Sunday, October 2, 2022
Homeસ્વાસ્થ્યયોગરાત્રે પથારીમાં ઊંઘ નથી આવતી તો સૂતા પહેલા માત્ર 5 મિનિટ કરી...

રાત્રે પથારીમાં ઊંઘ નથી આવતી તો સૂતા પહેલા માત્ર 5 મિનિટ કરી લો આ યોગ, પડતાની સાથે ઘસઘસાટ ઊંઘ આવી જશે

આજકાલ ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી. આ સમસ્યા લગભગ દર 10 માંથી 7 વ્યક્તિને છે. ઊંઘ ના આવવાના ઘણા કારણો છે. પહેલાના જમાનામાં મગજને થાક નહોતો લાગતો, શરીરને થાક લાગતો હતો, તેથી રાત્રે સુતા ની સાથે ઊંઘ આવી જતી હતી.

જયારે અત્યારના સમયમાં ટેક્નોલોજીનો વિકાસ ખુબ જ વધી ગયો છે, તેથી શરીરને બિલકુલ થાક નથી લાગતો, પરંતુ આપણું મન થાકી જાય છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક, કસરતનો અભાવ, તણાવ અને ઓફિસમાં લાંબા સમય સુધી કામ કરવાથી આપણી ઊંઘમાં ખલેલ પડે છે.

સંશોધનો કહે છે જે જો લાંબા સમય સુધી ઊંઘ ન આવવવની સમસ્યા રહે છે તો તમને હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને અકાળ મૃત્યુનું જોખમ વધી જાય છે. પરંતુ તમે હેલ્દી જીવનશૈલી અપનાવીને આ બીમારીઓથી બચી શકો છો.

ઊંઘ એ તમારા શરીરની એનર્જીને વધારવાની કુદરતી રીત છે અને યોગાભ્યાસ કરીને તમે સારી ઊંઘ મેળવી શકો છો. યોગ સ્નાયુઓમાં તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આ લેખમાં અમે તમને 3 યોગાસન વિશે જણાવીશું, જેમાંથી તમે કોઈપણ એક યોગ મુદ્રા કરીને સારી ઊંઘ મેળવી શકો છો.

4

આજે અમે તમને જે યોગાસનો વિશે જણાવી રહ્યા છીએ, તેને તમારે સૂવાના થોડા સમય પહેલા કરવાના છે. આ કઈ રીતે કરી શકાય તેનો વિડિઓ પણ આપી રહયા છીએ. તો આવો જાણીએ કયા છે આ યોગાસનો જે તમને સારી ઊંઘ અપાવી શકે છે.

1. બાલાસન : સૌ પ્રથમ તમારા ઘૂંટણ વાળીને ફ્લોર પર બેસો. પગને એવી રીતે એકસાથે નજીક લાવો કે તમારા પગના અંગૂઠા એકબીજાને સ્પર્શે. હિપ્સને એડી પર રાખો અને આગળની ઝૂકવાનું શરૂ કરો. બંને હાથને તમારા શરીરની બાજુઓ પર એવી રીતે રાખો કે તમારી હથેળીઓ ઉપરની તરફ હોય. જે તમે નીચે આપેલા વિડિઓ પ્રમાણે કરી શકો છો.

2. ઉત્તનાસન : પગને હિપની પહોળાઈથી અલગ રાખો. છાતીને ઘૂંટણ સુધી નીચે કરો અને ઊંડો શ્વાસ લો. જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારા પગ પર તમારા માથાને ફેલાવીને કરોડરજ્જુને ખેંચો અને તમારા હાથને ફ્લોર પર રાખો. જો તમે ફ્લોરને સ્પર્શ કરી શકતા નથી તો તમારા હાથને શક્ય હોય ત્યાં નીચે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. નીચે આપેલો વિડિઓ જુઓ.

જો તમે દરરોજ આ યોગાસન કરો છો તો શરીરને સ્ટ્રેચ કરવામાં મદદ કરશે. આ તમારા હિપ્સ અને પગ વચ્ચેના તણાવને પણ દૂર કરવામાં મદદ કરે છે. મુદ્રામાંથી બહાર નીકળવા માટે નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો.

3. અર્ધ ઉત્તાનાસન : લગભગ એક ફૂટ દૂર દિવાલની સામે ઊભા રહો. પગની હિપ-પહોળાઈને અલગ રાખો. કોણીને સીધી કરો અને શ્વાસ લેતી વખતે માથું ઉપરની તરફ ફેરવો. હવે તમારી હથેળીઓને હિપ્સના લેવલ પર દિવાલ પર મૂકો. ધીમે ધીમે પાછા આવો અને તમારા માથાને ત્યાં સુધી નીચે કરો જ્યાં સુધી હાથ ફ્લોર પર ના આવે. નીચે આપેલા વિડિઓને જોઈને કરી શકો છો.

ઉપર જણાવેલ યોગાસનો, ઊંઘતા પહેલા 5 મિનિટ માટે કરવાથી તમારા મન અને શરીરને આરામ મળશે અને તમારા ઊંઘના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ મળશે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને તમે પણ આજે આ યોગાસનો કરીને સારી ઊંઘ મેળવી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -