vajan ochhu karva mate soup in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વધતું જતું વજન કોઈ શ્રાપથી ઓછું નથી હોતું. જ્યારે તમારું વજન વધવા લાગે છે તો તમે વધારે થાક અનુભવવા લાગો છો અને તેના કારણે તમે ઘણા રોગોની પકડમાં પણ આવવા લાગો છો. સામાન્ય રીતે ઘણા લોકો વજન વધ્યા પછી, પોતાના વજનને બેલેન્સ કરવા માટે કસરત કરે છે અથવા દવાઓનો સહારો લે છે.

પરંતુ જો તમે તમારા આહાર પર પૂરું ધ્યાન નહિ આપો તો તમારું વજન ઘટશે નહીં. ઘણી મહિલાઓ એવું પણ વિચારતી હોય છે કે વજન ઓછું કરવા માટે તેમને સ્વાદ વગરનો ખોરાક લેવો પડશે. જો કે આવું કોઈ જરૂરી નથી. તમે હેલ્દી ખોરાકને પણ ટેસ્ટી રીતે ખાઈ શકો છો અને તમારા વજનનું બેલેન્સ કરી શકો છો.

જો વજન ઘટાડવાની ખાવાની વસ્તુ આવે તો તેમાં સૂપ પીવો ચોક્કસપણે એક સારો ઉપાય છે. તમે અલગ અલગ રીતે સૂપ બનાવીને પી શકો છો અને વજન પણ ઘટાડી શકો છો. ઉપરાંત, જ્યારે તમે આ સૂપ પીશો તો તમારા ટેસ્ટની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવું પડશે નહીં. તો આજે અમે તમને આવી જ કેટલીક સૂપની રેસિપી લઈને આવ્યા છીએ.

લસણ શાકભાજી સૂપ (ગાર્લિક વેજીટેબલ સૂપ) :વજન ઘટાડવામાં શાકભાજી ખૂબ જ મદદ કરે છે અને તેથી તમે ઘણા પ્રકારના શાકભાજી મદદ લઈને આ સૂપ તૈયાર કરી શકો છો. આ સૂપ બનાવતી વખતે લસણનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેનો સ્વાદ પણ અદભૂત આવે છે.

સામગ્રી : એક કપ મિક્સ શાકભાજી (ગાજર, બ્રોકોલી, બીટ, લીલા વટાણા, કેપ્સિકમ), એક ડુંગળી (જીણી સમારેલી), લસણની કળી (જીણી સમારેલી), બે ચમચી ઓટ્સ (પાઉડર અને શેકેલા), કાળા મરી, સ્વાદ પ્રમાણે મીઠું, બે લવિંગ, બે કપ પાણી, માખણ

ગાર્લિક વેજીટેબલ સૂપ બનાવવાની રીત : સૌથી પહેલા એક પેન લો અને તેમાં થોડું માખણ ઉમેરીને મીડીયમ તાપ પર ગરમ કરો. હવે તેમાં લસણ ઉમેરો અને એક મિનિટ માટે ફ્રાય કરો. આ પછી સમારેલી ડુંગળી ઉમેરો અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.

હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને તેને લગભગ 4 થી 5 મિનિટ માટે ફ્રાય કરી લો. હવે પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. હવે પેનને ઢાંકણાથી ઢાંકી દો અને જ્યાં સુધી શાકભાજી સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. હવે તેમાં મીઠું અને કાળા મરી નાંખો. હવે તેમાં ઓટ્સ પાઉડર ઉમેરીને મિક્સ કરો અને લગભગ 2 મિનિટ સુધી રાંધો.

હવે ગેસ બંધ કરીને સૂપને એક બાજુમાં રાખો. હવે બીજી એક પેન લો અને તેમાં લવિંગને 1 મિનિટ માટે શેકીને હવે તેને સારી રીતે ક્રશ કરી લો. હવે સૂપને એક બાઉલમાં કાઢીને તેના પર ક્રશ કરેલી લવિંગથી ગાર્નિશ કરો.

દાળ અને ગાજરનો સૂપ : દાળમાં પ્રોટીન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જ્યારે ગાજર એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે. એવામાં જો તમે હેલ્ધી સૂપ પીવા માંગતા હોય તો તમે આ દાળ અને ગાજરના મિશ્રણથી બનેલા સૂપને તમે આહારનો એક ભાગ બનાવી શકો છો.

સામગ્રી : 1/4 કપ મગની દાળ, અડધો કપ ગાજર જીણા સમારેલા, અડધો કપ ડુંગળી જીણી સમારેલી, એક ટામેટું ઝીણું સમારેલું, લસણની છ કળી ઝીણી સમારેલી, અડધી ચમચી જીરું, બે લવિંગ, બે થી ત્રણ ચમચી મલાઈવાળું દૂધ, એક કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને કાળા મરી, એક ચમચી તેલ

દાળ અને ગાજરનો સૂપ બનાવવાની રીત : સૌથી પહેલા એક પેનમાં ધીમા ગેસ પર તેલ ગરમ કરો. હવે તેમાં લસણ અને ડુંગળી ઉમેરીને લગભગ 2 મિનિટ સુધી આછા બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. પછી ગાજર અને ટામેટાં ઉમેરીને થોડી મિનિટ માટે રાંધવા દો. હવે એક કડાઈમાં મગની દાળને ત્યા સુધી શેકો જ્યાં સુધી તેમાંથી તમને સુગંધ ન આવે.

હવે આ શેકેલી મગની દાળને શાકભાજીના મિશ્રણમાં ઉમેરો. હવે તેમાં પાણી ઉમેરીને મિશ્રણને લગભગ 6 થી 8 મિનિટ સુધી ઉકળવા દો. હવે તેને થોડું ઠંડુ થવા દો. હવે આ મિશ્રણને બ્લેન્ડરમા નાખીને અને સ્મૂધ પેસ્ટ બનાવો.

હવે આ મિશ્રણને એક પેનમાં ઉમેરીને અને ધીમી આંચ પર રાંધવા માટે મુકો. હવે તેમાં મલાઈવાળું દૂધ ઉમેરો. છેલ્લે મીઠું અને કાળા મરી ઉમેરો અને મિક્સ કરો. આ જ સમયે, વગાર માટે, એક પેનમાં, થોડા તેલમાં જીરું અને લવિંગ નાખો. આ વગારને પીરસતાં પહેલાં તેમને સૂપ ઉપર રેડો અને ગાર્નિશ કરો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો આવા જ લેખ વાંચવા માટે તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. તમારો કીમારી સમય આપીને વાંચવા માટે ખુબ ખુબ આભાર.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા