથે ઘસતા જાઓ અને લગાવતા જાઓ.

આ પેકને થોડા સમય માટે ચહેરા પર લગાવેલો રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી પાસે સમય નથી તો તમે ઘરે બેઠા તૈયાર ફેસ પેકથી પણ તમારી ત્વચાની ચમક પણ વધારી શકો છો.

2. ટામેટા અને મધ ફેસ પેક : ટામેટા અને મધ બંને ચહેરાની ચમક જાળવી રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે. જો તમે આ બંનેને મિક્સ કરીને ફેસ પેક બનાવો છો તો તેનો ઉપયગો કરવાથી તમારી ત્વચાને બમણો ફાયદો થાય છે. આ ફેસ પેક તમારી ત્વચાને સંપૂર્ણપણે સાફ કરીને સોફ્ટ બનાવે છે.

તેને બનાવવા માટે તમારે પહેલા ટામેટાને મેશ કરીને તેમાં એક ચમચી મધ નાખીને મિક્સ કરવાનું છે. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને થોડી વાર લગાવેલું રહેવા દો. ચહેરા પરનો પેક સુકાઈ જયારે સુકાઈ જાય એટલે તેને પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરો ચમકદાર દેખાશે.

3. ટામેટા અને લીંબુનો ફેસ પેક : ટામેટા અને લીંબુ બંને નેચરલ ક્લીન્ઝર માટે જાણીતા છે અને તેમાંથી બનાવેલ ફેસ પેક તમારા ચહેરાની ચમક વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે . તે ત્વચાના એક્સેસ ઓઈલને ઘટાડવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે ટામેટાને પીસીને એક પેસ્ટ તૈયાર કરો અને તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને સરખી માત્રામાં મધ ઉમેરીને પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધી મિનિટ માટે છોડી દો. જયારે તે સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. આ ફેસપેક પણ તમારી ત્વચાને અંદરથી સાફ કરે છે કુદરતી ચમક પછી લાવવામાં મદદ કરે છે.

જો તમને સ્કિન કેર સંબંધિત માહિતી મેળવવામાં રસ છે તો તમે પણ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ત્વચાને ચમકદાર અને જુવાન રાખવા માટેની સરળ ટિપ્સ જાણવા મળશે.