Sunday, August 14, 2022
Homeસ્વાસ્થ્યસવારે ખાલી પેટે આ પાણી પીવાથી બે અઠવાડિયામાં પાંચ કિલો વજન ઘટાડી...

સવારે ખાલી પેટે આ પાણી પીવાથી બે અઠવાડિયામાં પાંચ કિલો વજન ઘટાડી શકે છે પાણી

આજે વાત કરીશું જીરું વિષે. આજ સુધી આ તમારા ખોરાકનો સ્વાદ વધારતું આવ્યું છે, પણ શું તમે જાણો છો કે જીરું ખુબ જ ઝડપથી ચરબી પણ ઘટાડે છે? જીરામાં એવી પ્રોપર્ટી જોવા મળે છે જે તમારી ચરબીને ઘટાડે પણ છે અને સાથે તમારા શારિરીને પણ સાફ કરે છે.

એક ચપટી જીરું તમારું કેટલી વજન ઘટાડી શકે છે તે તો ત્યારે જ ખબર પડશે જયારે તમે જાતે એનો અનુભવ કરશો. આ લેખમાં અમે તમને જીરુંથી બનતું એવું એક પીણાં વિષે વાત કરીશું જે કોઈ પણ ડ્રિન્ક કરતા ત્રણ ઘણું ઝડપથી કામ કરે છે. તો ચાલો જોઈએ.

તો આ પીણું બનાવવા માટે સામગ્રી જોઈશે 1 ચમચી જીરું, 1 લીંબુ , 1 ચમચી મધ અને 1 ગ્લાસ પાણી. આ ડ્રિન્કને તમારે રાત્રે સુતા પહેલા બનાવી લેવાનું અને સવારે ખાલી પીવાનું હોય છે. તો હવે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને મિક્સ કરીને ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર મૂકી દો.

હવે સવારે તે પાણીને ઉકાળી લો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું પાણી ના થઇ જાય. પછી ને ગળણીની મદદથી ગ્લાસ માં ગાળી લો. હવે એમાં લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરીને મિક્સ કરો. તો તૈયાર છે વજન ઘટાડવા માટેનું પીણું.

4

આ ડ્રિન્ક ત્યારે જ ફાયદાકારક થશે જયારે તમે તમારા દૈનિકજીવન પર થોડુંક ધ્યાન આપશો ત્યારે. તો દિવસભર તમારે લો કેલરી વાળો ખોરાક ખાવો. દરરોજ 15 મિનિટ ચાલવા જાઓ અને દિવસમાં ખુબ પાણી પીવો.

નોંધ: મધને ઉમેરતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું ગરમ હોવું જોઈએ એટલે ગેસપરથી નીચે ઉતાર્યા પછી જ ઉમેરવાનું છે. ઉકાળતી વખતે મધ ઉમેરવાનું નથી, નહિ તો તેના લાભ નહિ મળે.

ફાયદા : વજન ઘટાડવાની સાથે સાથે ચરબી પણ ખુબ ઝડપથી ઘટાડે છે અને તે કફ થતા પણ અટકાવે છે. જીરુંવાળું પાણી પેટ અને લીવર માટે પણ ફાયદાકારક છે જે તમારા શરીરમાં રહેલા ટોક્સિન ને બહાર કાઢે છે જેનાથી તમારી શરીરના અવયવો મજબૂત થાય છે. જીરું ખાવાથી આપણને કબજિયાત અને પેટના દુખાવામાં રાહત મળે છે.

લીંબુ માં વિટામિન સી હોય છે અને તે આપણી ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરે છે. સાથે તે શરીરની ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુ અને મધ એક સાથે મળવાથી શરીર એક્ટિવ રહે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ લોકોએ નથી પીવાનું: જો તમને ડાયાબિટીસ છે તો આ પીવાનું ટાળવું જોઈએ. જો તમને કોઈ સ્કિનની એલર્જી છે તો થોડું જીરું લઈને શરત કરી શકો છો અને જો એલર્જી ના થાય તો લઇ શકો છો. જો પ્રેગનેન્ટ છો અને બ્રેસ્ટફીડ કરાવો છો આ જીરા પાણી ના લેવું જોઈએ.જો તમને હૃદયની કોઈ બીમારી છે તો પણ પીવાનું ટાળવું જોઈએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -