શરીરને સ્વસ્થ અને એક્ટિવ રાખવા માટે યોગ-વ્યાયામ ખૂબ જ જરૂરી છે. શરીરમાં લોહીના પરિભ્રમણને જાળવવાથી લઈને ઘણા બધા રોગોના જોખમને ઘટાડવા માટે યોગા કરવું ફાયદાકારક છે. યોગ મગજના કાર્યોને પ્રોત્સાહન આપે છે અને એટલું જ નહિ, યોગા શરીરની કાર્યક્ષમતા વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.
યોગ નિષ્ણાતોનું કહેવું છે કે અસ્થમાથી લઈને શરીરના દુખાવા અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધીની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે યોગા ખુબ જ અસરકારક માનવામાં આવે છે.
માથાથી લઈને પગ સુધીના સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો યોગ એક સારો રસ્તો છે. દરરોજ સવારે વહેલા અડધો કલાક યોગાસનો માટે સમય ચોક્કસ કાઢો. તો ચાલો જાણીએ આવા ત્રણ યોગાસનો વિશે જે તમામ લોકોએ કરવા જોઈએ.
ભુજંગાસન અથવા કોબ્રા પોઝ : દરરોજ ભુજંગાસન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કરોડરજ્જુને મજબૂત કરવા, છાતી-ફેફસા, ખભા અને પેટના સ્નાયુઓને આરામ આપવા અને તેમાં રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવાનું કામ આ યોગાસન કરે છે. તણાવ અને થાકને દૂર કરવા અને સાયટિકા મટાડવામાં પણ આ યોગ ખૂબ અસરકારક છે.
સર્વાંગાસન યોગ : હાઈ બ્લડ પ્રેશરને હૃદય રોગ જેવી ઘણી ગંભીર બીમારીઓનું કારણ માનવામાં આવે છે પરંતુ સર્વાંગાસન બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં ખૂબ જ મદદરૂપ છે. થાઇરોઇડના દર્દીઓને પણ આ યોગ કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે. સર્વાંગાસન તમારા માટે મગજની કાર્યક્ષમતા વધારવા તેમજ ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે.
પર્વતાસન યોગના ફાયદા : આ એ યોગ છે જે શ્વાસ લેવાની તકનીક વિકસાવવા અને સુધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ આસન દરરોજ કરવાથી તમારા ફેફસાંની ક્ષમતા વધે છે અને પેટ, હિપ્સ અને કમર પર જમા થયેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આ યોગ આખા શરીરને ખેંચવામાં અને રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવા માટે પણ ફાયદાકારક છે.
જો તમે પણ ફિટ અને હેલ્ધી રહેવા માંગતા હોય તો, તમારી દિનચર્યામાં ચોક્કસપણે યોગનો સમાવેશ કરો, આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.