Water Astro Remedie
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પાંચ તત્વોમાં એક તત્વ પાણી પણ છે. એવું માનવામાં આવે છે કે પાણી માત્ર વ્યક્તિની તરસ છીપાવતું નથી, પરંતુ પાણી વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ પણ દૂર કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પાણીના કેટલાક અચૂક ઉપાયો જણાવવામાં આવેલા છે, જેને અજમાવવાથી ઘણી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરેલું રાખો . બીજા દિવસે તે પાણી ઝાડમાં નાખો. તેનાથી ખરાબ નજર દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી પાસે પાણીથી ભરેલું કલશ રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે, ધનની કમી દૂર થાય છે અને ધન લાભ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા ટપકતું નળ આર્થિક મુશ્કેલીઓ લાવે છે. આવી સ્થિતિમાં, તે નળને તાત્કાલિક બદલો અથવા રિપેર કરવાથી આર્થિક સુધારો થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજે ઘરની ગટરમાં લવિંગ, કપૂર અને મીઠું મિશ્રિત એક ગ્લાસ પાણી રેડવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાં પાણીનો ગ્લાસ લઈને ગાયત્રી મંત્રનો 11 વાર જાપ કરવાથી અને તે જળ તુલસીને અર્પણ કરવાથી ગ્રહો શાંત થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં ગંગાજળ ન હોય તો સામાન્ય પાણીમાં પીસેલું કપૂર મિક્ષ કરીને છાંટવાથી વસ્તુના દોષ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરની પૂર્વ દિશામાં એક નાના ભંડારમાં કુમકુમ મિક્સ કરીને પાણી રાખવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોઈ બનાવતા પહેલા રસોડાના સ્લેબ પર પાણી છાંટવાથી ઘરમાં અનાજનો ભંડાર હંમેશા ભરેલો રહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ ગંગાના જળથી તિલક કરવાથી સફળતા મળે છે અને સમસ્યાઓ દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાં રાખવામાં આવેલા શંખમાં જળ રાખવાથી ઘરમાં પ્રગતિ થાય છે અને બાધાઓ દૂર થાય છે.

તો આ હતા પાણી માટેના અચૂક જ્યોતિષીય ઉપાયો. જો તમારી પાસે અમારી માહિતી સંબંધિત કેટલાક પ્રશ્નો હોય, તો લેખની નીચે કોમેન્ટમાં જણાવો. અમે તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ જાણકારી ગમી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી મેળવવા વાંચતારહો સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા