urmila baa youtube channel name
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્રખ્યાત કુકિંગ શો માસ્ટરશેફ ઈન્ડિયા સીઝન 7ની સ્પર્ધક ઉર્મિલા જમનાદાસ અસાર 78 વર્ષના બા છે. તેમણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ તેની હિમ્મત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

આટલું જ નહીં, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગી માસ્ટરશેફ ઈન્ડિયાના જજ શેફ રણવીર બ્રાર, ગરિમા અરોરા અને વિકાસ ખન્નાને પણ પસંદ આવી હતી. ઘણા લોકો તેને ઉર્મિલાબેનને બા પણ કહે છે.

તમને જણાવી દઈએ કે ઉર્મિલા બા તેમની યુટ્યુબ ચેનલ ગુજ્જુ બેન ના નામથી ઓળખાય છે. આજે અમે તમને તેમની પ્રેરણાદાયી કહાની જણાવીશું, જે તમને ઘણી પ્રેરણા આપશે.

‘ગુજ્જુ બેન ના નાસ્તા’ ની શરૂઆત કેવી રીતે થઈ? તમને જણાવી દઈએ કે ઉર્મિલા બાએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાના પતિ અને ત્રણેય બાળકો ગુમાવ્યા હતા. પતિની ગેરહાજરીને કારણે તેમને લોકડાઉનમાં આર્થિક સંકડામણમાં જીવવાની ફરજ પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gujju Ben na Nasta (@gujjubennanasta)

~
આ માટે તેમને પોતાના પૌત્ર હર્ષ સાથે મળીને વર્ષ 2020માં “ગુજ્જુ બેન ના નાસ્તા” નામથી યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેમાં તેઓ અલગ અલગ વાનગીઓ બનાવતા શીખવે છે. આ ચેનલ પર તેમના ઘણા ફોલોઅર્સ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Ben na Nasta (@gujjubennanasta)

78 વર્ષની ઉંમરમાં પણ ઉર્મિલા બાએ પોતાની તાકાત બધાની સામે રજૂ કરી છે. તમને જણાવી દઈએ કે તે દર મહિને ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા કમાય છે. આ સાથે તે ટૈડક્સ સ્પીકર પણ છે અને પોતાના શબ્દોથી લોકોને મોટિવેશન પણ આપે છે. તમને જણાવી દઈએ કે ઉર્મિલા બાની પ્રેરણાદાયી કહાની ઘણા બધા પ્લેટફોર્મ પર બતાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Ben na Nasta (@gujjubennanasta)


પોતાને આ રીતે સંભાળીને રાખ્યા : જ્યારે ઉર્મિલા બાના ત્રણેય બાળકો મૃત્યુ પામ્યા ત્યારે તે અંદરથી સાવ ભાંગી પડયા હતા. તમને જણાવી દઈએ કે ઉર્મિલા બાની અઢી વર્ષની દીકરી ત્રીજા માળેથી પડી ગઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Gujju Ben na Nasta (@gujjubennanasta)


ઉર્મિલા બા તૂટેલી હિંમત સંભાળી જ રહ્યા હતા કે તેમના એક છોકરાને હાર્ટ એટેક આવ્યો અને ખૂબ નાની ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારબાદ બીજા પુત્રનું બ્રેઈન ટ્યુમરના કારણે મૃત્યુ થયું હતું. પરંતુ હાર્યા બાદ બેસી રહેવાને બદલે તેણે જવાબદારીઓ પોતાના ખભા પર લીધી અને સાસુ-સસરાની સારવાર પણ કરાવી.

આજે, ઉર્મિલા બા સાથે, એક આખી ટીમ રસોઈ બનાવવાનું કામ કરે છે. એવું જાણવા મળ્યું છે કે તેમના ફૂડની માંગ Zomato અને Swiggy પણ ખૂબ છે. હવે ઉર્મિલા બા તેમની વહુ અને પૌત્ર સાથે રહે છે.

માસ્ટરશેફમાં પ્રવેશવાની સફર કેવી રહી? તમને જણાવી દઈએ કે માસ્ટરશેફ ઈન્ડિયા સીઝન 7 માં તેમના આવ્યા પછી, લોકોને તેમની સંઘર્ષથી ભરેલી કહાની વિશે ખબર પડી. તેમના આ સંઘર્ષ વિશે જાણીને, માસ્ટરશેફ ઇન્ડિયાના શેફ રણવીર બરાર, ગરિમા અરોડા અને વિકાસ ખન્ના પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Gujju Ben na Nasta (@gujjubennanasta)

માસ્ટરશેફમાં તેમને બાકીના સ્પર્ધકોને પણ રસપ્રદ ચેલેન્જ રજૂ કરી છે. તેમણે માસ્ટરશેફ ઈન્ડિયાની મિસ્ટ્રી બોક્સ ચેલેન્જમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ તાજેતરમાં જ તેને શોમાંથી નીકળી ગયા છે. ઉર્મિલા બા દેશની તમામ મહિલાઓ માટે એક પ્રેરણા છે અને તેમની આ હિમ્મતને બધાને ઘણું શીખવ્યું છે.

તો તમને ઉર્મિલા બાની પ્રેરણાત્મક કહાની કેવી લાગી તે અમને જણાવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો, આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા