ukalo recipe in gujarati corona
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોરોનાવાયરસ ચાલી રહ્યો છે એ બધાને ખબર જ છે તો આપણે નાની-મોટી પણ મોટી બીમારીથી પણ આપણે દૂર રહેવાનું છે જેમ કે શરદી, ઉધરસ, તાવ ન થાય એના પર ખાસ ધ્યાન રાખવાનું છે. તો એના માટે આજે તમારી સાથે ઘરે જ મળી રહેતી સામગ્રી મળતી સામગ્રી થી ઉકાળાની રેસિપી શેર કરીશું.

ઉકાળો તમે નાનાથી લઈને મોટા બધા પી શકે છે અને કેટલી ઉંમરવાળાને કેટલો ઉકાળો પીવો એ પણ તમને આજે જણાવીશું. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવી શકાય ઉકાળો. સામગ્રી : ૨૦ થી ૨૫ જેટલા ફુદીનાના પાન, ૨૦થી ૨૫ તુલસીના પાન, એક ટેબલસ્પૂન છીણેલું આદુ, 1/3 હળદર, અજમો, કાળા મરી, લવિંગ, તાજ, લીંબુ ની છાલ.

ઉકાળો બનાવવા માટે ૨૦ થી ૨૫ તુલસીના પાન લો. ૨૦ થી ૨૫ જેટલા ફુદીનાના પાન લો. ફુદીનો એન્ટી વાયરલ પ્રોપર્ટી ધરાવે છે અને કફ અને કોડ સામે રક્ષણ આપે છે. એક ટેબલસ્પૂન જેટલું આદુ લો. આદુને છીણીને લેવાનું છે. આદુ પણ એસિડિટી ઓછી કરે છે અને ડાયજેશન માં મદદ કરે છે. 1/4 હળદર લો. હળદર પણ આપણને બધાને ખબર છે એ રીતે એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ધરાવે છે.

ડાયાબિટિસ હાર્ટ-ડિસીઝ હોય તો તેમાં પણ રાહત આપે છે. 1 ટેબલસ્પૂન અજમો લો. 1 લવિંગ અને 2 તજ લો. 8-10 કાળા મરી લો. કાળા મરી એક્સી એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે છે. લીંબુની છાલ લો. લીંબુની છાલ પણ કફ થયો હોય તો એમાં રાહત આપે છે. તો આ બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ એવા છે કે જેમાં તમને સામાન્ય શરદી, ઉધરસ ને દૂર કરે છે. ઉકાળો બનાવવાની રીત જોઈ લઈએ.

તો ઉકાળો બનાવવા માટે એક તપેલી લો. હવે તેમાં માં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરો. તમારે જેટલો ઉકાળો બનાવવો એ રીતે તમારે પાણી લઇ શકો છો. અહીંયા અમે 500 ml જેટલું પાણી લીધું છે. હવે આ પાણીને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થઇ ગયા પછી બધી સામગ્રી ( ઇન્ગ્રીડિઅન્ટ્સ) એડ કરી લઈશું.

તુલસીના પાન અને ફૂદીના ના પાન ને એકદમ સરસ રીતે ત્રણથી ચાર વાર વાર ધોઈ લીધા છે. ફુદીનાના પાન અને આદુ એડ કરીશું ( જો તમારી પાસે કદાચ આદૂ ન હોય તો તમે સૂંઠનો પાઉડર એડ કરી શકો છો ). અજમોં, તજ, લવીંગ, અજમો, હળદર, લીંબુની છાલ એડ કરીશું.

હવે આ ઉકાળાને આપણે સરસ રીતે ઉકરવા દેવાનો છે જેથી બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ નો રસ ઉકાળા માં આવી જાય. તો આપણે લગભગ પાંચથી – દસ મિનિટ સુધી ઉકાળાને ઉકળવા જઈશું. લગભગ 10 મિનિટ પછી આપણે ગેસ ઓફ કરી લઇશુ અને ઉકાળાને નીચે ઉતારી લઇશું. હવે ઉકાળાને ગરણીની મદદ થી આપડે ગાળી લેવાનું છે.

હવે ઉકાળામાં આપણે એક ચમચી મધ એડ કરીશું. તમે મધ ની જગ્યાએ ગોળ નો ઉપયોગ કરવો હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો. પરંતુ ગોળને તમારે ઉકરતી વખતે જ એડ કરવાનો છે અને મધને ઉકાળાને ગાળી ને પછી જ એડ કરવાનું છે. મધ તમે વધારે એડ કરી શકો છો અને મધ એડ કર્યા વગર પણ તમે પી શકો છો.

આ ઉકાળો આપણે એક થી દસ વર્ષના બાળકોને આપતા હોય તો તમારે 5 ML જેટલો આપવાનો છે. 10 થી ૧૮ વર્ષની ઉંમરના લોકોને આપવો હોય તો 15 ML આપવાનો અને ૧૮ થી વધારે ઉમરવાળા હોય તેને 25 ML આપી શકો છો. જો તમારે વધારે કે ઓછો લેવો હોય તો પણ લઈ શકો છો બધા પોતપોતાની રીતે ઉકાળો પી શકે છે. તો આ રેસિપી તમે ઘરે જ જરૂર ટ્રાય કરજો. આ ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ફાયદાકારક છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા