ઘરની અલમારીમાંથી આવતી દુર્ગંધને હંમેશા માટે દૂર કરવા માટે કરી લો આ 5 ઉપાય, ફંગસ અને જંતુઓમાંથી મેળવો કાયમી છુટકારો

આજ દોડભાગવાળી જિંદગીમાં આપણે દરરોજ ઘરને સાફ તો કરીએ છીએ પરનું, ઘણીવાર દરેક જગ્યાને સાફ કરી શકતા નથી. ખાસ કરીને તમારા ઘરોમાં રહેઈ કપડાંનું કબાટ અથવા અલમારીઓની સફાઈ કદાચ મહિનામાં ફક્ત એક જ વાર થતી હશે, કોઈકવાર 3 મહિનામાં કરવામાં એક વાર થતી હશે.

આને કારણે અલમારીમાંથી ખરાવબ સ્મેલ આવવી સામાન્ય બાબત છે. ઘણી વખત કપડાના કબાટમાંથી એટલા માટે દુર્ગંધ આવવા લાગે છે કારણ કે તમે આ કપડાં ધોયા વગર અથવા ભીના કપડાં અલમારીની અંદર રાખો છો. આ કપડાથી દુર્ગંધની સાથે સાથે નાના નાના જીવજંતુઓ પણ આવે છે.

કેટલીકવાર અલમારીના દુર્ગંધ આવાના કારણે ફૂગ જેવી સમસ્યાઓનું કારણ બને છે. કારણ ગમે તે હોય પરંતુ કબાટની અંદરથી આવતી ગંધ તમને પણ ગમશે નહીં. જો તમે પણ દરરોજ તમારી અલમારીને સાફ કરી શકતા નથી તો, તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તેમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.

અલમારીની કરો સફાઈ : જો અલમારીમાંથી કોઈપણ પ્રકારની દુર્ગંધ આવે છે તો સૌથી પહેલા આ દુર્ગંધ આવવાનું ચોક્કસ કારણ શું છે તે તપાસો. જો અલમારીમાં ફંગસ થઇ ગઈ છે તો, તેની નમીને દૂર કરવાની જરૂર છે. આ માટે તમે અલમારીના સામાનને બહાર કાઢીને સારા મોલ્ડ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.

જો તમે અલમારીમાં ન્યુઝ પેપરનો ઉપયોગ કરો છો તો જૂના પેપરને કાઢીને નવા ન્યુઝ પેપર મૂકો. જો તમે તેની અંદર પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરતા હોય તો તેને બહાર કાઢીને સારી રીતે ધોઈને સૂકવી દો. પુરી સફાઈ કર્યા પછી ગરમ સાબુવાળા પાણીથી ભીના કપડા વડે અલમારીની બધી જગ્યાને સારી રીતે સાફ કરો.

જ્યારે તમે અલમારીને સાફ કરો ત્યારે ડ્રોઅર્સની સફાઈ કરાવી પણ મહત્વપૂર્ણ સ્ટેપ છે. આ માટે ડ્રોઅરને પણ બહાર કાઢીને થોડીવાર માટે તડકામાં મુકો. અલમારીના બહારના ભાગને નરમ કપડાથી સારી રીતે સાફ કરો અને ડ્રોઅરને સારી રીતે સૂકવી લીધા પછી જ તેને અલમારીની અંદર લગાવો.

કપૂર : કપૂરને ગંધ વિરોધી માનવામાં આવે છે અને અલમારીમાં તેનો ઉપયોગ કરવાથી દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થાય છે. આ સાથે અલમારીની ચારે બાજુ કપૂરની સુગંધ ફેલાય છે. જો તમારા અલમારીમાંથી ફૂગ અથવા કોઈપણ પ્રકારની ગંધ આવે છે તો કપૂરની થોડી ગોળીઓને પાતળા કપડામાં બાંધીને અલમારીના દરેક ખૂણામાં રાખો.

તમે કપૂર પાવડર પણ બનાવી શકો છો અને તેને અલમારીની અંદર પણ રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તેને અલમારીમાં ક્યારેય ખુલ્લું કપૂર ના રાખવું ના રાખવું, નહીંતર તેની ગંધ ખૂબ જ ઝડપથી બાષ્પીભવન થાય છે અને ભેજને શોષી નથી શકતી.

વિનેગર અને બેકિંગ સોડા : વિનેગર અને ખાવાનો સોડા બંને ગંધને અવશોષિત કરવા અને સફાઈ માટે જાણીતા છે. પરંતુ તમારે અલમારીની અંદરની દુર્ગંધ ઘટાડવા માટે આ બંને સસામગ્રીને મિક્સ કરીને ઉપયોગ કરવાને બદલે તેને અલગથી ઉપયોગ કરવો પડશે.

આ માટે તમે એક બાઉલમાં વિનેગર નાખીને આખી રાત માટે અલમારીની અંદર મૂકી દો. તે આખી રાતમાં ગંધને શોષી લેશે અને સવારે અલમારીની દુર્ગંધ દૂર કરી નાખશે. બીજો ઉપાય છે કે બેકિંગ સોડાનો આખો બાઉલ આખી રાત માટે અલમારીમાં રાખો અને સવાર સુધી રાહ જુઓ.

નૈપ્થલિન બોલનો ઉપયોગ : જો તમારા અલમારીમાંથી દુર્ગંધ આવે છે તો અલમારીના દરેક ખૂણામાં કેટલાક નેપ્થાલિન બોલ્સ રાખીને છોડી દો. પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તે ઘરના નાના બાળકોની પહોંચમાં ના આવી જાય. આ બોલ્સ કોઈપણ પ્રકારની ગંધથી છુટકારો અપાવે છે અને તે કપડાંને જંતુઓથી પણ બચાવે છે.

કોફી બીન્સનો ઉપયોગ : કોફી બીન્સ પણ ભેજ અને ગંધને શોષી શકે છે. તેથી તમારા અલમારીમાંથી કોઈ ગંધ આવી રહી છે તો અલમારીની અંદર કોફી બીન્સનો બાઉલ રાખીને અલમારી બંધ કરો. સવાર સુધીમાં કોફી બીન્સ ગંધને શોષી લેશે અને કોફી બીન્સની સુગંધના કારણે અલમારીમાંથી પણ સુગંધ સારી આવશે.

ઉપર જણાવવામાં આવેલા બધા ઘરેલું નુસખા અપનાવીને તમે કપડામાંથી આવતી કોઈપણ ગંધને હંમેશા માટે દૂર કરી શકો છો અને કપડાને જંતુઓ અને ફંગસથી પણ બચાવી શકો છો.

જો તમને પણ આ હોમ ટિપ્સ ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.