weight loss exercise for female at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મહિલાઓને હંમેશા હંમેશા એવી ઈચ્છા હોય છે કે તેઓ પાતળા અને સુંદર દેખાય અને આ માટે તેઓ વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ચરબી વધે છે તે ભાગ પર ધ્યાન આપીને તમે વજન અને પેટની ચરબી ઓછી કરવામાં પરિણામ મળવું મુશ્કેલ છે.

પરંતુ તેનાથી વિપરિત, જો આપણે સંપૂર્ણ શરીરની કસરતો કરીશું તો આપણે સ્વસ્થ પણ રહીશું, આપણે આખા શરીરને ટોન કરીશું અને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં તમને ઓછો સમય લાગશે.

જો તમે તમારા આખા શરીરને ફિટ અને ટોન રાખવાના ફાયદાઓ મેળવવા માંગતા હોય તો આ લેખ તમારા માટે છે. દિવસમાં માત્ર 3 કસરતો અને 22 મિનિટ (જો તમે શિખાઉ માણસ હોવ તો અઠવાડિયામાં 3 દિવસથી શરૂઆત કરી શકો છો) સાથે તમે ફિટ, સ્વસ્થ રહી શકો છો અને પેટની ચરબી ઘટાડીને પાતળા થઇ શકો છો.

આ કસરત કરવાથી પરસેવો પડશે અને શરીર પણ મજબૂત બનાવશે અને તમને તે કરવામાં આનંદ આવશે. આવો જાણીએ કઈ છે આ કસરતો અને તેને કેવી રીતે કરી શકાય, તેને વીડિયોમાં પણ તમે જોઈ શકો છો.

1. સ્ક્વોટ્સ : સ્ક્વોટ કસરતો શરીરના નીચલા ભાગો માટેની શ્રેષ્ઠ કસરતો કહેવાય છે. તે હિપ્સ અને જાંઘના મોટાભાગના મુખ્ય સ્નાયુ જૂથો પર અસરકારક રીતે કામ કરે છે અને ટોન કરવામાં મદદ કરે છે. કસરત કેવી રીતે કરવી જોવો નીચે આપેલો વિડિઓ.

2. પ્લેન્ક : આ કસરત તમને વજનની સાથે સાથે આખા શરીરને ટોન કરવામાં મદદ કરે છે . તે એબ્સ, ઉપર અને નીચેના શરીરના ભાગમાં તાકાત બનાવવામાં મદદ કરે છે, તમને સુડોળ શરીર બનાવવામાં મદદ કરે છે. તમે તેને નીચે આપેલા વિડિઓ મુજબ કરી શકો છો.

3. પુશ-અપ્સ : પુશઅપ્સ હાથ, છાતી, ટ્રાઇસેપ્સ અને ખભાના આગળના ભાગ માટે સ્નાયુઓને ટોનિંગ કરવાની એક ખુબ જ અસરકારક કસરત છે. આવો જાણીએ કસરત કેવી રીતે કરવી, જોવો નીચે આપેલા વિડિઓ પ્રમાણે.

https://twitter.com/babyGrowGang/status/1571887019025907713

જો તમે આ કસરત બરાબર કરશો તો તમને માત્ર એક મહિનામાં જ અદ્ભુત પરિણામો મળશે. તમે પણ દરરોજ દસ મિનિટની આ સરળ કસરતો કરવાની આદત કેળવો. જો તમારે તમારા શરીરને વધુ સારું બનાવવું હોય તો આટલી મહેનત તો કરવી જ પડશે.

જો શરીરને ચરબી વધવામાં 6 મહિના લાગે છે તો ચરબીને ઓછી કરવામાં 3 મહિના તો લાગી શકે છે ને. જો તમને આ લેખ ગમ્યો હોય તો ફિટનેસ સંબંધિત આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા