weight loss tips at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજની આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે જીમમાં જઈને પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સમય નથી. જો કે, મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે તેઓ કંઈપણ કરીને પોતે ફિટ થઈ જાય. આજકાલ મહિલાઓને પણ ઓફિસ અને ઘર કરવું પડે છે, જેના કારણે તેઓ પાસે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો સમય નથી.

જો કે, મહિલાઓએ તેમની કમરના કદ અથવા તેમની શરીરની ચરબી વિશે સાવચેત રહેવું જોઈએ કારણ કે તે તેમના સ્વાસ્થ્ય પર ઘણી અસર કરી શકે છે. વજન ઘટાડવું એ મુશ્કેલ કામ જરૂર છે, પરંતુ અશક્ય અર્પણ નથી.

તમારે પણ ફિટ રહેવું છે પરંતુ સમયની અછતને કારણે પોતાને સ્વસ્થ અને ફિટ રાખી શકતા નથી, તો આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ વિશે જણાવીશું, જે તમને વજન ઘટાડવામાં અને ફિટ રહેવામાં ખુબ સારી મદદ કરી શકે છે.

નાના લક્ષ્યો સેટ કરો

વજન ઘટાડવું છે તો નાના ગોલ સેટ કરો, કારણ કે મોટા ગોલ બિનજરૂરી તણાવ પેદા કરે છે, તેથી તમે સરળતાથી પહોંચી શકો તેવા નાના લક્ષ્યો બનાવો. ઉદાહરણ તરીકે, એક મહિનામાં 10 કિલો વજન ઘટાડવાનું ટાર્ગેટ નક્કી કરવાને બદલે, 2 કિલોનો જ ટાર્ગેટ બનાવો. આ ગોલ ધીમે ધીમે અને કોઈપણ દબાણ વગર પ્રાપ્ત કરી શકાય છે.

ખાવાની થાળી નાની લો

ખાવા માટે નાની પ્લેટનો ઉપયોગ કરો કારણ કે તેનાથી થાળીમાં ઓછો ખોરાક પીરસાય છે અને વધારે ખાવાથી બચી શકાય છે. નાની થાળીમાં ખોરાક ખાવાથી પેટ ભરેલું પણ રહે છે.

તૂટક તૂટક ઉપવાસ કરવાનો પ્રયાસ કરો

આ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તમે ઉપવાસમાં 14 થી 16 કલાક સુધી કંઈપણ ખાતા નથી. તે મેટાબોલિક રેટને વધારે છે અને પાચનમાં સુધારો કરે છે જે વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

ઓછું બેસો, વધુ ચાલો

વધારાની કેલરી બર્ન કરવા માટે દરરોજ વધુ ને વધુ ચાલવાનો પ્રયાશ કરો. ઘરના કામ જાતે જ કરો. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો અને તમારી ગાડી દૂર પાર્ક કરો જેથી તમે ઓફિસ સુધી ચાલી શકો. લંચ-બ્રેક, મોબાઈલમાં વાત કરતી વખતે પણ થોડું ચાલો.

સ્ક્રીન સમય ઘટાડો

વજન ઘટાડવા માટે મોબાઈલ ફોન, લેપટોપ અને ટીવીમાં વધારે સમય બગાડવાને બદલે, ઘરના ધાબા પર અથવા ઘરમાં ચાલો અથવા ઘરે હળવી કસરતો કરો.

પુરી ઊંઘ લો

વજન ઘટાડવા માટે દરરોજ ઊંઘનો સમય નક્કી હોવો જરૂરી છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ઊંઘની ઉણપ પણ વજન વધવાનું કારણ છે કારણ કે તેનાથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 કલાકની સારી ઊંઘ લેવાથી વજન ઓછું થવાની શક્યતા વધે છે.

રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ ઓછી કરો

પાસ્તા, નૂડલ્સ, ખાંડ, સફેદ બ્રેડ અને અન્ય પેકેજવાળા ખોરાક ખાવાનું ટાળો. સ્વસ્થ રહેવા બદામ અથવા બ્રાઉન ખોરાક ખાઓ, કારણ કે શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સમાં ફાઈબર અને સૂક્ષ્મ પોષકતત્વો ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ

તમારા આહારમાં મીઠા લીમડાના પાન, સુંગધી પાનવાળી વિલાયતી વનસ્પતિ, કોથમીરના પાન, પાલકના પાંદડાનો સમાવેશ કરો. આ તમામ પોષક તત્વોથી ભરપૂર છે, જે પાચનમાં મદદ કરે છે અને બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. તે મેટાબોલિક રેટ વધારીને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

પ્રોટીનની માત્રા વધારો

વજન ઘટાડવા માટે તમારા આહારમાં ઈંડા, ડેરી પ્રોડક્ટ અને કઠોળ જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાકનું સેવન વધારવું જોઈએ. પ્રોટીનથી ભરપૂર આહાર ખાવાથી પેટ ભરેલું રહે છે અને મેટાબોલિક રેટ પણ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ખુબ પાણી પીઓ 

દિવસ દરમિયાન તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો. વધુ પાણી પીવાથી નાસ્તો કરવાની ઈચ્છાને રોકી શકાય છે અને ભૂખ પણ ઓછી થઈ શકે છે. શ્રેષ્ઠ પરિણામો માટે, ભોજન કરવાના 15 મિનિટ પહેલાં બે ગ્લાસ પાણી પીવો.

કાર્ડિયો અને સ્ટ્રેચિંગ કસરત કરો

દરરોજ ઓછામાં ઓછું 20 થી 40 મિનિટ કાર્ડિયો કસરત કરો કારણ કે તે હૃદયના ધબકારા વધારે છે અને વધારાની કેલરી બર્ન કરે છે. રેજિસ્ટેસ ટ્રેનિંગ સ્નાયુઓ બનાવે છે અને સહનશક્તિ વધારે છે. સામાન્ય વેઇટ એક્સરસાઇઝ, વેઇટ લિફ્ટિંગ પણ તમારા શરીરને ફિટ કરી શકે છે.

આ પણ વાંચો: તમે પણ કદાચ આ 7 કારણોના કારણે જ દુઃખી રહેતા હશો, બીજાની સામે ખુશ રહેવું અને ખરેખર ખુશ રહેવું એ ખૂબ જ અલગ છે

હેલ્દી ખોરાક ખાઓ

પેકેજ્ડ ફૂડ અને તળેલા ખોરાક સંપૂર્ણપણે બંધ કરો. હેલ્દી આહાર લો. ખોરાકના સ્વાદ, સુગંધ અને રંગ પર પણ ધ્યાન આપો. ખોરાક ધીમે ધીમે સારી રીતે ચાવવો. આ રીતે ખાવાથી સંતોષ મળે છે અને તમે ઓછી કેલરીનો વપરાશ કરો છો.

ઓછો તણાવ લો

કેટલાક અભ્યાસો મુજબ તણાવ વધવાથી વજન વધવાનું જોખમ વધે છે. તણાવ તમારી ખાવાની પેટર્નમાં બદલાવ લાવે છે, જેના કારણે વધારે ખાવાની વારંવાર ખાવાની ટેવ પડે છે. તેથી જ તણાવ ઓછો કરવા માટે કસરત કરો, સંગીત સાંભળો, યોગ કરો અને મિત્રો કે પરિવાર સાથે વાતચીત કરો.

એક નોટ બનાવો

એક નોટ બનાવો જેથી તમે તમારા રોજિંદા આહાર પર નજર રાખી શકો. આ તમને હેલ્દી ખોરાક પસંદ કરવામાં મદદ કરશે અને તમે તમારી દૈનિક કેલરીની ગણતરી પણ કરી શકો છો. આનાથી તમે વધારે સારી રીતે વજન ઉતારી શકો છો.

તો આ હતી કેટલીક રીતો, જેને અજમાવીને તમે પણ સમયનો અભાવ હોવા છતાં તમારું વજન ઘટાડવાનું સપનું પૂરું કરી શકો છો અને સ્વસ્થ અને ફિટ શરીર મેળવી શકો છો. આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા