વ્રતમાં અમુક ચોક્કસ સમય સુધી ફળો સિવાય બીજું કંઈ ખાવામાં નથી આવતું. આ સિવાય ઘણા લોકો એવા વ્રત પણ કરે છે જેઓ ફળો અને પાણી જેવું કંઈપણ ખાતા કે પીતા નથી. હિન્દૂ ધર્મમાં વ્રતની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ સિવાય તમે કદાચ નહિ જાણતા હોય કે ઉપવાસને સૌથી જુના મેડિસિન થેરાપી રૂપમ માનવામાં આવે છે.
જો કે, વ્રત કરવાનો સબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથાઓ સાથે સંકળાયેલા છે જેમાં તમામ મુખ્ય ધર્મો કોઈને કોઈ સ્વરૂપે ભાગ લે છે. શું તમે પણ કોઈ વ્રત કે ઉપવાસ કરતા હશો? પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉપવાસ કે વ્રત શા માટે રાખવામાં આવે છે? તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે વ્રત શા માટે રાખવામાં આવે છે અને વ્રત રાખવાથી શું શું ફાયદા થાય છે.
ઉપવાસ શા માટે કરવામાં આવે છે? દરેક વ્યક્તિ ઉપવાસ કે વ્રત રાખવાનું કારણ અલગ અલગ આપે છે. ઘણા લોકો કહે છે કે વ્રત ભગવાનને ખુશ રાખવા માટે રાખવામાં આવે છે અને ઘણા કહે છે કે આ દિવસે તો વ્રત કરવું જ જોઈએ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે વ્રત ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં પરંતુ શરીરને ડિટોક્સ કરવા માટે રાખવામાં આવે છે.
કારણ કે આપણે દિવસમાં ઘણી વાર ખાતા -પીતા હોઈએ છીએ જેના કારણે આપણું લીવર, પેટ અને સ્વાદુપિંડ સતત કામ કરતુ રહે છે. આ સિવાય, વધારે પડતું ખાવા-પીવાને કારણે અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ થાય છે. આ સમસ્યાઓ માટે અને શરીરને આરામ આપવા માટે વ્રત રાખવામાં આવે છે.
શા માટે ઉપવાસને પ્રાર્થના સાથે જોડવામાં આવે છે? હવે જ્યારે આપણા શરીરમાં કંઈ પણ ખાવાની સામગ્રી જતું નથી તેનો અર્થ એ છે કે આપણું શરીર ડિટોક્સિફિકેશન થઈ ગયું છે. આ કારણે તમે સરળતાથી પ્રાર્થનામાં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને તમારી પ્રાર્થના સાચી અને ઊંડી બને છે.
જ્યારે આપણે ભૂખ્યા હોઈએ છીએ ત્યારે આપણું મન એક વસ્તુ પર કેન્દ્રિત થઈ જાય છે. કારણ કે જો તમારું પેટ ભરેલું હશે તો તમને ઊંઘ આવી શકે છે અને પેટમાં દુખાવો પણ થઇ શકે છે, જેના કારણે તમે પ્રાર્થના માં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં.
આ કારણથી એવું માનવામાં આવે છે કે જ્યારે તમે વ્રત રાખો છો ત્યારે તમે સારી રીતે પ્રાર્થના કરી શકો છો. તમારું શરીર ડિટોક્સિફાઇડ છે અને તમારું મન શાંત અને સતર્ક રહે છે. વ્રત રાખવાથી આપણી સતર્કતા અને આપણા મનને અસર થાય છે તેથી જ વિશ્વના તમામ ધર્મોમાં વ્રત રાખવામાં આવે છે.
વ્રત રાખવાના ફાયદા : વ્રત રાખવાના ઘણા શારીરિક અને માનસિક ફાયદા હોય છે. આ જ કારણ છે કે ડૉક્ટર દ્વારા પણ ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીયે કે વ્રત રાખવાના ફાયદા શું શું છે.
બ્લડ સુગર કંટ્રોલ કરે છે : કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઉપવાસ કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે, પરંતુ તે સ્ત્રી કે પુરુષ પર અલગ આધાર રાખે છે.
રોગ થતા અટકાવે છે : જ્યારે આપણે ખાવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરીએ છીએ ત્યારે શરીરને રોગથી બચાવે છે. વ્રત રાખવાથી શરીરની કાર્યક્ષમતામાં પણ સુધારો આવે છે. આ સાથે તે હૃદયરોગ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને સંધિવા જેવી સ્થિતિઓનું જોખમને પણ ઓછું કરે છે. વ્રત અથવા ઉપવાસ એ એક પ્રાચીન કાળથી ચાલી આવતી પ્રથા છે.
લોકો વારંવાર ઉપવાસને ભગવાન સાથે જોડે છે, જો કે ઉપવાસ કરવાના ઘણા કારણો છે જેમ કે, આધ્યાત્મિક શક્તિનો વિકાસ કરવો. સ્વ-નિપુણતા નો વિકાસ કરવા માટે, આપણા આત્માઓને આપણા શરીરના સ્વામી બનાવવા માટે, સાચા મનથી પ્રાથના કરવા, વિનમ્રતા, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા.
વજન ઓછું થાય છે : ઘણા ડાયટિશિયન વજન ઘટાડવા માટે ઉપવાસ કરવાની સલાહ આપે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાવાના સમયને નિયંત્રિત કરવાથી અથવા ટૂંકા ગાળાના ઉપવાસ કરવાથી વજન ઓછું કરી શકાય છે.
આ સિવાય, બીજા ઘણા અભ્યાસોમાં એવું નોંધવામાં આવ્યું છે કે જે લોકોનું વજન વધારે છે તેમના શરીરની રચના સુધારવાની ક્ષમતા વધારવામાં ઉપવાસ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
શું ઉપવાસ દરેક માટે યોગ્ય છે? જો કે, દરેક વ્યક્તિએ વ્રત રાખવું જોઈએ નહીં. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા તમે વૃદ્ધ હોય અથવા કોઈ રોગથી પીડિત હોય તો તમારે ઉપવાસ ના રાખવા જોઈએ. જે સ્ત્રીઓનું વજન ઓછું હોય, ખાવામાં તકલીફ હોય, સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પણ ઉપવાસ કરવાની સલાહ આપવામાં નથી આવતી.
આ બધી સમયનો છે તેમ છતાં પણ તમારે ઉપવાસ કરવો છે તો તમારે એક વાર ડૉક્ટર સાથે ચોક્કસ વાત કરવી જોઈએ. આશા છે તમને આ લેખ ગમ્યો હશે, આવા જ વધારે લેખ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.