vajan ochu karvana upay gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

(1) પેકેજ્ડ ફૂડનું લેબલ અવશ્ય વાંચો : જ્યારે પણ તમે પેકેજ્ડ ફૂડ ખરીદો ત્યારે સૌથી પહેલા તેના પર લાગેલું લેબલ વાંચો. લેબલમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી વાંચો અને તપાસો કે ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ તમારી જરૂરિયાત મુજબ છે કે નથી.

(2) તલ્લીન થઈને ખાઓ : ખોરાકને હંમેશા ધીમે ધીમે ચાવીને અને સંપૂર્ણ એકાગ્રતા સાથે ખાવું જોઈએ, જ્યારે ઘણા લોકો ટીવી જોતા જોતા ખાય છે, જેના કારણે તેઓનું ધ્યાન ખોરાક પર રહેતું નથી અને તેઓ જરૂરિયાત કરતા વધારે ખાઈ જાય છે.

(3) ભૂખ્યા પેટે ના સુવો : મોડી રાત જગ્યા પછી ભૂખને શાંત કરવા માટે ચરબીયુક્ત અથવા ઓઈલી ખોરાક ખાવાને બદલે બદામ, અખરોટ જેવા વધારે પ્રોટીનવાળા નટ્સ ખાઓ. (4) પાણી પીવો : જો તમને ભૂખ લાગી હોય તો પહેલા પાણી પીવો, કારણ કે તેનાથી તમારું પેટ ભરી જશે અને તમે ઓછું ખાશો.

(5) વ્યાયામ કરો : વ્યાયામ તમારા શરીરના મેટાબોલિક રેટને બમણો કરે છે તેથી તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અડધો કલાક વ્યાયામ કરવાથી તમારા માટે ખૂબ ફાયદાકારક છે.

(6) વધુ ચરબીવાળો ખોરાક ખાવાથી બચો : બહાર ફાસ્ટ ફૂડ જોયા પછી પોતાને રોકવું મુશ્કેલ બની જાય છે, પરંતુ યાદ રાખો કે તે ચરબીવાળો ખોરાક છે તેથી તમારે તમારી જાત પર નિયંત્રણ રાખો. ચરબીયુક્ત ખોરાકને ઓળખો અને તેનાથી બચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો.

(7) ગ્રીન ટી પીવો : દરરોજ ગ્રીન ટીના સેવનથી તમે દરરોજ લગભગ 40 ટકા વધુ કેલરી બર્ન કરી શકો છો. (8) ફાઈબરથી ભરપૂર ખોરાક લો : ભોજનમાં દાળ, વટાણા, કોબી, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજી, મશરૂમનો સમાવેશ કરો. તેને ચાવવામાં અને પચવામાં વધારે સમય લાગે છે, જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

(9) ખાવાનો સમય નક્કી કરો : દરરોજ ખાવાનો સમય નક્કી કરો. આનાથી તમારા શરીરને તે નિશ્ચિત સમયે ખાવાની આદત પડી જશે અને તમે તે સમય પહેલા કંઈપણ ખાવાથી બચી શકશો.

(10) ખાવાના નિયમો બનાવો : તમારા ખાવાના નિયમો બનાવો, જેમ કે ચા સાથે બિસ્કિટ, નાસ્તામાં પરાઠા વગેરે અને પછી તેમાં હેલ્દી ફેરફારો કરો. તમે નાસ્તામાં ઓટમીલ, ઓટ્સ, નટ્સ જેવા પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરી શકો છો.

(11) એક્ટિવ રહો : ​​દરરોજ થોડું ચાલવાથી અને કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ વિસર્જિત થાય છે, જેનાથી તમે વધુ શાંત અને ખુશખુશાલ અનુભવો છો અને તમે તંદુરસ્ત આહાર લો છો.

(12) ઘરના કામકાજ કરીને રહો ફિટ : ​​ઘરના કામો કરવાથી પણ તમારું શરીર ફિટ રહ્યે છે. આનાથી તમે કેલરી બર્ન કરો છો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. (13) વધારે ચાલો : દિવસમાં અડધો કલાક ઝડપથી ચાલવાથી લગભગ 320 કેલરી બર્ન થઈ શકે છે.

(14) સારી ઊંઘનો આનંદ લો : થાકેલું શરીર વધારે એનર્જી માટે વારંવાર ભૂખના સંકેતો આપે છે, જે તમને વધારે ખાવા તરફ ઈશારો કરે છે. આ જ કારણ છે કે દરરોજ 7-8 કલાકની સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

(15) નાની થાળીમાં ખાઓ : ખાવા માટે માટે હંમેશા નાની થાળી લો, કારણ કે મોટી થાળીમાં પીરસવામાં આવેલી વસ્તુઓ ઓછી દેખાય છે અને જ્યારે નાની થાળીમાં જરૂર પૂરતી વસ્તુ પીરસાય છે. (16) લિફ્ટનો ઉપયોગ ના કરો : અઠવાડિયામાં પાંચ દિવસ માત્ર બે મિનિટ માટે સીડી ચડવું અને ઉતરવું એ પણ એક સારી કસરત છે. તે 30 મિનિટ ચાલવા બરાબર છે, તેથી લિફ્ટનો ઉપયોગ ઓછો કરો.

(17) મિત્રોનું ગ્રુપ બનાવો : તમારા વજન ઘટાડવા માટે અને કસરત કરવા અને ડાઈટ પ્લાનને અનુસરવા માટેની ચર્ચા કરવા માટે મિત્રોનું ગ્રુપ બનાવો. બધા મિત્રો એકબીજાને જોવાથી પ્રોત્સાહન પણ મળે છે.

(18) ડાયટ જર્નલ રાખો : તમારી સાથે એક નોટબૂક રાખો અને તમારી પ્રેરણા માટે તેમાં લખો કે તમે કેવા દેખાવા માંગો છો, જેમ કે મારે સ્લિમ-ફિટ બોડીમાં સુંદર દેખાવું છે. તે માનસિક રીતે શક્તિશાળી રીમાઇન્ડર તરીકે કામ કરશે કે તમે શા માટે વજન ઘટાડવા માંગો છો.

(19) શાકભાજીને પ્રાધાન્ય આપો : તમારા ભોજનમાં ભાત અથવા રોટલીનું પ્રમાણ ઓછું રાખો અને સલાડ અને બાફેલા શાકભાજી વધુ પ્રમાણમાં લો. આ રીતે તમે એક ભોજનમાં લગભગ 200 જેવી કેલરીનું સેવન કરવાથી બચી શકો છો.

(20) તમારા મનને નિયંત્રિત કરો : જો તમારી પાસે તમારા રસોડામાં હેલ્દી નાસ્તો છે તો બહારથી મંગાવશો નહીં. તમે ઓછી ચરબીવાળા માઈક્રોવેવ પોપકોર્ન, ચણા-મમરા અને સ્પ્રાઉટ્સ ઘરે જ ખાઈ શકો છો.

(21) કોઈ પણ વસ્તુ ખાવાથી દૂર ન રહો : જો તમે તમારી જાતને પ્રોમીશ આપો છો કે હું આજ પછી ચોકલેટ નહીં ખાઉં” આવી પ્રોમીશ આપવાથી તમારા દિલ અને દિમાગમાં ચોકલેટનો વિચાર આવતો રહેશે અને તમે જરૂર કરતા વધારે ખાઈ લેશો. એટલે નાનો ટુકડો ખાઈને તમારી ઈચ્છાને શાંત કરવું સારું છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા