વેજીટેબલ ફ્રેન્કી ઘરે બનાવાની સરળ રીત – veg frankie

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજે આપણે બનાવીશુ વેજીટેબલ ફ્રેન્કી જે બનાવવી સૌથી સરળ છે. જે નાનાથી લઈને મોટા સુધીના બધા લોકોને ભાવતી હોય છે. બીલકુલ બહાર જેવી બનતી ફ્રેન્કી ઘરે જે બનાવવી સૌથી સરળ છે તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

 • એક કપ ઘઉંનો લોટ
 • એક કપ મેંદાનો લોટ
 • સ્વાદમુજબ મીઠું
 • ૧ ટેબલસ્પૂન મોણ તેલ/ ઘી
 • દોઢ ટેબલસ્પૂન તેલ
 • એક ચમચી જેટલિ  હીંગ,
 • અડધી ચમચી જીરૂ
 • એક ટેબલસ્પૂન લસણની પેસ્ટ
 • એક ટેબલસ્પૂન આદૂ- મરચા
 • ૨ મેડીયમ સાઇજની ડૂંગળી
 • અડધો કપ બાફેલી મકાઇના  દાણા
 • ૧/૩ કપ બાફેલા વટાણા ના દાણા
 • ૩ મીડીયમ સાઇજ ના બટાકા( બાફીને મેશ કરેલા)
 • કોથમીર
 • ચાટ મસાલા
 • ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
 • હળદર
 • ધાણાજીરુ
 • મીઠું
 • લાલ મરચુ
 • અડધુ કાપેલુ લીંબુ

ફ્રેન્કી વધારે તેસ્ટી કરવા માટે

 • એક કપ લામ્બી અને પતલી કોબીજ
 • અડધો કપ ખમનણેલુ ગાજર
 • એક ટેબલસ્પૂન મરીનો પાઉડર
 • કેપ્સીકમ મરચા
 • ૧/૩ કપ મેયોનીજ
 • બટર
 • ટામેટા કેચપ

બનાવવાની રીત

4

સૌથી પહેલા એક કપ ઘઉંનો લોટ, એક કપ મેંદાનો લોટ, ૧ ટેબલસ્પૂન મોણ તેલ/ ઘી લઈને રોટલી મટે લોટ બાંધી લો. આ લોટ રોટલી ના લોટ કરતા થોદો કઠન રાખવાનો છે. આટલા લોટ ની કોન્ટીટી થી આઠથી દસ ત્રણ જેટલી મોટી સાઇઝની રોટલી બની જશે. લોટ બાંધી લીધો છે. આ લોટને ઢાંકીને અને પંદરથી વીસ મિનિટ સુધી રાખીને મુકી દો.  હવે આ લોટમાથી રોટલી બનાવી લો. રોટલી ને બંને બાજુથી લાઇટ લબ થાય ત્યાં સુધી શેકી લેવાની. તમે આ રોટલી ચાર-પાંચ કલાક અગાઉ પણ બનાવીને રાખી શકો છો.

 frankie

સ્ટફિંગ તૈયાર કરવા માટે.

દોઢ ટેબલસ્પૂન તેલ, એક ચમચી જેટલિ  હીંગ, અડધી ચમચી જીરૂ, એક ટેબલસ્પૂન લસણની પેસ્ટ, એક ટેબલસ્પૂન આદૂ- મરચા અને ૨ મેડીયમ સાઇજની ડૂંગળી બધુ ભેગુ કરીને બરોબર હલવી દો. અહિ ગેસ મિડીયમ રાખવાનો છે.

veg frankie

હવે અડધો કપ બાફેલી મકાઇના  દાણા, ૧/૩ કપ બાફેલા વટાણા ના દાણા અને બાફીને મેશ કરેલા ૩ બટાકા , કોથમીર, ચાટ મસાલા, ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો, હળદર, ધાણાજીરુ ,મીઠું , લાલ મરચુ અને સૌથી છેલે અડધુ કાપેલુ લીંબુ નો રસ ઉમેરવો.

હવે ફ્રેન્કી વધારે તેસ્ટી કરવા માટે

એક કપ લામ્બી અને પત લી કોબીજ , અડધો કપ ખમનણેલુ ગાજર, એક ટેબલસ્પૂન મરીનો પાઉડર, કેપ્સીકમ મરચા અને ૧/૩ કપ મેયોનીજ બધુ સાથે લઈને બરાબર ભેગુ કરીલો. હવે રોટલી લઈને તેણે બન્ને બાજૂ શેકી લો, હવે તેને એક પાટલા પર મુકીને એક ભાગ પર ટામેટા કેચપ લગાવી દો.

 veg frankie

હવે રોટલી પર સલાટ અને તેને ઉપ્પર સ્ટફિંગ રોલ અને મેયોનીજ નાખી, તેના પર ડુગરી અથવા ટામેટાની સ્લાઇશ મુકીને ચીજ નાંખી સારી રીતે ફ્રેન્કી ને વાળી લો. ફવે ફરીથી આ ફ્રેન્કી રોલ ને એક તવીમા બટર સાથે શેકી લો. જ્યા સુધી સરસ ડીજાઇન આવે ત્યા સુધી શેકી લો. હવે તેને એક પ્લેટમા લઈન લો . હવે ફ્રેન્કી બનીને તૈૈૈૈૈયાર થઇ ગઇ છેે તો ખાવાની મજાલો .


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x
%d bloggers like this: