હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે પાઉંભાજી વ્રેપ બનવાના છીએ. આં વ્રેપ આપણે બટાકા અને વટાણા નાં શાક સાથે મિક્ષ કરીને બનાવીશું. એકદમ ટેસ્ટી, ઘર માં રહેલા બધાં નાના બાળકો અને મોટાં લોકો ખાઇ શકે છે. આ વ્રેપ એકદમ ક્રિસ્પી અને મસાલાથી ભરપૂર બનશે. તો એકવાર જોઈલો ઘરે કેવી રીતે સરળ પાઉંભાજી વ્રેપ બનાવી શકાય.
સામગ્રી:-
- રોટલી
- બટાકા અને વટાણા નુ શાક
- ૨ ટામેટા
- ૨ ડુંગરી
- ધાણાજીરૂ
- લીલા મરચા
- કોબીજ
- સુકા લસણ ની ચટણી
- કોથમીર
- કેપ્સીકમ
- પાઉંભાજી મસાલો
- તેલ
- અમૂલ ચીઝ
- લીંબુ.
સલાટ માટે:-
અડધો કપ સમારેલું કોબીજ, કાપેલા ટામેટા, સમારેલી ડુંગળી, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ કાશ્મીરી મરચું એડ કરીને સારી રીતે મિક્ષ કરીલો. હવે સલાટ તૈયાર થઇ ગયો છે.
બટાકા અને વટાણાના શાક સાથે રોટલી
બનાવાની રીત:-
સૌ પ્રથમ એક પેન માં તેલ એડ કરો. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં ધાણાજીરૂ એડ કરો. હવે તેમાં નાની સમારેલી ડુંગળી એડ કરો. ડુંગરી સારી રીતે રોસ્ટ થઈ ગયાં પછી તેમાં કેપ્સીકમ નાં ટુકડાં અને ઝીણા સમારેલા ટામેટા ના ટુકડાં એડ કરો. બધું સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમા અડધી ચમચી સુકું ચોપ કરેલું લસણ, અડધી ચમચી ચોપ કરેલા લીલાં મરચા, ૨ ચમચી અમુલ બટર, સ્વાદ પ્રમાણે મીઠું, દોઢ ચમચી પાઉંભાજી મસાલો, ધાણાજીરૂ, લાલ મરચું એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લો.
હવે એમાં વટાણા નું શાક એડ કરી લો. હવે થોડું પાણી ઉમેરી બધું બરાબર મેશ કરીલો. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર થવા દો. ૫-૭ મિનિટ પછી ઢાંકણ ખોલીને એક વાર હલાવી દો. ધીમા ગેસ પર પાઉંભાજી ડ્રાય થાય પછી તેમાં લીંબુ નો રસ એડ કરો.લીંબુ નો રસ એડ કરીને ૨ મિનિટ માટે કુક કરીલો. હવે તેમાં થોડી કોથમીર એડ કરી દો. હવે પાઉંભાજી તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દો. પાઉંભાજી ને એક ડીશ માં લઈ લો. ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.
હવે એક ટેબલ પર રોટલી લઈને તેને વચ્ચે થી એક બાજુ કટ કરીલો. હવે રોટલી ની એક બાજુ પાઉંભાજી સ્પ્રેડ કરી લો. તેની બાજુમાં સલાટ એડ કરી દો. રોટલીની ત્રીજી બાજુ ચટણી સ્પ્રેડ કરી દો. હવે ચોથા ભાગ પર અમુલ ચીઝ ગ્રેડ કરીને એડ કરો. આમ એકજ રોટલી પર ચાર વસ્તુ એડ કરી દો. હવે રોટલીને એક બાજુથી હોલ્ડ કરતા જાઓ અને વ્રેપ તૈયાર કરો. આમ બધી રોટલી માંથી તૈયાર કરી દો.
હવે એક તવી ને ગેસ પર મૂકો. ગેસ ને ધીમો રાખી એક ચમચી બટર એડ કરો. બટર મેલ્ટ થયત પછી તેમાં થોડી કોથમીર એડ કરો. હવે તૈયાર કરેલા વ્રેપ મૂકી બન્ને બાજુ હલકા ગોલ્ડન કલર નાં શેકી લો. વ્રેપ શેકાઈ ગયા પછી તેને એક ડીશ માં કાઢી લો. આજ પ્રમાણે બીજા બધાં વ્રેપ ને તૈયાર કરી લો. તો તૈયાર છે તમારા પાઉંભાજી વ્રેપ.
તો આપડું શાક તૈયાર છે. હવે થોડી કોથમીર એડ કરી દો. તો તમારી ઢોકળી શર્વ કરવા તૈયાર છે. તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.