uric acid
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

યુરિક એસિડ ની સમસ્યા શરીરમાં વધવાથી ડાયાબિટીસ, થાઇરોઇડ, કિડનીના રોગ, પથરી હૃદયના રોગ આ સિવાય શરીરમાં જે સાંધા છે તેમાં તમને ગાંઠો જોવા મળે, પગમાં કે હાથ પગની આંગળીમાં તમને સોજા આવી જાય એવી નાની મોટી સમસ્યાઓ શરીરમાં યુરિક એસિડ વધવાથી થાય છે.

તો યુરિક એસિડ શરીરમાં ઘટાડવા માટે શું કરવું તે ખુબજ મોટો પ્રશ્ન બધાના મનમાં થાય છે. તમે કઈ વસ્તુ વધારે ખાઈ શકો, તમારે કયા પ્રકારની વસ્તુ સાવ ઓછી ખાવી તે પણ એક પ્રશ્ન હોય છે. આવા સમયે તમારે જે પ્રોટીન ધરાવતી વસ્તુઓ છે તે ઓછી ખાવી.

જે લોકો માંસ ખાતા હોય એવા લોકોએ માંસ ખાવાનું ઓછું કરવું જોઈએ. હવે જાણીએ કે યુરિક એસિડ ને ઓછું કરવા માટે તમે શું કરી શકો છો. શરીરમાં એસિડને ઓછુ કરવા માટે રામબાણ સાબિત થતી આ 4 વસ્તુઓ છે જેનું નામ છે ગોળ, તલ, મગફળી અને મધ.

આ 4 વસ્તુ શિવાય એક વસ્તુ છે જેનું સેવન 100 માંથી માત્ર 5 થી 10 ટકા લોકો જ તેનું સેવન કરે છે. આ વસ્તુ શરીરમાંથી યુરિક એસિડને ખેંચીને બહાર કાઢી નાખે છે અને કિડનીને ધીરે ધીરે સ્વચ્છ કરી દે છે. તો આ વસ્તુ એટલે ગૌ મૂત્ર.

દેશી ગાયનું મૂત્ર જેને ગૌ મૂત્ર કહેવામાં આવે છે. આ ગૌ મૂત્ર સવારમાં પીવાથી તમારું યુરિક એસિડ કંટ્રોલ માં આવી જાય છે. ગૌ મૂત્ર ના સેવનથી શરીરમાંથી યુરિક એસિડ ઘટાડવાની સાથે સાથે શરીરની નાની-મોટી ઘણી બધી સમસ્યાઓથી તમને છુટકારો મળી જાય છે.

આ સિવાય યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે દૂધીનો જ્યૂસ બનાવવાનો છે. દૂધીની છાલ કાઢ્યા વગર તમારે તેનો જ્યુશ બનાવવાનો છે. દૂધીનો જ્યુશ બનાવતી વખતે તમારે તેમાં પાંચ પત્તા ધાણાના, પાંચ પત્તા ફૂદીનાના અને પાંચ પત્તા તમારે તુલસીના લેવાના છે અને તેનો તમારે જ્યુસ બનાવવાનો છે.

જમ્યા ના અડધો કલાક બાદ અથવા જમ્યા પહેલા તમે દૂધી નું જ્યુસ થોડી થોડી માત્રામાં તમે પી શકો છો. આ વસ્તુ તમારું યુરિક એસિડ ને સો ટકા કંટ્રોલ કરી દેશે. આ સિવાય તમારે કોઈ બીજી વસ્તુ કરવાની જરૂર નથી. હવે એ પણ જાણવું જરૂરી છે કે યુરિક એસિડ શરીરમાં વધે ત્યારે લક્ષણો જોવા મળે છે

યુરિક એસિડ ના લક્ષણો: યુરિક એસિડ શરીરમાં વધે ત્યારે અચાનક જ શરીરના સાંધાઓમાં અને તેમાં ખાસ કરીને પગના અંગૂઠાના સાંધાઓમાં સૌથી વધારે અસહનીય દુખાવો થાય છે. ઘણી વાર દર્દી સામાન્ય કામ પણ નથી કરી શકતો. જેમ કે પગનાં મોજાં પહેરવામાં પણ તકલીફ પડે છે અથવા તો પહેરી શકતો નથી.

દર્દી સારી રીતે ચાલી પણ શકતો નથી. ક્યારેક તો તેને ચાર ડગલાં ચાલવામાં પણ ખુબજ તકલીફ પડે છે. શરૂઆતમાં આ દુખાવામાં વધઘટ થયા કરે છે. જેને ફરતો વા કહેવામાં આવે છે. જેમાં ચાર થી સાત દિવસ દુખાવો રહે છે અને ફરી પાછો ઠીક થઈ જાય છે. આવું વારંવાર થઈ શકે છે.

યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે દર્દીને પથરીની સમસ્યા થઈ શકે છે. આવા સમયે જે લોકોને ડાયાબિટીસ કે હૃદય સંબંધી બીમારીઓ હોય તેમને ગાઉટ થવાની શક્યતા વધુ રહે છે.

એક્સરસાઇઝ, યોગાસ,ન પ્રાણાયમ જે રોજ સવારમાં 20 થી 30 મિનિટ કરવા. તેમાં ખાસ કરીને મંડુકાસન અને સામાન્ય યોગ મુદ્રાઓ કરવાથી યુરિક એસિડ કંટ્રોલ થાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા