vanda bhagadavano upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોકરોચથી છુટકારો મેળવવા ઘણા ઉપાયો કરતા હોય છે. દરરોજ સફાઈ કર્યા પછી પણ ઘરના અમુક ભાગમાં કોકરોચ આવતા જ રહે છે. ઘણા લોકો ઘર અને રસોડામાં આવતા વંદાઓથી ત્રાસી ગયા હોય છે અને તે રસોડામાં રહેલા ખોરાક પર પણ ફરતા હોય છે.

ઘરમાં વંદાઓ ના આવે તે માટે આપણે વિવિધ ઉપાયો અપનાવીએ છીએ. મોંઘી જંતુનાશકો દવા, સ્પ્રે ખરીદીને લાવીએ છીએ. પરંતુ આટલું કરવા છતાં કોઈ પણ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે કોક્રોચને સરળતાથી ઘરથી દૂર રાખી શકો છો.

1. લવિંગનો ઉપયોગ કરો

લવિંગનો ઉપયોગ દરેક ઘરમાં રસોઈમાં કરવામાં આવે છે. તમે લવિંગનો પણ ઉપયોગ કરીને કોકરોચથી છુટકારો મેળવી શકો છો. હકીકતમાં લવિંગની ગંધ ખૂબ જ તીવ્ર હોવાથી વંદાઓ ભાગી જાય છે.

તમારે ફક્ત જ્યાં પણ વંદાઓ વધુ આવતા હોય તે જગ્યાએ લવિંગને મૂકી દેવાની છે. તેની તીવ્ર ગંધથી કોકરોચ દૂર રહેશે. સાથે જો લવિંગની સ્મેલ આવતી બંધ થઇ જાય છે તો તેની જગ્યાએ નવી લવિંગ મુકવી જોઈએ.

2. કેરોસીન પણ સસ્તો અને સારો વિકલ્પ છે

જો કે કેરોસીનનો ઉપયોગ ઘરના કામકાજમાં ઓછો ઉપયોગ થાય છે. પરંતુ કેરોસીનનો ઉપયોગ કરીને કોકરોચથી છુટકારો મેળવી શકાય છે. ઘરના જે પણ ભાગમાં સૌથી વધુ વંદાઓ આવે છે કેરોસીનનો છંટકાવ કરો.

હવે થોડા કલાકો સુધી કેરોસીનની ગંધ આવતી રહેશે જેના કારણે વંદાઓ ત્યાંથી ગાયબ થઈ જશે.
રસોડા જેવી જગ્યાએ પર કેરોસીનનો છંટકાવ કરતા પહેલા તેમાં થોડું પાણી મિક્સ કરો અને કેરોસીન નાખ્યા પછી તે જગ્યા પર બાળકોને ના જવા દો.

આ પણ વાંચો: તમે લવિંગનો ઉપયોગ આ 2 રીતે કરશો તો રસોઈનો સ્વાદ બે ગણો વધી જશે

3. ઘરની બધી તિરાડો ભરો

ઘરની તિરાડો જ જીવજંતુઓનું ઘર હોય છે. ફ્લોર અને કિચન સિંકમાં તિરાડો છે તો તેને સફેદ સિમેન્ટથી ભરો. કોકરોચ તિરાડોમાં જ છુપાય છે અને ઇંડા મૂકે છે. એકવાર તિરાડો બંધ કર્યા પછી વંદાઓને કોઈ જગ્યા મળશે નહીં અને તેઓ આપમેળે ઘરમાં આવતા બંધ થઇ જશે.

4. તમાલપત્રનો ઉપયોગ કરો

તમાલપત્રને નાના નાના ભાગોમાં તોડીને ઘરના દરેક ખૂણામાં રાખો. કોકરોચ તમાલપત્રની ગંધથી દૂર રહે છે. તમાલપત્ર સિવાય ફૂદીનાના પાનને પણ ઘરમાં રાખવાથી કોકરોચને ઘરથી દૂર રાખી શકાય છે. તમે બંનેના પાંદડાને એકસાથે પણ રાખી શકો છો.

5. લીમડાનું તેલ

લીમડાના તેલથી પણ એક લિક્વિડ તૈયાર કરી શકાય છે જેનાથી કોકરોચથી છુટકારો મેળવી શકાય છે. 1 કપ પાણીમાં લીમડાના તેલના થોડા ટીપાં નાખીને સ્પ્રે બોટલમાં ભરો. જ્યાં પણ વધુ વંદાઓ આવે છે ત્યાં તેનો છંટકાવ કરો.

વંદાઓને ઘરમાંથી ભગાડવા માટે અને ઘરમાં આવતા રોકવા માટે વિવિધ પ્રકારના કેમિકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા ઘરમાં હાજર વસ્તુઓનો જ ઉપયોગ કરવો વધુ સારું છે. આનાથી તમારે પૈસાની પણ બચત થશે.

જો તમને પણ આ લેખ ગમ્યો હોય બીજાને પણ જણાવો. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા